SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫૦ : ઉત્કીર્ણ લેખો ઇત્યાદિ : પ્રિ. આ. ૩૬૩-૩૬૭] ૧૯૯ પરિચય આ લેખ-સંગ્રહ તૈયાર કરનાર જૈનાચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ પ્રસ્તાવનામાં આપ્યો છે જ્યારે ગચ્છોને માટે પોતાનું પુસ્તક નામે ગચ્છમતપ્રબંધ જોવા ભલામણ કરી છે. કેટલી યે જ્ઞાતિના વણિકો P ૩૬૬ મને કે કમને અજૈન બની ગયા છે. જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ (ભા. ૨)- આ સંગ્રહમાં ૧૧૫૦ લેખો અપાયા છે. એના સંગ્રાહક પણ શ્રીબુદ્ધિસાગરસૂરિજી છે. પ્રથમ ભાગમાં ૫૪ ગામના-નગરના લેખો હતા તો આમાં ૧૨ ગામનાનગરના લેખ છે. આ ભાગની પ્રસ્તાવના (પૃ. ૪)માં એવો ઉલ્લેખ છે કે “વિ. સં.” એક હજાર વર્ષની પૂર્વના ધાતુપ્રતિમાના લેખો મળ્યા નથી. આમ જે બે ભાગમાં લેખો અપાયા છે તે વિક્રમની ૧૯મી સદીની લગભગ આખર સુધીના છે. પ્રથમ ભાગમાં જે જૈન વણિક જ્ઞાતિઓ તરફથી ધાતુની પ્રતિમાઓ ભરાવાઈ તેનાં નામની સૂચી, પ્રતિષ્ઠા કરાવનાર મુનિવરો અને એમના ગચ્છોનાં નામોની વર્ષના નિર્દેશપૂર્વકની સૂચી તેમ જ જે ગામ કે નગરના લેખો લેવાયા છે તેનાં નામોની સૂચી પ્રથમ ભાગમાં અપાઈ છે, જ્યારે બીજામાં આ ત્રણ સૂચી પિકી છેલ્લી બે જ અપાઈ છે. પ્રાચીન જૈન લેખસંગ્રહ- આના દ્વિતીય ભાગની પ્રસ્તાવના (પૃ. ૭) જોતાં જણાય છે કે આ સંગ્રહને ત્રણ વિભાગોમાં પ્રસિદ્ધ કરવાનો વિચાર એના સંપાદક જિનવિજયજીએ રાખ્યો હતો. એમની રે ૩૬૭ મૂળ યોજના એ હતી કે પ્રથમ ભાગમાં “સમ્રાટ, ખારવેલ સંબંધી લેખો પ્રકાશિત કરી બીજા ભાગમાં મથુરાના જૈન લેખો આપી ત્રીજા ભાગમાં અવશિષ્ટ લેખો પ્રસિદ્ધ કરવા, પરંતુ પ્રથમ ભાગ છપાયા બાદ એમણે ત્રીજા ભાગની સમગ્ર સામગ્રી ૮ “દ્વિતીય ભાગ” તરીકે પ્રસિદ્ધિમાં મૂકી છે. આ દ્વિતીય ભાગમાં કેવળ શ્વેતાંબરોના અને તે મુખ્યતયા પશ્ચિમ ભારતના લેખોને સ્થાન અપાયું છે. એમાં તામ્રપત્ર કે ધાતુની પ્રતિમા ઉપરના લેખોને સ્થાન ન આપતાં શિલાલેખો અને પાષાણની પ્રતિમા પરના લેખો જ ૧. પૃ. ૫૩માં એવો ઉલ્લેખ છે કે “વિધિ' ગચ્છના આચાર્યો પ્રતિમાની પ્રતિષ્ઠા કરી શકતા ન હતા. પૃ. ૫રમાં કહ્યું છે કે વિક્રમની સાતમી સદીની બુદ્ધની ધાતુપ્રતિમા અડાજણમાં હતી એમ કે. હ. ધ્રુવ કહેતા હતા. ૨. વડનગરના નાગર વાણિયાઓએ કેટલાયે મુનિરાજાને પોતાને જૈન જ્ઞાતિમાં અપનાવવા વિજ્ઞપ્તિ કરી હતી પણ કંઈ વળ્યું નહિ તેથી તેમને વૈષ્ણવ થવું પડ્યું. ૩. આ “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ” તરફથી પ્રકાશિત છે. ૪. “જૈ. આ. સ.” તરફથી આ બે ભાગમાં છપાયો છે. ૫. નદિવર્ધન કલિંગ જીતી જે જૈન મૂર્તિ સ્વદેશમાં લઈ ગયો હતો તે મૂર્તિ આ સમ્રાટે પાછી મેળવી એ કલિંગમાં લઈ આવ્યા એમ એમના શિલાલેખ ઉપરથી જણાય છે. આથી જૈન મૂર્તિઓ ખારવેલના સમયના કરતાં તો પહેલાં અસ્તિત્વમાં આવી જ છે એ સહેજે ફલિત થાય છે. ૬, મથુરાના ઇસવીસનની શરૂઆતના શિલાલેખો શ્વેતાંબર સંપ્રદાય, મૂર્તિપૂજા ઈત્યાદિને અંગે મહત્ત્વપૂર્ણ પ્રમાણ પૂરાં પાડે છે. એ પછીથી છેક દસમી સદી સુધી મૂર્તિપૂજા ઉપરના લેખો કે અન્ય શિલાલેખો બહુ જ થોડા પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે એ વિલક્ષણ ઘટના ગણાય. ૭. આ પ્રથમ વિભાગ જૈ. આ. સ. તરફથી ઇ.સ. ૧૯૧૭માં છપાવાયો છે. ૮. આ દ્વિતીય વિભાગ “જૈ. આ. સ.” તરફથી ઈ.સ. ૧૯૨૧માં પ્રકાશિત કરાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy