SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ उपखंड ३ : अनुष्ठानात्मक साहित्य P ૨૦૯ પ્રકરણ ૪૨ : ચરણકરણાનુયોગ "રત્નકરંડકર, રત્નકરંડ-શ્રાવકાચાર કિંવા ઉપાસકાધ્યયન (ઉં. વિક્રમની ૧૧મી સદી)–આ પદ્યાત્મક કૃતિના કર્તા આસમીમાંસા વગેરેના પ્રણેતા દિ. સમન્તભદ્ર છે એમ કેટલાક આજે પણ માને છે. પ્રો. હીરાલાલ જૈન, પં. સુખલાલ વગેરે આથી ભિન્ન મત ધરાવે છે. આ કૃતિમાં ૧૫૦ પદ્યો છે. એ એના ટીકાકાર પ્રભાચન્દ્રના કે એ ટીકાના લેખકના મત મુજબ પાંચ પરિચ્છેદમાં વિભક્ત છે. પં. ને ૨૧૦ જુગલકિશોર પ્રમાણે તો આ કૃતિ વિષયના વિભાગોની દૃષ્ટિએ ખરી રીતે પસાત પરિચ્છોદમાં અને તેમ નહિ તો ચારમાં વિભક્ત થવી ઘટે. આ કૃતિમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણ રત્નોનું નિરૂપણ છે. અન્ય રીતે વિચારતાં એ શ્રાવકોનાં બાર વ્રતો, સલ્લેખના અને અગિયાર પ્રતિમા ઉપર પ્રકાશ ઉપર પાડે છે. આને લઇને આને “શ્રાવકાચાર' તરીકે જે ઓળખાવાય છે તે સાન્વર્થ ઠરે છે. આ કૃતિમાનું નવમું પદ્ય જે “માતોપજ્ઞ''થી શરૂ થાય છે તે ન્યાયવતારમાં નવમા પદ્યરૂપે જોવાય છે. ટીકાઓ-રત્નકરંડક ઉપર પ્રભાચન્દ્ર ૧૫00 શ્લોક જેવડી એક ટીકા રચી છે. આ ઉપરાંત જ્ઞાનચન્દ્ર તેમજ અન્ય કોઇએ એકેક ટીકા રચી છે. અનુવાદો–પ્રસ્તુત કૃતિના હિન્દી, મરાઠી અને ‘અંગ્રેજીમાં અનુવાદો થયા છે. ઉપાસકાધ્યયન (ઉવાસંગઝયણ) (લ. વિ. સં. ૧૧૫૦)-આના કર્તા દિનેમિચન્દ્રના શિષ્ય 2 ૨૧૧ વસુનન્ટિ છે. વિ. સં. ૧૧૦૦માં અપભ્રંશમાંસુદંસણચરિયરચનારા આના કર્તાનયનદિ એમના પ્રગટ થાય છે. ૧. આ કૃતિ “સનાતન જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાક ૧ તરીકે ઇ. સ. ૧૯૦૫માં છપાવાઈ છે. પ્રભાચન્દ્રકૃત ટીકા તેમજ પં. જુગલકિશોર મુખ્તારની હિન્દી પ્રસ્તાવના તથા “સ્વામી સમન્તભદ્ર નામના એમના પ્રાકથન સહિત આ મૂળ કૃતિ “મા. દિ. ગ્રં.”માં વિ.સં. ૧૯૮૨માં પ્રકાશિત થયેલી છે. એમાં અંતમાં પદ્યોની અકરાદિ ક્રમે સૂચી છે પરંતુ એમાં ક્રમાંકની બાબતમાં ભૂલ છે. મૂળ કૃતિના હિન્દી, મરાઠી અને અંગ્રેજી અનુવાદો થયા છે. એ પૈકી હિન્દી અને અંગ્રેજી અનુવાદો સહિત મૂળ કૃતિ ચંપતરાય જૈને ઇ. સ ૧૯૧૭માં પ્રકાશિત કરી છે. આ મૂળ કૃતિ પં. સદાસુખદાસે કરેલા હિન્દી અર્થ અને ભાવાર્થ સહિત અખિલ ભારતવર્ષીય કેન્દ્રીય દિ. જૈન મહાસમિતિ ધર્મપુરા, દિલ્લીથી ઇ. સ. ૧૯૫૧માં “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર” નામથી પ્રસિદ્ધ કરાઈ છે. પ્રિભાચન્દ્રની વ્યાખ્યા પન્નાલાલના હિંદી સાથે છપાઇ છે.] ૨.પ્રભાચન્દ્ર પોતાની ટીકાના મંગલાચરણરૂપ પદ્યમાં આ નામ આપ્યું છે. ૩. વસુનન્દ્રિએ આ નામની એક કૃતિ રચી છે. જુઓ પૃ. ૧૧૪. એક અજ્ઞાતકર્તક કૃતિ પણ છે. ૪. જુઓ પ્રો. હીરાલાલ જૈનનો લેખ કે જે “અનેકાંત” (વ. ૮, કિ. ૧-૩)માં છપાયો છે તેમજ પં. સુખલાલનો લેખ નામે “શ્રીસિદ્ધસેન દિવાકરના સમયનો પ્રશ્ન” કે જે “ભારતીય વિદ્યા” (વ.૩. પૃ. ૧૫૨)માં છપાયો છે. ૫. મૂળ કૃતિની કેટલીક હાથપોથીઓમાં સાત પરિચ્છેદો જોવાય છે. ૬. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૭-૮. આ બંને છપાવાયા છે. જુઓ ટિ. ૧. ૯. આ કૃતિ મોરાદાબાદથી વિ. સં.૧૯૬૬માં પ્રકાશિત થયેલી છે. ૧૦. આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિ છે. એનો પ્રારંભ “મમતિમા ''થી થાય છે. ૮ ભા.૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy