SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૫૦ વળી આ મંદિરના એકેક ખૂણામાં જે એકેક નાનું જિનમંદિર છે તેમાં ઇશાન (ઉત્તર-પૂર્વ)ખૂણાના મંદિરમાં P ૩૬૪ મહાવીરસ્વામીથી માંડીને દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણ સુધીના જૈન જ્યોતિર્ધરોની પટ્ટાવલી અપાઈ છે અને એ પટ્ટકની પણ પ્રતિકૃતિ અપાઈ છે. જેસલમેરના શાન્તિનાથના મંદિરના શિખરના દૃશ્યની, જેસલમેરના કિલ્લાના પ્રવેશદ્વારની, લોદ્રવાના પાર્શ્વનાથના મંદિરના આગલા ભાગની તેમ જ એના પાછલા ભાગની, જેસલમેરમાંની પાષાણની મૂર્તિની શિલ્પકલાના નમૂનાની જેસલમેરના પાર્શ્વનાથના મંદિરના તોરણના દશ્યની અને એ મંદિરની સંસ્કૃત ૨૭ પદ્યોની પ્રશસ્તિની અને એક અન્ય પ્રશસ્તિની, સંભવનાથના મંદિરની સંસ્કૃત સાત પદ્યોથી શરૂ થતી પ્રશસ્તિની, શાન્તિનાથના મંદિરની, શાન્તિનાથના મંદિરની પાષાણના બે હાથીઓ ઉપર બેસાડેલી ધાતુની એકેક મૂર્તિની, સુપાર્શ્વનાથના મંદિરની સંસ્કૃત ૪૪ પદ્યની, ચન્દ્રપ્રભસ્વામીના અને ઋષભદેવના એકેક મંદિરની, શીતલનાથના મંદિરમાંની શત્રુંજય-ગિરિનાર-પટ્ટિકાની, “બેગડ ગચ્છના ઉપાશ્રયની બે પ્રશસ્તિની, ગઢીસર તરફથી જેસલમેરના દૃશ્યની, અમરસાગરના જિનમંદિરની અને એના સન્મુખ દૃશ્યની અને એ મંદિરની પ્રશસ્તિની તેમ જ લોદ્રવાનાં ચાર મંદિરના સ્તંભ ઉપરના શિલાલેખની એકેક પ્રતિકૃતિ અપાઈ છે. આ ત્રીજા ખંડમાં બીજા ખંડની પેઠે સૂચી અપાઈ છે. P ૩૬૫ જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ (ભા. ૧)- આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ એમાં જિનમંદિરોમાંની ધાતુની પ્રતિમાઓ ઉપરના લેખોને સ્થાન અપાયું છે. એમાં પૃ. ૧૩૯-૧૪૧માં પાંચ લાખ ને એકસો અગિયાર (૫૦૭૧૧૧) ટંક ખર્ચે બંધાવાયેલી અડાલજની સુવિખ્યાત વાવનો સંસ્કૃત ૧૬ પોથી વિભૂષિત શિલાલેખ છે તે અપવાદરૂપ ગણાય. આને બાદ કરતાં ૧૫૨૨ લેખો જે રહે છે તેમાંના ઘણાખરા તો શ્વેતાંબરીય ધાતુ-પ્રતિમાના છે. જે વણિક જ્ઞાતિઓએ પ્રતિમાઓ ભરાવી છે એનો સંક્ષિપ્ત ૧. આ સંગ્રહનો પ્રથમ ભાગ “શ્રીઅધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત કરાયો છે અને એમાં જૈનાચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિજીની પ૯ પૃષ્ઠની ગુજરાતીમાં પ્રસ્તાવના છે. આ સંગ્રહનો દ્વિતીય ભાગ પણ આ જ મંડળ તરફથી વિ. સં. ૧૯૮૦માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આને અંગે પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૮)માં ટિપ્પણરૂપે નીચે મુજબનો ઉલ્લેખ જિનવિજયજીએ કર્યો છે :શ્રીમદ્ બુદ્ધિસાગરજીનો આ સંગ્રહ બહુ કાળજીપૂર્વક તૈયાર થયો હોય તેમ જણાતું નથી કારણ કે આમાંનાં કેટલાએ-લેખોમાં મારી પાસેના તે જ લેખો સાથે મેળવતાં મોટી ભૂલો થએલી નજરે પડે છે. દ અને પાટણની ધાતુની કેટલીક પ્રતિમાઓની કારીગિરી જોવાલાયક છે કેટલાકની પરિકરની કોતરણી પણ મનોરમ છે. ૪. કેટલાંક શ્વેતાંબર મંદિરોમાં દિગંબરીય ધાતુ-પ્રતિમા છે અને કેટલાંક દિગંબર મંદિરોમાં શ્વેતાંબરીય ધાતુ પ્રતિમા છે. એને લઈને આ સંગ્રહમાં કેટલીક દિગંબરીય ધાતુ-પ્રતિમાઓના લેખોને સ્થાન મળ્યું છે. ૫. આમાંની એક જ્ઞાતિ તે ‘ડીસાવાલ' છે. ૧૭, ૭૭, ૨૩૩, ૬૪૨, ૧૮૬૦, ૧૦૬૪, ૧૦૮૫, ૧૫૦૮ અને ૧૫૨૧ એ ક્રમાંકવાળા લેખોમાં નિર્દેશાયેલી પ્રતિમા આ જ્ઞાતિના વણિકોએ ભરાવી છે. વળી પાલીતાણાની ટૂંકમાં “દસા ડીસાવાલ” (મારી પણ એ જ જ્ઞાતિ છે)નાં બંધાવેલાં જિનમંદિરો છે. વિશેષ માટે “ડીસાવાલ જ્ઞાતિ અને જૈન ધર્મ” નામનો મારો જે લેખ અહીંના “પ્રતાપ”ના તા. ૨૧-૫-૩૮ના અંકમાં છપાયો છે તે જોવો. ‘ઉવલ' અને મહનિયણ જ્ઞાતિ વિષે કશી વિશેષ હકીકત અપાઈ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy