SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ [16]. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ ૩ દર્શનોના ઉપભેદો-લાવણ્યસમયે વિ. સં. ૧૫૬૮માં જે વિમલ-પ્રબન્ધ રચ્યો છે એના દ્વિતીય ખંડની ૮૬મી કડીમાં એમણે બૌદ્ધ, સાંખ્ય, નિયાયિક, જૈન, વૈશેષિક અને જૈમિનીય એમ છ દર્શનો ગણાવ્યા છે અને ૮૭મી કડીમાં આ દરેક દર્શનના સોળ સોળ ભેદ હોવાનું કહ્યું છે પણ એમણે એ ૯૬ ભેદોનાં નામ આપ્યો નથી. વિક્રમની સોળમી-સત્તરમી સદીમાં લખાયેલા મનાતા એક કાગળમાં જૈન, નૈયાયિક સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિક અને ચાર્વાક એ છ દર્શન ગણાવી પ્રત્યેકના સત્તર સત્તર ભેદોની "નામાવલિ અપાઈ છે પણ એ વિશ્વસનીય જણાતી નથી. મેં પ્રારંભમાં હરિભદ્રસૂરિકૃત પદર્શનસમુચ્ચયનો પરિચય આપી દર્શનોની સંખ્યાનુસાર એનો વિચાર કર્યો છે. આ લક્ષમાં લેતાં સાત દર્શનોના નિરૂપણરૂપ બે કૃતિઓ છે. એવી રીતે છ માટે ૧, પાંચ માટે ૨ અને ચાર માટે ૧ છે. આ ઉપરાંત અયોગવ્યવચ્છેદકાત્રિશિકાની સ્યાદ્વાદમંજરી નામની ટીકા તેમજ ન્યાયાચાર્યક્ત ન્યાયખંડખાદ્ય તરીકે ઓળખાવાતી કૃતિ પણ ભારતીય દર્શનોના અભ્યાસ માટેનાં મહત્ત્વનાં સાધનો છે. જૈન દર્શનને કેન્દ્રમાં રાખીને જે વિવિધ કૃતિઓ રચાઈ છે તેમાં તત્ત્વાર્થાધિગમસૂત્ર એ સૂત્રાત્મક હોવાથી તેમ જ અનેક વિશિષ્ટ વિવરણાદિથી વિભૂષિત હોવાથી મહત્તાની દૃષ્ટિએ મૂર્ધન્ય છે. જીવાદિ તત્ત્વો વગેરેનો બોધ કરાવનારી બીજી બે કૃતિઓ છે. એકના કર્તા આચાર્ય તુલસી છે તો બીજાના બૃહતુંપ્રભાચન્દ્ર. આ વિષયની પદ્યાત્મક કૃતિ તરીકે તત્ત્વાર્થસાર ગણાવી શકાય. કેવળ દાર્શનિક વિષયો ઉપરાંતના જૈન શ્રમણાદિનાં આચારને લક્ષીને બે કૃતિઓ રચાઈ છે પુરુષાર્થસિક્યુપાય અને પ્રશમરતિ. વિશ્વરચના અંગે કેટલીક મનનીય કૃતિઓ રચાઈ છે. તેમાં ક્ષેત્રસમાસ અગ્ર સ્થાન ભોગવે છે. નૃતત્ત્વનિગમમાં દેવ અને વિશ્વ પરત્વેનાં જૈન તેમ જ અજૈન મંતવ્યો રજૂ કરાયાં છે, આ જાતની આ લગભગ પહેલી કૃતિ છે. સર્વજ્ઞતાની સિદ્ધિરૂપ વિષયને વ્યક્ત કરતી પણ કેટલીક કૃતિઓ છે. એ સૌમાં હારિભદ્રીય સર્વજ્ઞસિદ્ધિ મોખરે છે. જીવાદિ છ દ્રવ્યોનું સ્વરૂપ દ્રવ્યાલંકાર પૂરું પાડે છે. કર્મમીમાંસા - ભારતીય તત્ત્વજ્ઞાનમાં જૈન તત્ત્વજ્ઞાનનું સ્થાન જેવું તેવું નથી એમ એમાં વ્યાપક અને તલસ્પર્શી સ્વરૂપે જે કેટલીક વિશિષ્ટ બાબતો આલેખાયેલી છે એ જોતાં સહેજે જણાઈ આવે છે. આ વિશિષ્ટ ૧. આ માટે જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૧૮, અં. ૮)માં છપાયેલો લેખ નામે “áíનિયોં ૨૦૨ નામ”. ૨. આનો અંગ્રેજી અનુવાદ એફ. ડબલ્યુ. થોમસે કર્યો છે. એ “Akademic-Verlag”માં બર્લિનથી ઈ.સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાયો છે. . આ કૃતિમાં મુખ્યતયા બૌદ્ધ મંતવ્યોની આલોચના કરાઈ છે. એ શ્રી બદરીનાથ શુકલની વિમર્શ નામની હિન્દી વ્યાખ્યા સહિત “કાશી સંસ્કૃત ગ્રન્થમાલા''માં ગ્રન્થાંક ૧૭૦ તરીકે ઈ. સ. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે. આ પ્રકાશનનું નામ “જૈનન્યાયખંડખાદ્યમ્' રખાયું છે. - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy