________________
સંકલના | પ્રવજ્યાવિધાનવસ્તુક થાય છે, તેનું નિરાકરણ કરીને રજોહરણથી કઈ રીતે જીવરક્ષા થાય છે અને રજોહરણ વગર સંયમનું પાલન કેમ શક્ય નથી? તે સર્વનું ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં વર્ણન કરેલ છે, જેથી વિચારકને બોધ થાય કે રજોહરણ પોતાની પાસે રાખવા માત્રથી નિર્જરાનું કારણ બનતું નથી, પરંતુ રજોહરણનો ઉચિત રીતે ઉપયોગ કરવાથી રજોહરણ દ્વારા જીવરક્ષા થવાને કારણે રજોહરણ નિર્જરાનું કારણ બને છે.
આ રીતે યોગ્ય જીવોને વિધિપૂર્વક પ્રવ્રજયા આપ્યા પછી ગીતાર્થ ગુરુ હિતશિક્ષા આપે છે, જે સાંભળવાથી શિષ્યોને સંવેગની વૃદ્ધિ થાય છે અને શિષ્યોનું સંયમને અનુકૂળ વીર્ય ઉત્કર્ષવાળું થાય છે, અને દીક્ષા ન લઈ શકે તેવા પણ દીક્ષાના અધિકારી જીવોનું સંયમને અનુકૂળ એવું વીર્ય ઉલ્લસિત થાય છે, જેનું રોચક સ્વરૂપ ગાથા ૧૫૫ થી ૧૬૩ દર્શાવેલ છે.
વળી, પ્રવ્રયા પદાર્થ શું છે? પ્રવ્રજ્યા સ્વીકારવા માટે વિધિની આવશ્યકતા કેમ છે? તેનો બોધ કરાવવા અર્થે ગાથા ૧૬૪ થી પૂર્વપક્ષનું ઉલ્કાવન કરતા ગ્રંથકાર કહે છે કે પ્રવ્રયા સંપૂર્ણ સાવઘયોગોની નિવૃત્તિરૂપ છે, તેથી સાવઘયોગોના પરિહાર માટે યત્ન કરવો જોઈએ, પરંતુ પ્રવ્રજ્યાની ચૈત્યવંદનાદિ વિધિનું શું પ્રયોજન છે? કેમ કે આ ચૈત્યવંદનાદિ વિધિ કર્યા વિના ભરતાદિ મહાપુરુષોને વિરતિનો પરિણામ થયો હતો અને ચૈત્યવંદનાદિ વિધિ કરવા છતાં અંગારમર્દનાચાર્યાદિને વિરતિનો પરિણામ થયો નહીં, માટે વિરતિના પરિણામની નિષ્પત્તિમાં ચૈત્યવંદનાદિ પ્રવ્રજયાની વિધિ કારણ નથી.
આ પ્રકારના પૂર્વપક્ષીનું નિરાકરણ કરતાં ગ્રંથકારે ખુલાસો કર્યો કે પ્રવ્રયા વિરતિના પરિણામરૂપ છે અને પ્રવ્રજયાની ચૈત્યવંદનાદિ વિધિ અત્યંત ઉપયોગપૂર્વક કરવાથી દીક્ષાર્થીનો પ્રવ્રજયાને અભિમુખ વર્તતો ભાવ વિરતિના પરિણામનું કારણ બને છે, આથી અત્યંત ઉપયોગપૂર્વક પ્રવ્રજયાની વિધિમાં યત્ન કરવામાં આવે તો વ્રજ્યાના સ્વીકાર સાથે દીક્ષાર્થી વિરતિના પરિણામવાળા થાય છે.
વળી, દીક્ષાર્થી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રયા ગ્રહણ કરીને વિચારે કે “અમે પ્રવ્રજિત છીએ, તેથી હવે અમારે આ રીતે આચરણા કરવી જોઈએ” તો, તેને પ્રવ્રજયા ગ્રહણ કરતી વખતે વિરતિનો પરિણામ ન થયો હોય તોપણ પ્રતિજ્ઞાને અનુરૂપ સંયમની ક્રિયાના બળથી પાછળથી પણ વિરતિનો પરિણામ થાય છે. માટે વિરતિપરિણામની નિષ્પત્તિમાં પ્રવ્રજ્યાનું વિધાન પ્રબળ કારણ હોવાથી યોગ્ય જીવોને ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રયા આપવામાં આવે છે.
વળી, પ્રવ્રજ્યા માત્ર બાહ્ય ક્રિયાઓથી મોક્ષનું કારણ બનતી નથી, એમ જણાવવા અર્થે કેટલાક વાદીઓના મતનું ઉલ્કાવન કરતાં ગ્રંથકાર કહે છે કે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ ગૃહવાસનો ત્યાગ પાપના ઉદયથી થાય છે, કેમ કે સાધુને ભોજન, રહેવાનું સ્થાન વગેરેની પ્રાપ્તિની ચિંતા રહે છે, તેથી તેઓ ધર્મધ્યાન કરી શકે નહીં. તેથી કલ્યાણના અર્થીએ ગૃહવાસનો ત્યાગ કરવાને બદલે પોતાની આજીવિકા પૂરતાં ધનાદિને પ્રાપ્ત કરીને ગૃહકર્તવ્યમાં મૂઢ થયા વગર સંતોષપૂર્વક પરોપકારમાં તત્પર થઇને ધર્મધ્યાનમાં યત્ન કરવો જોઈએ, જેથી આત્મહિત સાધી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org