________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થી દ્વાર | ગાથા ૧૯૦
૨૬૩
ગાથા :
कइया सिज्झइ दुग्गं? को वामो मज्झ वट्टए ? कह वा। जायं इमं? ति चिंता पावा पावस्स य निदाणं ॥१९० ॥
અન્વયાર્થ :
વફા સિ ?–દુર્ગ ક્યારે સધાશે ? વ મ વામો વટ્ટ?=કોણ મને વામ=પ્રતિકૂલ, વર્તે છે? દ વા=અથવા કેવી રીતે રૂમં=આ=રાજાનું પ્રતિકૂલપણું, ના?=થયું ? તિ એ પ્રકારની ચિંતા પવ=ચિતા પાપરૂપ છે પાવસ ય નિલાઈi=અને પાપનું નિદાન છે=કારણ છે. ગાથાર્થ : | દુર્ગ ક્યારે જિતાશે ? કયો રાજા મને પ્રતિકૂલ વર્તે છે? અથવા કેવી રીતે રાજાનું પ્રતિકૂલપણું થયું? એ પ્રકારની ચિંતા પાપરૂપ છે અને પાપનું કારણ છે. ટીકા : ___ कदा सिध्यति दुर्ग = बलदेवपुरादि? को वामः = प्रतिकूलो मे नरपतिर्वर्त्तते? कथं वा जातमिदम् =
अस्य वामत्वं ? इति = एवंभूता चिन्ता पापा, सङ्क्लिष्टार्तध्यानत्वात्, पापस्य च निदानं कारणम्, आर्तध्याનિત્વાતિ માથાર્થ: I ૨૨૦ ટીકાર્ય :
દુર્ગ = બલવાળા દેવના પુરાદિ = બળવાન રાજના નગરાદિ, ક્યારે સધાશે? ક્યો નરપતિ મને નામ = પ્રતિકૂલ, વર્તે છે? અથવા કેવી રીતે આ = આનું વામ7 = રાજાનું પ્રતિકૂલપણું, ઉત્પન્ન થયું? એ પ્રકારની ચિંતા પાપરૂપ છે; કેમ કે સંક્લિષ્ટ = સંક્લેશવાળું, આર્તધ્યાનપણું છે, અને પાપનું નિદાન છે. = કારણ છે; કેમ કે તે પ્રકારની ચિંતામાં આર્તધ્યાનપણું જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પાપાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા વૈભવમાં પણ જીવને અત્યંત રોગ થાય છે અને જો રાજા હોય તો તે રાગના કારણે તે વિચારે કે બળવાન રાજાનાં નગર વગેરે હું ક્યારે સાધી લઇશ?, જેથી મારું રાજય મોટું થાય? વળી કોઈ બળવાન રાજા પોતાને પ્રતિકૂળ હોય તો તે વિચારે કે કયો રાજા મને પ્રતિકૂળ છે?, જેથી હું તે પ્રતિકૂળતાને દૂર કરું? અથવા તો તે વિચારે કે આ રાજાનું પ્રતિકૂલપણું કેવી રીતે થયું?, જેથી ઉપાય સેવીને તે રાજાનું પ્રતિકૂલપણું હું દૂર કરું?
આ પ્રકારની ચિંતા પાપાનુબંધી પુણ્યથી મળેલા વૈભવથી થાય છે, જે સંક્લેશવાળું આર્તધ્યાન હોવાથી પાપરૂપ છે અર્થાત્ જીવના પાપી અધ્યવસાય સ્વરૂપ છે, જે ભવિષ્યમાં અનર્થને પેદા કરાવે તેવી પાપ પ્રકૃતિના બંધનું કારણ છે; કેમ કે આવી ચિંતા આર્તધ્યાનરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org