________________
૩૦૬
પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૬ * “સૂત્રાપારપ્પાનાવિના" માં માત્ર શબ્દથી સર્વત્ર અભિમ્પંગની નિવૃત્તિનું ગ્રહણ કરવાનું છે. * “વપત્રિાર” માં મારિ પદથી ભિક્ષાદિનો સંગ્રહ છે. ટીકાર્ય
અને ત્યાં પણ = અન્નના ગ્રહણાદિમાં પણ, સૂત્રાજ્ઞાનું = ભગવાનની આજ્ઞાનું, સંપાદન હોવાથી ધર્મધ્યાન છે અને સર્વત્ર જ અભિવંગની નિવૃત્તિ હોવાથી આશંસા નથી; અને જે કારણથી આમ છે= અન્નગ્રહણાદિમાં ધર્મધ્યાન છે અને આશંસા નથી એમ છે, તે કારણથી, ત્યાં પણ = અન્નગ્રહણાદિમાં પણ, સુખ જ છે. આ રીતે ઉક્ત ન્યાયથી સૂત્રાશાનું સંપાદનાદિ હોવાથી સાધુ સંબંધી વસ-પાત્રાદિરૂપ સર્વ અનુષ્ઠાન સુખાવહ વિષેય થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
મુનિને સાંસારિક કોઈ પદાર્થોમાં આશંસા હોતી નથી, તેથી આહાર ગ્રહણ કરવાની કે વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવાની પણ મુનિને આશંસા નથી. આમ છતાં મુનિને પોતાનામાં પ્રગટેલા નિરાશંસ ભાવનો પૂર્ણ પ્રકર્ષ કરવાની ઈચ્છા હોય છે, જેનો ઉપાય ભગવાનની આજ્ઞા પ્રમાણેની ઉચિત પ્રવૃત્તિ છે. તેથી આહાર ગ્રહણ કરવા વગેરેની પણ ઇચ્છા નહીં હોવા છતાં સંયમની વૃદ્ધિ અર્થે દેહનું પાલન કરવાની જિનાજ્ઞાનું સ્મરણ કરીને વિધિપૂર્વક આહારગ્રહણાદિમાં મુનિ ઉપયુક્ત હોય છે. તેથી અન્નગ્રહણાદિની ક્રિયામાં પણ મુનિનું ચિત્ત ધર્મધ્યાનની વૃદ્ધિ કરે છે, જેથી અન્નગ્રહણાદિમાં પણ મુનિ સુખનો અનુભવ થાય છે.
આ રીતે સાધુને વસ્ત્ર-પાત્રાદિના ગ્રહણ વગેરે સર્વ અનુષ્ઠાનો ધર્મધ્યાનની વૃદ્ધિ દ્વારા ચિત્તની સ્વસ્થતારૂપ સુખની વૃદ્ધિ કરનારાં થાય છે. ૨૧૬ll અવતરણિકા : ___ एवं भावयतः सूत्रोक्ता चेष्टा सुखदैव, तदन्यस्य तु दुःखदेति सिद्धसाध्यता, तथा चाह - અવતરણિકાર્ય :
આ રીતે-ગાથા-૨૦૮ થી ર૧૬માં ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે, ભાવન કરતા એવા સાધુને સૂત્રમાં કહેવાયેલી ચેષ્ટા=સાધુ સંબંધી ક્રિયા, સુખ દેનારી જ થાય છે. વળી તેનાથી અન્યને=આ રીતે ભાવન કરતા સાધુથી અન્ય સાધુને, અર્થાત્ જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી આ પ્રકારની ભાવના કરતા નથી, શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતા નથી અને શાસ્ત્રથી ભાવિત મતિવાળા નહીં હોવાથી અનુકૂળતાની સ્પૃહાવાળા છે, તેવા સાધુને, સૂત્રોક્ત આહારગ્રહણાદિની ચેષ્ટા દુ:ખને દેનારી છે, એથી કરીને સિદ્ધની સાધ્યતા છે, અર્થાત્ જેઓ શાસ્ત્રવચનોને ભાવતા નથી અને સૂત્રમાં કહેલી ચેષ્ટાઓ પણ કરતા નથી, પરંતુ સંયમ ગ્રહણ કરીને જેઓ મનસ્વી રીતે જીવે છે, તેવા સાધુઓના અગારવાસનો પરિત્યાગ પાપના ઉદયથી છે, એ કથન ગ્રંથકારને પણ સિદ્ધ છે અને તેને જ પૂર્વપક્ષી સાધી રહ્યો છે. તેથી ગાથા-૧૮૦ માં પૂર્વપલએ આપેડ પ્રસંગદોષમાં સિદ્ધની સાધ્યતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org