________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર-‘ઇ’િ દ્વાર | ગાથા ૩૨૪
ટીકા
कायनिरोधो वा ऊर्ध्वस्थानादिलक्षणः से-तस्य = कायिकाद्युत्सर्गकर्त्तुः सामान्यागतस्य वा प्रायश्चित्तमिह= कायिकादीर्यापथिकायां, यत्पुनः स्मरणं सामुदानिकांतिचाराणामिति गम्यते तद्विहितानुष्ठानमेव यतीनां, एतच्च कर्म्मक्षयकारणं परममिति गाथार्थः ॥ ३२४॥
ટીકાર્ય
૧૩૩
અથવા તેનો=કાયિકાદિના ઉત્સર્ગને કરનારનો કે સામાન્યથી આવેલનો=માત્ર આદિ કરીને આવેલા સાધુનો કે સામાન્યથી ભિક્ષાટન કરીને આવેલા સાધુનો, અહીં=કાયિકાદિની ઇર્યાપથિકામાં=માત્ર આદિ સંબંધી ઇરિયાવહિયામાં, ઊર્ધ્વસ્થાનાદિના લક્ષણવાળો કાયનિરોધ=ઊભા રહેવા વગેરે સ્વરૂપવાળો કાયોત્સર્ગ, પ્રાયશ્ચિત્ત છે. વળી જે સામુદાનિક અતિચારોનું સ્મરણ છે, તે યતિઓનું=સાધુઓનું, વિહિત અનુષ્ઠાન જ છે, અને આવિહિત અનુષ્ઠાન, પરમ કર્મક્ષયનું કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
નવા વિકલ્પ પ્રમાણે એ કહેવું છે કે ગોચરીથી આવ્યા પછી માત્ર આદિ કરીને કે શંકા ન હોય તો એમ ને એમ સાધુ ઇરિયાવહિયાપૂર્વક કાયોત્સર્ગ કરે અને કાયોત્સર્ગમાં કાયાનો નિરોધ કરીને સાધુ ઊભા રહે છે તે જ પ્રાયશ્ચિત્ત છે; પરંતુ કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કરવું એ પ્રાયશ્ચિત્ત નથી.
ત્યાં પ્રશ્ન થાય કે તો પછી સાધુઓ કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કેમ કરે છે ? તેથી કહે છે કે સામુદાનિક અતિચારોનું ચિંતવન એ વિહિતાનુષ્ઠાન છે અર્થાત્ શાસ્ત્રમાં સાધુને સામુદાનિક અતિચારોનું ચિંતવન કરવાનું વિધાન છે. માટે જે અનુષ્ઠાનનું શાસ્ત્રમાં વિધાન હોય તેનું પાલન કરવું એ સાધ્વાચારની ક્રિયા છે, અને તેવી ક્રિયાનું પાલન એ પ્રકૃષ્ટ કર્મક્ષયનું કારણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભિક્ષાટનમાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત એ કાયનિરોધની ક્રિયા છે, અને સામુદાનિક અતિચારોનું ચિંતવન એ સાધુની ઉચિત આચરણારૂપ ક્રિયા છે, અને તે ક્રિયાથી ઘણાં કર્મોનો નાશ થાય છે.
ગાથા ૩૨૨-૩૨૩માં બતાવેલ પ્રથમ વિકલ્પ અને પ્રસ્તુત ગાથામાં બતાવેલ બીજો વિકલ્પ નયભેદકૃત છે. પ્રથમ વિકલ્પમાં ઇરિયાવહિયાપૂર્વક કાઉસ્સગ્ગમુદ્રામાં કરાતું સામુદાનિક અતિચારોનું ચિંતવન એ પ્રાયશ્ચિત્તરૂપ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુને ભિક્ષામાં કોઈ દોષ લાગ્યો હોય અને સાધુ સંવેગપૂર્વક કાયોત્સર્ગમાં અતિચારોનું ચિંતવન કરે, તો તે પાપની શુદ્ધિ સામુદાનિક અતિચારોના ચિંતવનથી થાય છે.
વળી, બીજા વિકલ્પ પ્રમાણે ઇરિયાવહિયાની ક્રિયા એ દોષોની શુદ્ધિ માટે કરાતી ક્રિયા છે, અને એ ક્રિયામાં છેલ્લે બોલાય છે કે “તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ.” તેથી એ જ પ્રકારના ઉપયોગપૂર્વક કાયાને વોસિરાવીને સાધુ કાયાના નિરોધપૂર્વક ઊભા રહે છે, તે કાયગુપ્તિનો પરિણામ છે; અને આ કાયગુપ્તિનો પરિણામ જ ભિક્ષામાં લાગેલા દોષોના અતિચારોની શુદ્ધિ કરવા માટે સમર્થ છે. તેથી કાયગુપ્તિ દ્વારા ભિક્ષાકૃત દોષોની શુદ્ધિ થઈ જાય છે.
વળી, સામુદાનિક અતિચારોનું ચિંતવન એ શાસ્ત્રમાં વિહિતાનુષ્ઠાન છે, અને વિહિત ક્રિયાનું પાલન એ સ્વતંત્ર નિર્જરાના કારણરૂપ છે, જેનાથી વિશેષ-વિશેષત૨ નિર્જરા થાય છે. ૫૩૨૪॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org