________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૩ અનેક વિધ 6. વિગતો જોડવા પૂર્વક પુનઃપ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે ઘણી હર્ષ ((, થાય છે.
. આ ભાગમાં દર્શન, ન્યાય, યોગ, ચરણકરણ, અનુષ્ઠાન અને
છે, મન્ત્ર-તત્ર વિષયક સાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. સંપાદકીય છે
આ ઉપરાંત ખંડન-મંડન વિષયક ચર્ચા-સાહિત્ય, પ્રાકૃતકૃતિ P) ઉપરની સંસ્કૃતટીકા, અજૈનગ્રંથો પરના જૈનવિવરણો, ઉત્કીર્ણલેખ સ્થ વિષયક સાહિત્યનો પણ પરિચય અપાયો છે.
પ્રસ્તુત ભાગમાં પણ અનુલેખ, શુદ્ધિવૃદ્ધિપત્રકની વિગતો પણ યથાયોગ્ય સ્થલે જોડી દીધી છે. શુદ્ધિપત્રક, પરિમાર્જન વગેરે પ્રમાણે
6) સુધારા કરી દીધા છે. 9
પૃષ્ઠકો વિષે : જુની આવૃત્તિના પૃષ્ઠકો દરેક પેજમાં જે ° પંક્તિમાં જે પેજ શરૂ થતું હોય તે ક્રમાંક P લખવાપૂર્વક આપ્યો છે. એકી પેજના મથાળે પણ પ્ર. આ. પૂર્વક આપ્યા છે.
નવી આવૃત્તિના પૃષ્ઠકો માટે સર્વત્ર અંગ્રેજીમાં પ્રચલિત અંકો 1,2,3, વગેરેનો કર્યો છે.
ઉપોદઘાત વિષે પ્રસ્તુત ઇતિહાસના ભાગ-૧ અને ભાગ-૨ની જેમ ભાગ-૩નો ઉપોદ્યાત, વિષય પ્રદર્શન અને સંકેત સૂચી પણ શ્રી કાપડિયાએ તૈયાર કર્યા હતા, પણ એ ૪ ફર્મા ભાગ ૩ના બાઈન્ડીંગમાં બાંધવા રહી ગયેલા અને પાછળથી એનું અલગ નાની પુસ્તિકા રૂપે ‘શ્રી મુક્તિ-કમલ જૈન મોહનમાલા' દ્વારા પ્રકાશન થયું હતું. આ પુસ્તિકા અમને મોડે મોડે પણ લા. દ. વિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થઈ. આથી પ્રસ્તુત વિભાગમાં ઉપદ્યાત અને સંકેત સૂચી આપવામાં આવી છે.
આ પૂર્વે અમે વિસ્તૃત વિષયાનુક્રમ તૈયાર કરી દીધો હતો અને પરિશિષ્ટમાંથી ઉપોદઘાતગત શબ્દોના અંકો હટાવી દીધા હતા.
પરિશિષ્ટો : આ ભાગમાં પણ પૂર્વના ભાગોની જેમ અકારાદિ શબ્દસૂચી ત્રણ ભાગમાં આપી છે.
સંપાદકીય ઉમેરણ : પ્રસ્તુત આવૃત્તિ માત્ર પુનર્મુદ્રણ નથી પરંતુ અનેકવિધ માહિતી આમાં જોડીને વધુ વિગત-સભર બનાવવા પ્રયાસ કર્યો છે. જે કાંઈ ઉમેરા કર્યા છે તે [] ચોરસ કૌંસમાં મુક્યા છે. આવા ઉમેરાની ટુંક-વિગત આ પ્રમાણે છે. [અંગ્રેજી અંકો પૃષ્ઠાંક સૂચવે છે.] A તે ગ્રન્થ પ્રકાશિત થયાની માહિતીઃ પૃષ્ઠ 1 ટિ. ૧ B તે ગ્રન્થના વિશિષ્ટ સંસ્કરણની વિગતઃ 28 ટિ, ૨, 85, 120, 153, ટિ. ૧, 189 C તે ગ્રન્થની ટીકા, અવચૂરી વગેરે પ્રગટ થયાની વિગતઃ પૃષ્ઠ 1, ટિ. ૧, 4 ટિ. ૧53 ટિ. ૩,
54 ટિ. ૮, 83
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org