SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. આ. પ૬-૬૦] ૩૧ આમાં અનુક્રમે ૧૧, ૧૬, ૮ અને ૧ સર્ગ છે. આમ ચારે વિભાગનું નિરૂપણ ૩૬ સર્ગમાં પૂરું થાય છે. ત્યાર પછીનો ૩૭મો સર્ગ આ ચારે વિભાગની અનુક્રમણિકા પૂરી પાડે છે. અંતમાં કર્તાએ પ્રશસ્તિ દ્વારા સુધર્મસ્વામીથી માંડીને આ ગ્રંથના રચનાસમય સુધીના સૂરિઓની પરંપરા આપી છે. પોતાનું સમગ્ર વંશવૃક્ષ રજૂ કર્યું છે. એમણે આ પ્રશસ્તિમાં કહ્યું છે તેમ આ પ્રશસ્તિ એમણે વિ. સં. ૧૭૦૮માં વૈશાખ સુદ પાંચમે જુનાગઢમાં ગણધર 'વિજયપ્રભના રાજ્યમાં રચી છે. પરિમાણ– મૂળ ગ્રંથ પદ્યમાં છે. એની સંખ્યા ૧૫૫૫૯ની ગણાવાય છે. સાક્ષી પાઠોનો ગ્રંથાગ્ર ઉમેરતાં એકંદર પરિમાણ ૨૦૬૨૨ શ્લોકનું હોવાનું જણાય છે. વિષય- જૈન દર્શનના સર્વ વિષયોની સંગ્રહ (encyclopedia)- રૂપ આ પ્રથમ સર્ગમાં ત્રણ પ્રકારના અંગુલ, રજુ, પલ્યોપમ, સાગરોપમ, ગુણાકાર, ભાગાકાર, સંખ્યાના પ્રકારો ઇત્યાદિ વિષે P ૫૯ માહિતી અપાઈ છે. સ. રમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાયનું તેમ જ સિદ્ધનું સ્વરૂપ વર્ણવાયું છે. સ. ૩માં સંસારી જીવોના નિરૂપણ માટે ઉપયોગી ૩૭ દ્વારા વિષે સમજણ અપાઈ છે. સ. ૪-૯માં પૃથ્વીકાયથી માંડીને નારકોનું આ કારોને લક્ષીને નિરૂપણ કરાયું છે. સ. ૧૦માં સર્વ જીવોના ભવનો સંવેધ દર્શાવાયો છે. સાથે સાથે અલ્પબદુત્વ અને કર્મપ્રકૃતિઓ વિષે પ્રકાશ પડાયો છે. સ. ૧૧ પુદ્ગલાસ્તિકાયના નિરૂપણરૂપ છે. આમ ૧૧ સર્ગમાં દ્રવ્યલોક પૂર્ણ કરાયો છે. સ. ૧૨માં ક્ષત્ર, દિશા, રજ્જુ, ખંડુ વગેરેનું સ્વરૂપ વિચારાયું છે. સ. ૧૩માં ભવનપતિ વિષે અને સ. ૧૪માં સાત નરક વિષે વિસ્તારથી વિચાર કરાયો છે. સ. ૧૫ તિર્ય-લોકનું સ્વરૂપ પૂરું પાડે છે. અહીં વિવિધ દ્વીપો અને સમુદ્રોનું વર્ણન છે. વિશેષમાં અહીં વિજયદેવની ઋદ્ધિનું વિસ્તૃત આલેખન છે. સ. ૧૬માં “ભરત” ક્ષેત્ર અને ૫૬ અંતરદ્વીપની હકીકત છે. સ. ૧૭ “મહાવિદેહ ક્ષેત્ર વિષે અને સ. ૧૮ “મેરુપર્વત’ વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. P ૬૦ સ. ૧૯ “નીલવંત’ પર્વત, રમ્યક્ ક્ષેત્ર અને “ઐરાવત’ ક્ષેત્ર ઉપર પ્રકાશ પાડે છે. સ. ૨૦ સૂર્ય-ચંદ્રની ગતિનું, નિત્ય-રાહુ અને પર્વ-રાહુનું તેમ જ ૧૫ દ્વાર દ્વારા નક્ષત્રોનું નિરૂપણ રજૂ કરે છે. ૧. એઓ વિજયસિંહસૂરિ પછી થયાનું આ પ્રશસ્તિમાં કહ્યું છે. એથી એવો પ્રશ્ન ઉઠાવાયો છે કે વિજયસિંહસરિ તો વિ.સં. ૧૭૦૯માં સ્વર્ગ સંચર્યા તેમ છતાં વિ.સ. ૧૭૧૦માં આચાર્ય બનનારા વિજયપ્રભનું નામ આ પ્રશસ્તિમાં કેમ છે ? ૨. જુઓ શાન્તસુધારસ (ભા. ૨)નું વિવેચન (પૃ. ૮૮, પ્રથમ આવૃત્તિ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy