SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ ઃ [પ્ર. આ. ૨૦૩-૨૦૬] : અવસૂરિ– આ અજ્ઞાતકર્તૃક છે. બાલાવબોધ આ શ્રીસારે રચ્યો છે. ગુણસ્થાનક્રમારોહ નામની અન્ય કૃતિઓ– ગોટસારને કેટલાક ગુણસ્થાનક્રમારોહ કહે છે. જિનભદ્રસૂરિએ રચેલી અને લોકનાલ નામની સ્વોપજ્ઞ વૃત્તિથી અલંકૃત એક પાઇય કૃતિ નામે ગુણઠ્ઠાણકમારોહનું સંસ્કૃત નામ પણ આ છે. આ બંને કૃતિઓ અત્ર અપ્રસ્તુત છે. ૧૧૧ વિમલસૂરિએ ૨૦૦૦ શ્લોક જેવડી એક કૃતિ રચી છે. તેનું નામ ગુણસ્થાનક્રમારોહ છે. જયશેખર સૂરિઓં પણ આ નામની એક કૃતિ રચી છે. ગુણસ્થાનદ્વાર– આનો વિષય ગુણસ્થાનનાં દ્વાર દર્શાવવાનો છે. ગુણસ્થાનકનિરૂપણ– આના કર્તા હર્ષવર્ધન છે. શું આ નામના ગ્રંથકારને નામે ગુણસ્થાનસ્વરૂપ નામની જે કૃતિ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૦૬)માં નોંધાયેલી છે તે આ જ છે ? ગુણસ્થાપનક– આનો વિષય શો છે તે જાણવું બાકી રહે છે. ઉપશમશ્રેણિસ્વરૂપ અને ક્ષપકશ્રેણિસ્વરૂપ– મુક્તિમંદિરે પહોંચવા માટે જાણે બે સીડિઓ– નિસરણીઓ ન હોય તેમ કેટલાક ભવ્ય જીવો ઉપશમશ્રેણિનો અને કેટલાક એ શ્રેણિનો આશ્રય લીધા વિના સીધા જ ક્ષપકશ્રેણિનો આશ્રય લે છે. આ બે શ્રેણિઓનું વર્ણન સ્વતંત્ર સ્વરૂપમાં રજૂ કરનારી કૃતિ તરીકે દિ. નેમિચન્દ્રકૃત લક્રિસાર અને ખવણાસાર સુપ્રસિદ્ધ છે. લદ્ધિસારને કેટલાક ગોમ્મટસારનું પરિશિષ્ટ ગણે છે. ઉપશમશ્રેણિસ્વરૂપ અને ક્ષપકશ્રેણિસ્વરૂપ- આ નામની બે કૃતિઓ જિ. ૨. કો. (વિ. ૧)માં અનુક્રમે પૃ. ૫૪ અને ૯૭ ઉપર નોંધાયેલી છે. આ સંસ્કૃત કૃતિઓ હશે એમ લાગે છે. એની એકેક હાથપોથી અમદાવાદના ડહેલાના ભંડારમાં હોવાનું કહેવાય છે તો ત્યાં આની તપાસ થવી ઘટે.પ આયાર (સુય. ૧, અ. ૯, ઉ. ૧)ને અંગેની નિજ્જુત્તિ (ગા. ૨૮૩) ઉ૫૨ની ટીકા (પત્ર ૨૭૦આ૨૭૩અ)માં શીલાંકસૂરિએ ઉપર્યુક્ત બે શ્રેણિઓનું વર્ણન આપ્યું છે ખરું પણ એ કંઇ સ્વતંત્ર કૃતિ તરીકે નથી. પવયણસારુારની ગા. ૬૬૪-૬૯૯ ક્ષપક-શ્રેણિ ઉપર અને ગા. ૭૦૦-૭૦૮ ઉપશમ-શ્રેણિ ઉપર અને ગા. ૭૩૯ બંને શ્રેણિ ઉપર પ્રકાશ પાડે છે. એનું વિસ્તૃત વિવેચન સિદ્ધસેનસૂરિષ્કૃત વૃત્તિમાં જોવાય છે. ક્ષપકશ્રેણિ સંબંધી કેટલીક કૃતિઓના આધારે ખવગસેઢી નામની કૃતિ શ્રીવિજયપ્રેમસૂરિજીની પ્રેરણાથી એમના સંતાનીય ૧-૨. આ બંને કૃતિ “હરિભાઇ દેવકરણ જૈન ગ્રંથમાલા''માં ગ્રંથાંક ૫ તરીકે કલકત્તાથી છપાવાઇ છે. ૩. આમાં ૨૭૦ ગાથાઓ છે. ૪. આ બંને દિ. કૃતિ ઉપર માધવચન્દ્રની સંસ્કૃતમાં ટીકા છે. [પ. આ. રામસૂરિ મ. સા. (ડહેલાવાળા)ના સૌજન્યથી આ પ્રતની zerox નકલ અમને મળી છે.] ૬. આ મૂળ પાઇય કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ નવ પરિશિષ્ટો, સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ અને હેમચન્દ્રવિજયજીની ૫૪ પૃષ્ઠની ગુજરાતીમાં પ્રસ્તાવના તેમજ કર્તાએ કરેલા ગુજરાતી ભાવાનુવાદ અને ૨૭ યંત્રો તથા ચિત્રો સહિત ‘‘ભારતીય પ્રાચ્યતત્ત્વપ્રકાશન સમિતિ''એ પિંડવાડા (રાજસ્થાન)થી વિ. સં. ૨૦૨૨માં પ્રકાશિત કરી છે. એમાં લગભગ પ્રારંભમાં ચૌદ ગુણસ્થાનનું ચિત્ર છે અને એની સામે એની સમજણ અપાઇ છે. ચતુર્થ પરિશિષ્ટ તરીકે વૃત્તિમાં નિર્દેશાયેલી ૮૬ કૃતિનાં નામ છે. ૮૬મી કૃતિ તે સૌન્દરનન્દ છે. Jain Education International For Personal & Private Use Only P ૨૦ P ૨૦૬ www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy