SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ P ૩૬૦ પ્રકરણ ૫) : ઉત્કીર્ણ લેખો ઈત્યાદિ સાહિત્યના ઉત્કીર્ણ અને અનુત્કીર્ણ એમ બે વિભાગ પાડી શકાય. જે કૃતિ કે એનો જે અંશ કે કોઈ જાતનું લખાણ પત્થર ઉપર ધાતુ ઉપર કોતરાવાયું હોય તે જાતનું સાહિત્ય “ઉત્કીર્ણ' કહેવાય છે. જૈનોનું આ પ્રકારનું સાહિત્ય મુખ્યતયા સંસ્કૃત તેમ જ પાઇયમાં મળે છે. મંદિરમાર્ગી યાને મૂર્તિપૂજક જૈનોનાં મંદિરોમાંની પાષાણની અને ધાતુની જે વિવિધ પ્રતિમાઓ જોવાય છે તે પૈકી કેટલીયે ઉપર ઉત્કીર્ણ લેખ હોય છે. એ લેખ પ્રતિષ્ઠા કરનાર અને કરાવનાર વિષે કેટલીક માહિતી પૂરી પાડે છે. મંદિર બંધાવનાર અને જીર્ણોદ્ધાર કરાવનારને અંગે પણ ઉત્કીર્ણ લેખો મળે છે. આ ઉપરાંત કેટલાંક તામ્રપત્રો પણ મળે છે. આમ આ લેખો વગેરે ઐતિહાસિક તેમ જ ભૌગોલિક સામગ્રીની ગરજ સારે છે અને રાજકીય તેમ જ ધાર્મિક પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. ભીંત અને બારશાખ અને ગોખલાની વેદી જેવાં સ્થાનો ઉપર પણ કોઈ કોઈ વાર લખાણ કોતરાયેલું મળી આવે છે. જૈન લેખો વિષે માહિતી આપનાર તરીકે ફ્રેન્ચ વિદ્વાન ડો. ગેરિનાએ પહેલ કરી છે. એમાં એમણે ઇ.સ. પૂર્વે ૨૪૨થી માંડીને ઈ.સ. ૧૮૮૬ સુધીના ૮૫૦ લેખકોની નોંધ લીધી છે. એમાં એમણે ફ્રેન્ચ ભાષામાં લેખકોનો સાર આપ્યો છે. સાથે P ૩૬૧ સાથે કયા વિદ્વાને કયો લેખ ક્યા વર્ષમાં ક્યાં પ્રસિદ્ધ કર્યો તેનો ઉલ્લેખ કર્યો છે. અત્યાર સુધીમાં ઉત્કીર્ણ સહિત્યને અંગે બારેક કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે. જૈન લેખસંગ્રહ– સ્વ. પૂરણચંદ નાહરે કેટલાક લેખોનું થોડાંક ચિત્રો વગેરે સહિત સંપાદન કર્યું છે. આ સંગ્રહ ત્રણ ખંડમાં વિભક્ત કરાયો છે. એ પ્રતિષ્ઠાનાં સ્થાનોની, શ્રાવકોની જ્ઞાતિ તથા એમનાં ગોત્રોની તેમ જ વિવિધ ગચ્છોની સૂચી પૂરી પાડે છે. પ્રથમ ખંડમાં ૧૦00 લેખો અપાય છે. એના પ્રકાશનમાં અનેક અશુદ્ધિઓ એક યા બીજા કારણે રહેવા પામી છે એમ સંપાદકે જાતે કહ્યું છે. વળી એમના કથન મુજબ કેટલાયે લેખોની ભાષા અશુદ્ધ છે પણ એ તો સુધારી નથી લેખોનો પ્રારંભ તીર્થકરની ધાતુની “અર્ધપદ્માસન' મૂર્તિની પ્રતિકૃતિથી કરાયો છે. એના ઉપર ‘દ્રાવિડ' લિપિમાં લખાણ કોતરાયેલું છે. પગલાંઓની ચાર પ્રતિકૃતિ છે. આ ઉપરાંત એક જિનમંદિરની વિ.સં. ૧૬૯૮ની ગદ્યાત્મક પ્રશસ્તિની પણ પ્રતિકૃતિ છે. પૃ. ૧૯૨-૧૯૪માં એક જિનમંદિરની પધાત્મક પ્રશસ્તિ છપાયેલી છે. દ્વિતીય ખંડમાં ૧૦૦૧થી ૨૧૧૧ લેખોને એટલે કે ૧૧૧૧ લેખોને સ્થાન અપાયું છે. એમાં થોડાક દિગંબરીય લેખો છે. આ ખંડમાં રાજાઓની પણ સૂચી અપાઈ છે. આ ખંડમાં પાવાપુરીના જલમંદિરની બે પ્રતિકૃતિઓ અપાઈ છે જ્યારે વિ.સં. ૧૦૭૭ની આદીશ્વરની ધાતુની પ્રતિમાની, સમેતશીખરના જલમંદિરની, વિ. સં. ૧૫૧૨ની સુમતિનાથની ધાતુની પ્રતિમાની, દેલવાડાનાં જિનમંદિરોની ૩૬૨ અને એની છતની એકેક પ્રતિકૃતિ અપાઈ છે. વળી અહીં દેલવાડાના વિ. સં. ૧૪૯૧ના શિલાલેખની, ૧. “આ Repertoire Depigraphi Jaine”ના નામથી ઇ.સ. ૧૯૦૭માં પ્રકાશિત થયો છે. ૨. આનો પ્રથમ ખંડ “Jaina Inscriptions”ના નામથી “જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા” તરફથી ગ્રંથાંક ૮ તરીકે ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત થયો છે જ્યારે દ્વિતીય અને તૃતીય ખંડ પૂરણચંદ નાહરે જાતે અનુક્રમે ઈ.સ. ૧૯૨૭માં અને ઈ.સ. ૧૯૨૯માં સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ કર્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy