SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ [20] જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ભાગ ૩ મહર્ષિ ગૌતમે ન્યાયસૂત્રમાં, કણાદે વૈશેષિકદર્શનમાં, બાદરાયણે બ્રહ્મસૂત્રમાં અને પતંજલિએ યોગદર્શનમાં તેમ કર્યું છે. સાંખ્ય-સૂત્રમાં પણ યોગની પ્રક્રિયાનું વર્ણન નજરે પડે છે. ભગવદ્ગીતા (અ. ૬ અને ૧૩) યોગને અંગે અનેકવિધ માહિતી પૂરી પાડે છે. ભાગવત સ્કંધ ૧૧)ના અધ્યાય ૧૫, ૧૯, ૨૦ ઈત્યાદિમાં યોગનું મનોરમ અને મધુર પદ્યોમાં વર્ણન છે. પર્યક્રનિરૂપણ, મહાનિર્વાણતત્ર ઇત્યાદિ તાંત્રિક સાહિત્યમાં પણ યોગની ચર્ચા છે અને એ યોગ સંબંધી લોકસચિનું પરિણામ હશે એમ લાગે છે. મહર્ષિ બાદરાયણકૃત બ્રહ્મસૂત્ર (૨-૧-૩) ઉપરના શંકરાચાર્યકૃત શારીરકભાષ્યમાં નીચે મુજબ યોગનું લક્ષણ જોવાય છે. “થ તત્ત્વદર્શનો યો: ” પાતંજલ યોગદર્શનમાં શારીરકભાષ્યગત સૂત્ર નથી એથી શંકરાચાર્યની સામે કોઈ અન્ય યોગવિષયક શાસ્ત્ર હોવું જોઈએ એમ લાગે છે. આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી. પં. સુખલાલે તો “થ સ નાડુપાયો યો :” એવો પાઠ આને બદલે પ્રસ્તાવના (પૃ. ૩૮)માં આપ્યો છે. આનો અર્થ એ છે કે યોગ એ તાત્ત્વિક દર્શનનો ઉપાય છે-યથાર્થ જ્ઞાનનું સાધન છે. યોગને અંગેની મહત્ત્વની ઉપલબ્ધ કૃતિઓ હરિભદ્રસૂરિએ રચી છે. ગૃહસ્થોને યોગની નિસરણીએ ચડાવનારી કૃતિઓ તે “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્ર અને એની સ્વોપજ્ઞ વૃત્તિ છે જ્યારે શુભચન્દ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવ આ વિષયની પૂર્તિની તેમ જ વિશેષતઃ સન્તુલન માટેની સામગ્રી પૂરી પાડે છે. યોગમાર્ગની ભૂમિકાઓ અધ્યાત્મ એ સામાસિક પદ છે. “આત્મ અને “અધિ' ઉપસર્ગ મળીને “અધ્યાત્મ' એવો અવ્યયીભાવ' સમાસ થયેલો છે. માત્મની–ધ્યાત્મ” આમ આનો વિગ્રહ કરાય છે. આથી “અધ્યાત્મનો અર્થ “આત્માને વિષે-ઉદેશીને થાય છે. “આત્મા અને પરમાત્મા સંબંધી' એવો અર્થ ગુજરાતીમાં “અધ્યાત્મ' ૧. જુઓ ૪-૨નાં સૂત્રો ૩૮, ૪૨ અને ૪૬. ૨. જુઓ ૬-૨-૨ અને ૬-૨-૮. ૩. જુઓ ‘સાધન' નામનો ત્રીજો અધ્યાય કે જેમાં આસન, ધ્યાન ઇત્યાદિ યોગાંગોનું વર્ણન છે તેમ જ અ. ૪, પા. ૧ નાં સૂત્રો ૭-૧૧. ૪. જુઓ ત્રીજા પાદનાં સૂત્રો ૩૦-૩૪. ૫. આના ૧૮ અધ્યાયો પૈકી પહેલા છમાં કર્મયોગની, પછીના છમાં ભક્તિયોગની અને છેલ્લા છમાં જ્ઞાનયોગની મુખ્યતા જોવાય છે. ૬-૭. આમાંના ઉલ્લેખો માટે જુઓ યોગદર્શન તથા યોગવિંશિકાની પ્રસ્તાવના (પૃ. ૨૬) ૮. ભગવદ્ ગીતાની જ્ઞાનદેવકૃત જ્ઞાનેશ્વરી (અ. ૬ અને કબીરનો બીજકગ્રન્થ એ પ્રાદેશિક ભાષામાં યોગનું સ્વરૂપ રજુ કરે છે. ૯. આ શીર્ષકપૂર્વક પચાસ કૃતિઓ “જૈન ગ્રન્થાવલી” (પૃ. ૧૦૯-૧૧૩)માં નોંધાયેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy