SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૯ P ૩૫૮ ફિક્કિકા- આ ઉપર્યુક્ત સ્વોપજ્ઞ દીપિકાની ક્ષમાકલ્યાણે રચેલી સરળ ટીકા છે. જો કે પ્રારંભમાં મંગલવાદ અંગેની ટીકા જટિલ છે. એમાં નવ-ન્યાયની છાંટ છે. એ વિસં. ૧૮૨૮માં નહિ પરંતુ વિ.સં. ૧૮૫૪માં રચાયાનું જિનવિજયજીનું કહેવું છે. ટીકા- કર્મ યતિએ આ રચી છે પણ એની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. આ ટીકા તર્કસંગ્રહ ઉપરની સ્વતંત્ર ટીકા છે. ટીકાઆની અપૂર્ણ હાથપોથી મળે છે. એમાં કર્તાનું નામ નથી. એનો પ્રારંભ “pfખપત્ય નિન પાર્થ” થી કરાયો છે. આની એક હાથપોથી લીંબડીના ભંડારમાં છે. [૧] બૌદ્ધ દર્શન (૨) ન્યાયપ્રવેશ (ઉ. વિ. સં. ૪૮૦)- આ બૌદ્ધ આચાર્ય દિનાગની ન્યાયને લગતી કૃતિ છે. એમના જીવન અને કૃતિકલાપ વિષે મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૭૩-૨૮૧)માં નોંધ લીધી છે. હસ્તવાલપ્રકરણ એમની કૃતિ હોવાનું કેટલાક માને છે. એમના સમય વિશે મતભેદ પ્રવર્તે છે. કલ્યાણવિજયજી એઓ ઇ.સ. ૩૨૦માં થઈ ગયાનું માને છે જ્યારે અન્ય કેટલાક વિદ્વાનો ઈ.સ. ૩૪પથી ઈ.સ. ૪રપનો સમય જણાવે છે. દિનાગકૃત પ્રમાણસમુચ્ચયમાં વાક્યપદયનું અવતરણ હોવાનું જંબૂવિજયજીએ કહ્યું છે. ટીકા ઇત્યાદિ– ન્યાયપ્રવેશ ઉપર હરિભદ્રસૂરિએ ૫૦૦ શ્લોક જેવડી શિષ્યહિતા નામની ટીકા રચી છે અને પાર્ષદેવે (શ્રીચન્દ્રસૂરિએ) વિ.સં. ૧૧૬૯માં એના ઉપર પંજિકા રચી છે. એક અજ્ઞાતકર્ત્તક ટીકા પણ છે. ૧. આ તર્કસંગ્રહ-ફક્કિકા તર્કસંગ્રહ અને એની તર્કસંગ્રહદીપિકા નામની સ્વપજ્ઞ ટીકા સહિત “રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૯ તરીકે “રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર” તરફથી જયપુરથી ઈ.સ. ૧૯૫૬માં પ્રકાશિત કરાઈ છે. એના અંતમાં (પૃ. ૭૩માં) એક હાથપોથીમાંથી જે ચાર પદ્યો અપાયાં છે તેમાં ફક્કિકાના રચનાવર્ષ તરીકે “વસુ-નેત્ર-સિદ્ધિ-ચન્દ્ર”નો અર્થાત્ ૧૮૨૮નો ઉલ્લેખ છે અને આ પુસ્તકના સંપાદક ડો. જિતેન્દ્ર જેટલીએ એ સ્વીકાર્યો છે પરંતુ એને અંગેના “વિશિષ્ટ સંશોધન” નામના લખાણમાં એ ભ્રાન્ત હોવાના અને વિ.સં. ૧૮૫૪ સાચો હોવાનો ઉલ્લેખ છે. ૨. આ કૃતિ હારિભદ્રીય ટીકા તેમ જ પાર્થચન્દ્રીય પંજિકા સહિત “ગા. પ. ગ્રં.”માં ઇ.સ. ૧૯૩૦માં છપાઈ છે. જ્યારે તિબેટી મૂળ (Text) “ગા.પી. ગ્રં.”માં પૂર્વે ઈ.સ. ૧૯૨૭માં છપાવાયું છે. ૩. આ કૃતિના તિબેટી અને ચીની રૂપાંતર ઉપરથી એનું સંસ્કૃતિકરણ કરી એ બંને રૂપાંતર અંગ્રેજી ભાષાંતર સહિત ડે. એફ ડબલ્યુ થોમસે “Royal Asiatic Society of London” ના સામાયિકમાં ઇ.સ. ૧૯૧૮માં છપાવ્યું છે. ડો. થોમસે આ ભાષાંતર કર્યું છે. ૪. આનો પરિચય મેં શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૨૨૯-૨૩૦)માં આપ્યો છે. ૫-૬. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy