________________
૧૨૦
પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભિક્ષા' દ્વાર / ગાથા ૩૧૨-૩૧૩ આથી પ્રથમ નૈષેધિકી દ્વારનું વર્ણન કર્યા પછી પાદપ્રમાર્જન દ્વારનું વર્ણન કરતાં ગ્રંથકાર કહે છે કે ભિક્ષાચર્યાથી પાછા આવ્યા પછી ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે જો કોઈ ગૃહસ્થ ત્યાં હોય નહીં, તો સાધુ ઓવાથી પોતાના પગનું પ્રમાર્જન કરીને અંદર પ્રવેશ કરે.
આશય એ છે કે ભિક્ષાટન કરતી વખતે પગમાં સચિત્ત રજકણ વગેરે કાંઈ લાગેલ હોય તો તેને દૂર કરવા માટે સાધુ ઓધાથી પગનું પ્રમાર્જન કરે છે, અને કોઈ સચિત્ત રજ આદિ હોય તો તેને ઉચિત સ્થાને મૂકે છે, જેથી તે જીવોને કિલામણા ન થાય.
અહીં પ્રશ્ન થાય કે કોઈ ગૃહસ્થ ન હોય તો જ સાધુ પાદપ્રમાર્જન કેમ કરે છે? તેથી કહે છે –
ગૃહસ્થો ન હોય ત્યારે યતના આદિ સમ્યગું થઈ શકે છે; કેમ કે ગૃહસ્થની દેખતાં સાધુ ઓઘાથી પગનું પ્રમાર્જન કરે તો ગૃહસ્થને થાય કે સાધુઓ ધર્મના ઉપકરણથી પગનું પ્રમાર્જન કરે છે, અને તે ધર્મના ઉપકરણને સાથે રાખીને સ્વાધ્યાયાદિ કરે છે, તેથી આ લોકોનો ધર્મ શૌચ વગરનો છે, અને તેમ વિચારીને તે ગૃહસ્થને ધર્મ પ્રત્યે અનાદર થાય. તેથી ગૃહસ્થને ધર્મ પ્રત્યે અનાદર ન થાય તે માટે સાધુઓ સાગારિક ન હોય તો બે પગનું પ્રમાર્જન કરે. li૩૧રા અવતરણિકા:
अञ्जलिद्वारं व्याचिख्यासुराह - અવતરણિકાર્ય :
વસતિમાં પ્રવેશનની ક્રિયાનાં પાંચ દ્વારા ગાથા ૩૧૧માં બતાવેલ, તેમાંથી “પાદપ્રમાર્જન' દ્વાર અને નિષેધિકી' દ્વારનું પૂર્વગાથામાં વ્યાખ્યાન કર્યું. હવે “અંજલિ' દ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે –
ગાથા :
हत्थुस्सेहो सीसप्पणामणं वाइओ नमुक्कारो ।
गुरुभायणे पणामो वायाए नमो ण उस्सेहो ॥३१३॥ दारं ॥ અન્વયાર્થઃ
હલ્યુસેદો હસ્તનો ઉય, સીસUSTમાં શિરથી પ્રણમન, વા નમુક્તિરોવાચિક નમસ્કાર (કરાય છે.) પુરુમાયો ગુરુ ભાજન હોતે છતે=હાથમાં ગોચરીથી ભારે પાત્રા હોતે છતે, પUTો પ્રણામ (અને) વાયા નમો વાચાથી નમસ્કાર કરાય છે,) સોદો =(પરંતુ હાથનો) ઉછૂય કરાતો નથી. ગાથાર્થ :
હસ્તનો ઉછૂચ, શિરથી પ્રણમન, વાચિક નમસ્કાર કરાય છે. હાથમાં ગોચરીથી ભારે પાડ્યા હોતે. છતે પ્રણામ અને વાચાથી નમસ્કાર કરાય છે, પરંતુ હાથનો ઉછૂય કરાતો નથી. ટીકાઃ
हस्तोच्छ्यो-ललाटे तल्लगनलक्षणः, शिरःप्रणमनं-तदवनामलक्षणं, वाचिको नमस्कार इति 'नमः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org