SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કાપડિયા વિષે થોડુંક ) –આ. પ્રદ્યુમ્નસૂરિ. વઘાના ક્ષેત્રમાં પણ એક કાળે ગુજરાતનું નામ હતું. ગુજરાતમાં પણ જૈન ગૃહસ્થ વિદ્વાનોની એક આદર્શપરંપરા હતી તે આનંદ અને ગૌરવનો વિષય છે. એ બધાં ભિન્નભિન્ન વિષયના નિષ્ણાત હતા. એ બધાની નામાવલિ બનાવીએ તો સી. ડી. દલાલનું નામ પહેલુ લેવું પડે. પછી તો મોહનલાલ દલીચંદ દેસાઈ, કુંવરજી આણંદજી, મોહનલાલ ચોક્સી, પં. સુખલાલજી, પં. બેચરદાસ, ભગવાનદાસ હરખચંદ, પાઈયસદમણવાવાળા હરગોવિન્દ ત્રિકમલાલ, સુશીલ આ યાદી હજી લંબાવી શકાય તેમ છે પણ આપણે તો વાત કરવી છે હીરાલાલ રસિકદાસ કાપડિયાની. એમનું નામ પણ એજ વિદ્વાનોની હરોળમાં શોભે તેવું છે. એક જમાનો હતો તમે જૈન ધર્મ પ્રકાશ, જૈન આત્માનંદ પ્રકાશ, જૈન સત્ય પ્રકાશ, જૈનયુગના કોઈ પણ અંકની અનુક્રમણિકા ઉપર નજર નાંખો તો એક અને ક્યારેક તો બે લેખના લેખક હી. ૨. કાપડિયા હોય જ. મારે હી. ૨. કાપડીયાનો સંપર્ક ઘણી વહેલી વયે શરૂ થયો હતો. વાત છે વિ. સં. ૨૦૧૬ની. સુરતમાં જ ચોમાસુ હતા. પૂજય ઉપા. શ્રી મેરુવિજયજી મહારાજ, પૂજ્ય પં. શ્રી દેવવિજયજી મહારાજ અને મારા ગુરુ મહારાજ મુનિરાજશ્રી હેમચન્દ્રવિજયજી મહારાજ આદિ ઠાણા સાત હતા. લગભગ રોજ બપોરે હી. ૨. કાપડિયા આવે. મારા ગુરુ મહારાજ પાસે બેસે. મારી વય ૧૩ની. સંસારીપણામાં હતો. ઝાઝી ખબર ન પડે પણ વાતોમાં રસ પડે. પછી વિ. સં. ૨૦૨૨માં ગોપીપુરા-સુરત ચોમાસુ થયું ત્યારે તો તેઓ નિયમિત ચાર વાગે પૂજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજ પાસે આવે. દિવસ દરમ્યાન જે વાંચ્યું લખ્યું હોય તેમાં જે જિજ્ઞાસા જાગી હોય પ્રશ્નો જાગ્યા હોય તે નોંધીને લાવ્યા હોય તેની ચર્ચા ચાલે. ત્યારે મને બરાબર સમજાતું હતું. મહારાજ સાહેબ ત્યારે ૩ થી ૪ શ્રી ભગવતીસૂત્રની વાચના આપતા હતા તેમાં આવતાં શબ્દોને તેઓ ઝીલતાં તેના મૂળ સુધી પહોંચવાની મથામણ કરતાં. એક વાર મૂળ ભગવતીજીમાં મોભ શબ્દ આવ્યો. અને કાપડિયાનાં કાન ચમક્યાં. તેઓએ એક કલાકની મહેનત કરીને વળતે દિવસે એક પાનું ભરીને “મોભના સગા વહાલા” એવાં જ કોઈ મથાળાથી એક નાનો લેખ લખી દીધો અને જૈન આત્માનંદ સભા ઉપર મોકલી આપ્યો અને જૈન આત્માનંદ પ્રકાશમાં તે પ્રસિદ્ધ પણ થઈ ગયો. એ અંક લઈને આવ્યા વળી બતાવ્યો એટલી ચીવટ કાળજી રાખે. મૂળે એ ગણિતના પ્રોફેસર. પણ વિદ્યાના જેટલાં પ્રવાહો છે તે બધામાં જ ખૂબ રસ ભરી જિજ્ઞાસા હતી. તેથી જ એક વાર તેઓ કહેતા હતા કે પ્રોફેસર હતો ત્યારે રોજ ચા પીવાના સમયે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy