SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ P ૩૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ આવસય, ઓહનિજ્જુત્તિ, કપ્પ, ચન્દપણત્તિ, જંબૂદીવપણત્તિ, જીવાજીવાભિગમ, જોઈસકાંડગ, 'નન્દીસૂત્ત, પણવણા, પિણ્ડનિજ્જુત્તિ, રાયપ્પસેણઇજ્જ, વવહાર (પીઠિકા),વિવાહપણત્તિ (સયગ ૨)અને સૂરપણત્તિ. વિશેષમાં એમણે નીચે પ્રમાણેના અનાગમિક ગ્રન્થો ઉપર પણ એકેક વૃત્તિ રચી છે : ૧૬ કમ્મપયડિ, ખેત્તસમાસ, છાસીઇ, ત. સૂ., દેવિન્દનરઇન્દપયરણ, ધમ્મસંગહણી, ધર્મસાર, પંચસંગહ, સંગહણી અને સત્તરિયા. એઓ કુમારપાલના સમકાલીન છે. આ મલયગિરિસૂરિએ ત. સૂ. ઉપર ટીકા રચી છે એમ આ સૂરિએ પણવણા (પય ૧૫) ઉપરની વૃત્તિ (પત્ર ૨૯૮૨)માં કરેલા ઉલ્લેખ ઉપરથી અનુમનાય છે પરંતુ ખેદની વાત છે કે એ ટીકા હજુ સુધી તો મળી આવી નથી. શ્વેતામ્બર મુનિવરોની જે સંસ્કૃત ટીકાઓ ઉપલબ્ધ છે તે બધી જ ભાષ્યાનુસારિણી છે એ જોતાં આ અનુપપલબ્ધ ટીકા પણ તેવી જ હશે. ટિપ્પણ– કોઇ શ્વેતામ્બર મુનિએ ત. સૂ. અને એના ભાષ્ય ઉપર સાધારણ કોટિનું ટિપ્પણ રચ્યું છે. એને તત્ત્વાર્થાધિગમપરિશિષ્ટ પણ કહે છે. અ. ૫, સૂ. ૩૧ના ટિપ્પણ (પત્ર ૩૧)માં એમણે સ્યાદ્વાદમંજરીનો ઉલ્લેખ કર્યો છે એટલે એઓ વિક્રમની ચૌદમી સદી પૂર્વે થયા નથી એ વાત ફલિત થાય છે. ×ટીકા—આના કર્તા ‘ન્યાયવિશારદ' ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયગણિ છે. આ ટીકા ભાષ્યાનુસારિણી છે. આ ટીકા માંડમાંડ એક અધ્યાય પૂરતી મળી આવી છે અને તે પણ પાંચમી સંબન્ધકારિકાના અંતભાગથી જ શરૂ થાય છે એટલે કે પહેલી ચારની ટીકા સર્વાંશે નથી અને પાંચમીની નહિ જેવી જ છે. એમના સ્વર્ગવાસને લગભગ અઢીસો વર્ષ જ થયાં છે ત્યાં તો એમની કેટલીયે કૃતિઓ અપ્રાપ્ય બની તેનું કારણ વિચારવું ઘટે. ૧. આ અંગેની વૃત્તિનો પ્રારંભિક ભાગ દાર્શનિક બાબતો અંગે ઉત્તમ સાધન પૂરું પાડે છે. ૨. આની વૃત્તિ બધી વૃત્તિઓમાં સૌથી વિસ્તૃત છે. ૩. આ કૃતિ “શ્રીતત્ત્વાર્થટિપ્પણકમ્” એ નામથી શેઠ માણેકલાલ મનસુખભાઇએ ઇ.સ. ૧૯૨૪માં છપાવી છે. ૪. ત. સૂ.(અ. ૧) તેમ જ એને અંગેનું પાંચમી સંબંધકારિકાથી શરૂ થતું ભાષ્ય જે ન્યાયાચાર્યયશોવિજયગણિકૃત ટીકાથી વિભૂષિત છે તેને શ્રીવિજયોદયસૂરિષ્કૃત પહેલી પાંચ સંબંધકારિકાને અંગેના સંસ્કૃત વિવરણ વડે સંયોજિત કરી શેઠ માણેકલાલ મનસુખભાઈએ ઇ.સ. ૧૯૨૪માં પ્રકાશિત કર્યું છે. [સં. ૨૦૫૧માં પણ છપાયું છે.] ૫. એમના નામધારી યશોવિજયગણિએ ત. સૂ. ઉપર અ. ૪, સૂ. ૧૯ જેવાં સૂત્રોને બાદ કરતાં મોટે ભાગે સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠને લક્ષ્યમાં રાખી સૂત્રોનો ગુજરાતીમાં ટબ્બો રચ્યો છે. તેમ છતાં જ્યાં જ્યાં શ્વેતામ્બર અને દિગમ્બર માન્યતામાં ભેદ આવે છે તે તે સ્થળે શ્વેતામ્બર માન્યતા જ અનુસાર અર્થ કર્યો છે. આમ એમણે પાઠ દિગમ્બરીય સ્વીકાર્યો અને અર્થ શ્વેતામ્બર મતાનુસારી કર્યો તે વિલક્ષણતા ગણાય. આનું કારણ પં. સુખલાલે એમ દર્શાવ્યું છે કે દિગમ્બરોને સાચા અર્થનો બોધ કરાવવો અને બીજી બાજુ દિગમ્બરીય સૂત્રપાઠ સ્વીકારતાં શ્વેતામ્બરોને ભડકવાની જરૂર નથી એમ આ ગણિ સૂચવવા ઇચ્છતા હશે. ગમે તેમ પણ ત. સૂ. નો ગુજરાતીમાં અર્થ કરનાર તરીકે યશોવિજયગણિ સૌથી મોખરે છે. [પ્ર. શ્રુતજ્ઞાનપ્રચારક સભા.] ૬. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૧૫, ૧૭, ૫૮, ૧૪૭, ૧૭૫, ૧૭૬ અને ૧૭૯). આ યશોદોહનમાં ત. સૂ. તેમ જ એની અન્ય કેટલીક ટીકાઓ વિષે મેં કેટલોક નિર્દેશ કર્યો છે. જુઓ એનું ચતુર્થ પરિશિષ્ટ (પૃ. ૪૪૩-૪૪૪). . ૭. ત. સૂ. ઉપર ‘તીર્થોદ્વારક' વિજયનેમિસૂરિજીના શિષ્યરત્ન શ્રીવિજયદર્શનસૂરિએ ટીકા રચી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy