________________
૨૪૦
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૦૪
ગાથાર્થ :
દીક્ષાના પ્રક્રમમાં વિરતિનો પરિણામ હોતે છતે પણ આજ્ઞાની આરાધના હોવાને કારણે જ શેષ અનુષ્ઠાનની જેમ આ અનુષ્ઠાન વિફળ નથી જ થતું.
ટીકા :
भवत्यपि तस्मिन्= विरतिपरिणामे विफलं न खल्विति नैव इदं = चैत्यवन्दनादि भवति अत्र = प्रक्रमेऽनुष्ठानं, किन्तु सफलमेव शेषानुष्ठानमिव = उपधिप्रत्युपेक्षणादिवत्, कुत इत्याह- आज्ञाऽऽराधनात एव = તીર્થોपदेशानुपालनादेव, भगवदुपदेशश्चायमिति गाथार्थः ॥ १७४ ॥
* ‘“હોંતેઽવિ’’ માં ‘અપિ’ શબ્દથી એ કહેવું છે કે વિરતિનો પરિણામ નહીં હોતે છતે તો વિરતિનો પરિણામ પ્રગટ કરવા માટે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સફળ થાય છે જ, પરંતુ વિરતિનો પરિણામ હોતે છતે પણ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સળ જ થાય છે.
ટીકાર્ય :
अत्र = प्रक्रमे तस्मिन् = विरतिपरिणामे भवत्यपि इदं = चैत्यवन्दनादि अनुष्ठानं विफलं न खलु इति नैव મવતિ, વિન્તુ શેષાનુષ્ઠાન વ=તધિપ્રત્યુપેક્ષાવિવત્ સામેવ અહીં=પ્રક્રમમાં=દીક્ષાગ્રહણની વિધિના પ્રસ્તાવમાં, તે=વિરતિનો પરિણામ, હોતે છતે પણ આચૈત્યવંદનાદિ, અનુષ્ઠાન વિફલ નથી જ થતું, પરંતુ શેષ અનુષ્ઠાનની જેમ=ઉપધિની પ્રત્યુપેક્ષણા વગેરેની જેમ, સફળ જ થાય છે.
ત:? કૃત્યા૪ - ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કયા કારણથી વિફલ નથી થતું ? એથી કહે છે
આજ્ઞાઽરાધનાત વ=તીર્થવોપવેશાનુપાતનાત્ વ કેમ કે આજ્ઞાની આરાધના જ છે—તીર્થંકરના ઉપદેશનું અનુપાલન જ છે.
અયં ચ માવલુપવેશ: અને આ=વિરતિનો પરિણામ હોતે છતે પણ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી જોઇએ એ, ભગવાનનો ઉપદેશ છે.
કૃતિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા-૧૬૭ માં પૂર્વપક્ષીએ કહેલ કે દીક્ષાગ્રહણ કરતાં પહેલાં જેને ભાવથી વિરતિનો પરિણામ પ્રગટ થયેલો હોય, તેને ચૈત્યવંદન આદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણની ક્રિયા વિફલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે જેમ કોઇ સાધુને ભાવથી સંયમ પ્રગટી ગયું હોય તોપણ તેની ઉપધિનું પડિલેહણાદિ ક્રિયાઓ વિફળ નથી, તેમ દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં વિરતિનો પરિણામ ભાવથી થઇ ચૂકેલો હોય, તોપણ ચૈત્યવંદન આદિની વિધિપૂર્વક સામાયિકના આરોપણની ક્રિયા વિફળ નથી જ.
અહીં પ્રશ્ન થાય કે વિરતિના પરિણામનું કાર્ય ઉપધિનું પડિલેહણાદિ ક્રિયાઓ છે, તેથી ભાવથી સંયમવાળા સાધુની પ્રત્યુપેક્ષણાદિની ક્રિયાઓ વિફળ નથી થતી; પરંતુ ભાવથી સંયમ પ્રગટી ગયું હોય તેવા જીવને ચૈત્યવંદનાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org