SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : પ્રિ. આ. ૨૯-૩૨] ૧૭ ત્રિસૂટ્યાલોક– ત. સૂ. (અ. ૫, ૨૯-૩૧)ને અંગે ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આ કૃતિ કે પછી એ અન્યકર્તુક કૃતિ ઉપર વિવરણ રચેલ છે પરંતુ મૂળ કૃતિ કે એના વિવરણની અદ્યાપિ એક પણ = ૩૧ હાથપોથી મળી આવી નથી. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૧૭, ૮૧, ૧૪૫ અને ૧૮૦). શિવકોટિની ટીકા- કેટલાક અર્વાચીન દિ, શિલાલેખો ઉપરથી એમ જણાય છે કે દિ. શિવકોટિએ ત. સૂ. ઉપર ટીકા રચી હશે. ગમે તેમ પણ આજે તો એ મળતી નથી. આ શિવકોટિને કેટલાક દિ. સમન્તભદ્રના શિષ્ય ગણે છે.* ગન્ધહસ્તિ-મહાભાષ્ય- આ ત. સૂ. ને અંગેનું વિવરણ છે. અને એના કર્તા દિ. સમન્તભદ્ર છે એમ અષ્ટસહસ્ત્રી ઉપરની ટીકા ( )માં દિ. લધુસમન્તભદ્ર અને વિક્રાન્તકૌરવ નામના નાટક ( )માં દિ. હસ્તિમલે કહ્યું છે પરંતુ આમાં એમની ગેરસમજ થઈ હશે એમ લાગે છે, કેમકે નહિ તે આ ભાષ્ય વિષે સર્વાર્થસિદ્ધિ, તત્ત્વાર્થરાજવાર્તિક કે તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં કંઇક તો ઉલ્લેખ હોય ને ? ‘સર્વાર્થસિદ્ધિ – આ ત. સૂ. ઉપરની ૬000 શ્લોક જેવડી ટીકાના કર્તા જૈનેન્દ્ર વ્યાકરણ વગેરેના પ્રણેતા પૂજ્યપાદ છે. એમની કટ્ટર સાંપ્રદાયિકતા આ ટીકામાં ‘કાળ” તત્ત્વ, કેવલજ્ઞાનીઓનો P ૩૨ કવલાહાર, સચેલકત્વ અને માનવી સ્ત્રીની એ જ દેહે મુક્તિ જેવા વિષયોની ચર્ચાના પ્રસંગે તરી આવે છે. પૂજયપાદે પોતાની દિગમ્બરીય માન્યતા પોષવા માટે ભાષ્યમાન્ય સૂત્રપાઠમાં ફેરફાર કર્યો છે, અર્થની ખેંચતાણ કરી છે અને અસંગત અધ્યાહારની કલ્પના પણ કરી છે. ગમે તેમ કરીને એમણે દિગમ્બરીય મન્તવ્યને રજૂ કરવાનો-પકડી રાખવાનો આગ્રહ સેવ્યો છે." સ્વોપજ્ઞ ભાષ્યને સામે રાખીને સર્વાર્થસિદ્ધિ રચાઇ છે એમ એમાં ડગલે ને પગલે ભાષ્યનું જે પ્રતિબિંબ જોવાય છે એ વિચારતાં કહી શકાય. ભાગ્યમાં દાર્શનિકતા છે તેનાં કરતાં વધારે પ્રમાણમાં આ સર્વાર્થસિદ્ધિમાં જોવાય છે. વળી ભાષ્યમાં કરાયેલા સંક્ષિપ્ત નિરૂપણને વિસ્તારવાનું કાર્ય સર્વાર્થસિદ્ધિમાં થયું છે. આમ સાંપ્રદાયિકતા, શૈલીભેદ અને અર્થ વિકાસનો વિચાર કરતાં એ ફલિત થાય છે કે સર્વાર્થસિદ્ધિ ભાષ્ય કરતાં અર્વાચીન છે. ત. સૂ. (અ. ૭, સૂ. ૧૩)ની ટીકામાં સિદ્ધસેન દિવાકરની ત્રીજી દ્વાચિંશિકામાંથી સોળમું પદ્ય ઉધૃત કરાયું છે. આ ઉપરથી સર્વાર્થસિદ્ધિ સિદ્ધસેન દિવાકરના સમય પછીની છે તે વાત સિદ્ધ થાય છે. [‘સર્વાથસિદ્ધિકા દાર્શનિક પરિશીલન' લે. ડો. સીમા જૈન. પ્ર. ભ. ઋષભ. ગ્રંથ. સાંગાનેરથી છપાયું છે.] ૧. જુઓ સ્વામી સમન્તભદ્ર (પૃ. ૯૬). ૨. આ ભારતીય જ્ઞાનપીઠ વ. દ્વારા હિન્દી અનુવાદ સાથે] પ્રકાશિત છે. 3. આ નામની કોઇ બૌદ્ધ કૃતિ હોવાનું મનાય છે. “ખરતરમ્ ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ઉપાધ્યાય કમલસંયમે વિ.સં. ૧૫૪૪માં ઉત્તરઝયણ ઉપર સર્વાર્થસિદ્ધિ નામની વૃત્તિ રચી છે. આ નામ પૂજ્યપાદની પ્રસ્તુત કૃતિ ઉપરથી યોજાયું હશે. આ કમલસંયમે કમ્મસ્થય ઉપર વિ. સં. ૧૫૪૯માં ટીકા રચી છે. એમણે ગુજરાતીમાં ગદ્યમાં સિદ્ધાન્તસારોદ્ધારસમ્યકત્વોલ્લાસ ટિપ્પણ રચ્યું છે. ૪. આનો પરિચય જે. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૧૫, ૧૭, ૧૮, ૨૧, ૨૨, ૨૮ ઇ.)માં મેં આપ્યો છે. ૫. જુઓ ત. સૂ.નો પરિચય (પૃ. ૧૦૫). ૨ ભા.૩on International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy