SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૧ P ૨૨ P ૨૩ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ હિન્દી ભાષાંતર છપાયાની નોંધ લેતાં કહ્યું છે કે “આ ભાષાંતર ‘જૈનેતર પંડિતને હાથે થયેલું હોવાથી અતિ અશુદ્ધ છે અને ઘણે ઠેકાણે તો તદ્દન જ ખોટું થયું છે.૧ [આ. રાજશેખરસૂરિ, પં. સુખલાલ, પં ધીરુભાઇના વિવેચનો પ્રકાશિત છે.] ૧૨ ભાષ્યાનુસારિણી સિદ્ધસેનીય ટીકા– આના કર્તા સિદ્ધસેનગણિ છે. એઓ સિંહસૂરના શિષ્ય ભાસ્વામીના શિષ્ય થાય છે. એઓ જ ‘ગન્ધહસ્તી' હોય એવી સંભાવના કરવા માટે બે કારણો મળે છેઃ– (૧) ગન્ધહસ્તીના નામે જે અવતરણો જાણવામાં છે તે કેટલીક વાર અક્ષરશઃ અને કોઇ કોઇ વાર કંઇક ફેરફારપૂર્વક આ સિદ્ધસેનીય ટીકામાં જોવાય છે. (૨) જે હારિભદ્રીય અધુરી ટીકા યશોભદ્રસૂરિ અને એમના કોઇ શિષ્યને હાથે પૂર્ણ કરાઈ છે તેમાં એ શિષ્યે એમને જ ગન્ધહસ્તી સિદ્ધસેન' કહ્યા હોય એવો ઉલ્લેખ જણાય છે. આયા ઉપરની શીલાંકસૂકૃિત ટીકાના પ્રારંભમાં ત્રીજા પદ્યમાં ગન્ધહસ્તીએ શસ્ત્રપરિજ્ઞાનું વિવરણ રચ્યાનો ઉલ્લેખ છે. એ ગન્ધહસ્તી તે આ જ સિદ્ધસેન હશે એમ લાગે છે. આ સિદ્ધસેનીય ટીકામાં ધર્મકીર્તિનો ઉલ્લેખ છે. એમનો સમય ઇ. સ. ૬૦૦થી ઇ. સ. ૬૫૦ હોવાનું ઘણાખરા વિદ્વાનો માને છે.” એ હિસાબે સિદ્ધસેનગણિ વિક્રમની સાતમી સદી પછી થયેલા ગણાય. પૃ. ૩૨૭માં એમણે વિશેષાવશ્યકકાર' એવા ઉલ્લેખપૂર્વક વિસેસા.માંથી અવતરણો આપ્યાં છે. એમની ટીકા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિકૃતટીકા કરતાં પહેલી રચાઇ છે કે પછી એનો અંતિમ નિર્ણય કરવા માટે મેં પ્રયાસ કર્યો છે. આ સંબંધમાં મેં ‘‘સમભાવભાવી હરિભદ્રસૂરિ પૂર્વવર્તી કે સિદ્ધસેનગણિ ?'' નામનો લેખ લખ્યો છે પણ એ અપ્રકાશિત છે. પં. સુખલાલ આ બંને ટીકાકારને સમકાલીન ગણે છે અને તેમાં પણ સિદ્ધસેનગણિને હરિભદ્રસૂરિ કરતાં વૃદ્ધ ગણે છે. વિશેષમાં એમને મતે હારિભદ્રીય ટીકા સિદ્ધસેનીય ટીકા કરતાં પહેલાં રચાઇ છે પરંતુ એ સિદ્ધસેનગણિના જોવામાં આવી નથી. સિદ્ધસેનગણિ આગમાનુસારી તર્કને માનનારા હતા એ વાત એમણે અ. ૧, સૂ. ૩૧ની ટીકા (પૃ. ૧૧૧)માં તર્કાનુસારી આગમ માનનાર મહાવાદી અને પ્રખર તાર્કિક સિદ્ધસેન દિવાકર જેવાને પણ ‘પંડિતંમન્ય’ કહ્યા છે એ ઉપરથી જાણી શકાય છે. એમનું જૈન તેમ જ અજૈન દર્શનોનું જ્ઞાન વિશાળ હતું એમ દાર્શનિક વાદોથી વ્યાપ્ત ૧૮૦૦૦ શ્લોક જેવડી એમની આ ટીકા જોતાં જણાય છે. આ ટીકામાં સૂત્રો અને ભાષ્યને અંગેનાં પાઠાંતરોની ચર્ચા છે. તેમ છતાં અ. ૫, સૂ. ૨૯ને અંગેની હારિભદ્રીય ટીકામાં ૧. ["Studies of Tattvarthsutra with Bhasya By Suzuko Ohiro" પ્ર. લા. દ. વિદ્યામંદિર અમદાવાદ] ૨. આ ટીકા દે. લા. જૈ.માં પ્રકાશિત છે. ૩. એઓ દિન્નગણિના શિષ્ય થાય છે. દ્વાદશારનયચક્રના વૃત્તિકાર સિંહસૂરિ તે જ આ હશે એમ કેટલાકનું માનવું છે. ૪. શ્રી. ભગવદ્દત્તના મતે ધર્મકીર્તિ ઇ.સ. ૬૦૦ પહેલાં થયા છે. ૫. એમનો સત્તાસમય લ.ઇ.સ. ૪૮૯-ઇ.સ. ૫૯૩ છે. ૬. જુઓ ત. સૂ.નો પરિચય (પૃ. ૬૧). ૭. એજન, પૃ. ૬૨. ૮. આ પૂર્વે આથી મોટી તેમ જ નાની ટીકાઓ રચાયાનો આ ટીકામાં ઉલ્લેખ છે. કોઇ મોટી શ્વેતામ્બરીય ટીકા તો હજુ સુધી મળી આવી નથી. તત્ત્વાર્થરાજવાર્તિક અને તત્ત્વાર્થશ્લોકવાર્તિક કરતાં આ ટીકા મોટી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy