________________
૧૨૬
પ્રતિદિનક્રિયાવસ્તુક, ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૧૮ થી ૩૨૦
ટીકાર્થ:
નીચે બે જાનુ ને ચાર અંગુલો વડે અપ્રાપ્ત, અને ઉપરમાં નાભિને ચાર અંગુલો વડે જ નહીં સ્પર્શતા, એ રીતે બંને પાસમાં બે કોણી વડે ધારણ કરાયેલા એવા પટ્ટને અથવા પડલને કરે અર્થાત્ આ રીતે=આ વિન્યાસથી=ઉપરમાં બતાવ્યું એ પ્રકારથી, પટ્ટને ચોલપટ્ટકને, અથવાપાત્રનિર્યોગની અંદર રહેલા પહલાઓને કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
પૂર્વમાં ઉદ્દેશાયેલા સ્થાનમાં=યોગ્ય દેશમાં, ઊભા રહીને, અગ્રના બે પાદમાં=બંને પગના આગળના ભાગમાં, ચાર અંગુલો અંતરને કરીને, આના=ઈર્યાપથિકી કરનાર સાધુના, ઋજુ હસ્તમાં દક્ષિણ હસ્તમાં= જમણા હાથમાં, મુખવસ્ત્રિકા=મુહપત્તિ, અને વામ હસ્તમાં ડાબા હાથમાં, પાદપ્રમાર્જન=રજોહરણ, કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અને આ રીતે કાયોત્સર્ગમાં રહેલા છતા તે=સાધુ, સામુદાનિક અતિચારોને=સમુદાન એટલે ભિક્ષાનું મિલન તેમાં થનારા પુરકમદિને, ચિંતવે. તેની અવધિને–સામુદાનિક અતિચારો ચિંતવવાની મર્યાદાને, કહે છે – નિર્ગમ અને પ્રવેશ સુધી, એ સ્પષ્ટ કરે છે – અને જે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ અને જે અવસાનની જે છેલ્લી ભિક્ષા પ્રાપ્ત થઈ, વળી ત્યાં તે ભિક્ષા પ્રાપ્ત કરવામાં, લાગેલા પુરકર્માદિ દોષોને મનમાં કરે=મનમાં વિચારી રાખે, જે કારણથી તેઓ=ભિક્ષા પ્રાપ્ત કરવામાં લાગેલા પુરઃકર્માદિ અતિચારો, ગુરુને નિવેદન કરવા જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા ૩૧૭ માં બતાવ્યું. એ રીતે ઇરિયાવહિયા કરીને સાધુ દઢ કાયોત્સર્ગ કરે છે; હવે તે કાયોત્સર્ગમાં કેવી રીતે ઊભા રહે છે ? તેની વિધિ બતાવે છે –
કાયોત્સર્ગ કરતી વખતે સાધુ પડલા અથવા ચોલપટ્ટો હાથની બે કોણીઓથી પકડી રાખે, અને તે ચોલપટ્ટો અથવા પડલા જાનથી ચાર આંગળ ઉપર હોવા જોઈએ અને નાભિથી ચાર આંગળ નીચા હોવા જોઈએ; કેમ કે સાધુને વસ્ત્ર ધારણ કરવાનું નથી, ફક્ત નગ્નતાના પરિવાર અર્થે ચોલપટ્ટો પહેરવાનો છે; માટે જાનથી ચાર આંગળ ઉપર અને નાભિથી ચાર આંગળ નીચે ચોલપટ્ટો અથવા પડલા પકડી રાખે; કેમ કે તેનાથી અધિક ઉપર કે નીચે ચોલપટ્ટો રાખે તો વસ્ત્રધારણનો અધ્યવસાય થાય છે અને શાસ્ત્રમર્યાદાનો અનાદર થાય છે.
આ રીતે ચોલપટ્ટો અથવા પડલા ધારણ કરીને, જ્યાં અતિચારોનું આલોચન કરવાનું છે તે સ્થાનમાં, પગના આગળના ભાગમાં ચાર આંગળનું અંતર રાખીને સાધુ કાઉસ્સગ્નમુદ્રામાં ઊભા રહે, અને જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથમાં રજોહરણ રાખે.
આ રીતે કાયોત્સર્ગમાં ઊભા રહીને સાધુ ભિક્ષા ગ્રહણ કરવામાં લાગેલા સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે, અને તે ચિંતવનમાં પોતે ભિક્ષા માટે નીકળેલ ત્યારથી માંડીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો, ત્યાં સુધીમાં પોતે જે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી અને જે છેલ્લી ભિક્ષા પ્રાપ્ત કરી તે સર્વ વિષયક લાગેલા દોષોનું મનમાં ચિંતવન કરે, જે કારણથી કાયોત્સર્ગ પાર્યા પછી સાધુએ તે સર્વ દોષો ગુરુને નિવેદન કરવાના છે. H૩૧૮/૩૧૯/૩૨all
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org