SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૧૩ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) નયપ્રાભૃત–દિદ્ધિવાયના વિભાગોમાં ‘પુથ્વગય નામનો વિભાગ મહત્ત્વનું અગ્રિમ સ્થાન ભોગવે છે. એના ચૌદ પેટાવિભાગો છે. એ દરેકને “પુલ્વ' (પૂર્વ) કહે છે. પાંચમા પુવનું નામ “નાણપ્પવાય” છે. એના જ એક અંશનું નામ “નયપ્રાભૃત’ હોય એમ લાગે છે. આ નયપ્રકૃતનો ઉલ્લેખ મલ્યવાદી ક્ષમાશ્રમણે વિધિનિયમથી શરૂ થતા પદ્યના ભાષ્યમાં પૂર્વરૂપ મહાસાગરના તરંગ તરીકે કર્યો છે. આ નયપ્રાભૃત અદ્યાપિ અનુપલબ્ધ છે. એનું નામ વિચારતાં એમાં નયોનું નિરૂપણ હશે. નયાવતાર–આનો ઉલ્લેખ સિંહસૂરિગણિએ ન્યાયાગમાનુસારિણી નામની પોતાની વૃત્તિના અંતમાં કર્યો છે. ત્યાં સન્મતિ પછી એનો નિર્દેશ છે. એ ઉપરથી મુનિશ્રી જંબૂવિજયજીએ એવું સૂચન કર્યું છે કે એ સિદ્ધસેન દિવાકરની કૃતિ હશે. ગમે તેમ પણ એ દ્વાદશારનચક્ર નામની મલવાદીની કૃતિ કરતાં પહેલાંની રચના છે અને એ આજે ઉપલબ્ધ નથી. એમાં નયોનું વિશદ નિરૂપણ હશે. સપ્તશતારનયચક્ર–આ કૃતિ આજે મળતી નથી. એ પહેલાં હતી એમ પાઈયટીકા (પત્ર૬૮૮)માં અને અણુઓગદારની ગા-૧૩૯ની હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર-૨૬૭આ)માં ઉલ્લેખ છે. એ ૭૦૦ નયોના નિરૂપણરૂપ હતી. ન્યાયગમાનુસારિણીના અંતમાંના ઉલ્લેખ અનુસાર સનવશતારનયચક્રાધ્યયનને અનુસરીને સન્મતિ અને નયાવતાર રચાયા છે અને એ તેમજ રે ૧૧૪ સપ્તશતારનયચક્રાધ્યયન વિદ્યમાન હોવા છતાં દ્વાદશારનયચક્ર રચાયું છે. એનું કારણ આ ટીકામાં દર્શાવાયું છે. પ્રસ્તુત કૃતિના નામ ઉપરથી એ ફલિત થાય છે કે એમાં ૭00 આરાવાળું નયચક્ર હશે અને એમાં નૈગમાદિ સાત નયો પૈકી પ્રત્યેકના સો સો પ્રકારોને સ્થાન અપાયું હશે. શતારનયચક્રાધ્યયન-ન્યાયાચાર્યે દ્રવ્યગુણપર્યાયરાસની ૪૮મી કડી ઉપર જે ટબ્બો રચ્યો છે તેના પૃ-૩૭માં આ કૃતિનો ઉલ્લેખ છે. આ કૃતિ અત્યાર સુધી કોઈ સ્થળે હોય એમ જોવા-જાણવામાં નથી. એનું નામ વિચારતાં એમ લાગે છે કે એ સો આરાવાળું નયચક્ર હશે. આમાં નૈગમાદિ સાત નયોને કેવી રીતે સ્થાન અપાયું હશે તે જાણવું બાકી રહે છે. દ્વાદશારાયચક્ર(લ. વિ. સં. ૪૧૪)–આ તાર્કિકરત્ન ક્ષમાશ્રમણ મલવાદીને મળેલું કે એમણે રચેલું નિમ્નલિખિત એક પદ્યરૂપ છે :૧. જુઓ “દશિરે નવેમ્' (વિ. ૧)ની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૪૮). ૨. “જેહનો ભેદ અભેદ જ તેહનો રૂપતરસંયુતનો રે, રૂપાંતરથી ભેદ જ તહેનો, મૂલ હેતુ નય શતનો રે.-૪૮” ૩. આને સંક્ષેપમાં “નયચક્ર' કહે છે. એ સિંહસૂરિકૃત વૃત્તિ સહિત છાણીની “શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં | અનુક્રમે વિ. સ. ૨૦૦૪, ૨૦૦૭, ૨૦૧૩ અને ૨૦૧૬માં છપાયેલ છે. પહેલા ભાગમાં આરા ૧-૨, બીજામાં ૩-૬, ત્રીજામાં ૭-૮ અને ચોથામાં ૯-૧૨ને સ્થાન અપાયું છે. બીજા ભાગમાં આગલા પૂંઠા ઉપર તાદશાનયચક્રનું આલેખન છે. ચોથા ભાગમાં પં. વિક્રમવિજયગણિનું પ્રાકકથન છે. એનો મારો અંગ્રેજી અનુવાદ એમાં છપાયો છે ખરે પરંતુ એનાં મુદ્રણ પત્રો અંગ્રેજી બરાબર નહિ જાણનારે તપાસ્યાં હોઈ એમાં અનેક મુદ્રણદોષો ઉંદ્ભવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy