SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : [પ્ર. આ. ૨૬૩-૨૬૬] વાસ્તુવિધિની હકીકત જંબુદીવપણત્તિ (પત્ર ૨૦૭અ-૨૧૦૨)માં જોવાય છે. નન્દિસૂત્રનો ઉલ્લેખ– પત્ર ૯અ-માં નન્દિસૂત્રનો ઉલ્લેખ છે (આ બૃહન્નન્તિ હશે) સાથે સાથે પુસ્તકનો પણ છે. વિવિધતીર્થકલ્પ (શત્રુંજય‚, શ્લો. ૧૨૨, પૃ. ૫)માં જિનપ્રભસૂરિએ કહ્યું છે કે ભદ્રબાહુએ P ૨૬૫ કલ્પપ્રાભૂતમાંથી વજસ્વામીએ એમાંથી અને પાદલિપ્તસૂરિએ એમાંથી અને મેં એમાંથી શત્રુંજયકલ્પ ઉદ્ધૃત કરી સંક્ષેપ કર્યો છે. ૧૪૩ પ્રતિષ્ઠાસારસંગ્રહ કિંવા પ્રતિષ્ઠા (ઉ. વિ, સં. ૧૨૮૫)– આ આશરે ૭૦૦ શ્લોક જેવડી અને છ વિભાગમાં વિભક્ત કૃતિના કર્તા દિ. વસુનન્દ છે એમની આ કૃતિનો ઉલ્લેખ આશાધરે વિ. સં. ૧૨૮૫માં રચેલા પ્રતિષ્ઠાકલ્પમાં કર્યો છે. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા તરીકે ભદ્રબાહુસ્વામીનું નામ કેટલાક રજૂ કરે છે અને કહે છે કે એમણે વિજ્જપ્પવાય પુવ્વમાંથી આ કૃતિ ઉદ્ધૃત કરી છે. આ કૃતિ સંસ્કૃતમાં છે કે પાઇયમાં એ જાણવું બાકી રહે છે. જો એ સંસ્કૃતમાં હોય તો પ્રતિષ્ઠાકલ્પ નામની કૃતિઓમાં સૌથી પ્રથમ ગણાય. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા શ્યામાચાર્ય છે એમ કેટલાક કહે છે. આ કૃતિ સંસ્કૃતમાં છે કે કેમ તે જાણવું બાકી રહે છે. પ્રતિષ્ઠાકલ્પ– વાચકવર્ય ઉમાસ્વાતિએ આ રચ્યાનું કહેવાય છે. આ કથન સાચું જ હોય તો આ વિષયની આ લગભગ સૌથી પ્રથમ કૃતિ હોવાનું મનાય. પ્રતિષ્ઠાકલ્પ– આનું એક પદ્ય પદ્મમન્દિરગણિએ ગણહરસદ્ધસયગ ઉપ૨ વિ.સં. ૧૬૪૬માં રચેલી 'ટીકામાં આપ્યું છે. આ પદ્ય વાચકવર્ય ઉમાસ્વાતિકૃત પ્રતિષ્ઠાકલ્પમાંથી ઉદ્ધૃત કરાયાનો અહીં ઉલ્લેખ છે. આ ટીકા (પત્ર ૫૬અ-૫૬આ)માં આર્યસમુદ્રસૂરિના પ્રતિષ્ઠાકલ્પમાંથી ચાર પદ્યો અપાયાં છે. એ જ. મ. માં છે. આથી આ સમગ્ર કૃતિ પાઇયમાં હશે એમ લાગે છે. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા મહત્તરા યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિ છે એમ મનાય છે. પ્રતિષ્ઠાકલ્પ– આના કર્તા ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ હોવાનું કેટલાક કહે છે. પ્રતિષ્ઠાકલ્પ કિંવા પ્રતિષ્ઠાવિધિ (લ. વિ. સં. ૧૨૦૦)- ‘અથાત: પ્રવક્ષ્યામિ’'થી શરૂ થતી આ કૃતિના કર્તા શ્રીચન્દ્રસૂરિ છે. એઓ સૂરિ થયા તે પૂર્વે પાર્શ્વચન્દ્રગણિ તરીકે ઓળખાતા હતા. એઓ ૧. ફત્તેલાલે પણ આ નામની એક કૃતિ રચી છે. ૨. ‘‘‘પ્રતિષ્ઠાકલ્પ’નામની કૃતિઓ’’એ નામનો મારો લેખ ‘‘આ.પ્ર.’” (પુ. ૫૦,અં. ૭, પૃ. ૧૦૬-૧૦૮)માં છપાયો છે. ૩. જુઓ સકલચન્દ્રકૃત પ્રતિષ્ઠાકલ્પનો ગુજરાતી અનુવાદ. ૪. આ ટીકા સુમતિગણિએ વિ.સં. ૧૨૯૫માં રચેલી વૃત્તિના સંક્ષેપરૂપ છે. ૫. આ ટીકા ‘જિનદત્તસૂરિ-પ્રાચીન-પુસ્તકોદ્ધાર-ફંડ'' તરફથી ઇ.સ. ૧૯૯૪માં છપાવાઇ છે. ૬. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૬૦)માં ચન્દ્રસૂરિએઓ ઉલ્લેખ છે તે ભૂલ ભરેલો છે. Jain Education International For Personal & Private Use Only P ૨૬૬ www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy