SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૬૨-૧૬૬] યોગમાહાભ્યાત્રિશિકા–આ નામ વિચારતાં એમ લાગે છે કે એમાં ૩૨ પદ્યોમાં યોગનો મહિમા વર્ણવાયો હશે. યોગરત્નસમુચ્ચય–આ ૪૫૦ શ્લોક જેવડી કૃતિનો વિષય જાણવો બાકી રહે છે. યોગરત્નાકર–આ કૃતિ જયકીર્તિએ રચી છે. યોગરત્નાવલી-આને અંગે તપાસ કરવી બાકી છે. યોગવિવરણ–આ યાદવસૂરિની રચના છે. યોગવિવેકદ્રાવિંશિકા-આ ૩૨ પદ્યની કૃતિ હશે. યોગસંકથા-આ વિષે માહિતી મેળવવી બાકી રહે છે. યોગસંગ્રહ-આ વિષે હું અત્યારે તો વિશેષ કહી શકું તેમ નથી. યોગસંગ્રહસાર–જિનચન્દ્ર આ રચ્યો છે. આ નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ પણ છે. યોગાંગ-શાન્તરસની આ કૃતિ છે. યોગાનુશાસન-આ ૧૫૦૦ શ્લોક જેવડી કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૧૧૩)માં છે. યોગામૃત–વરસનદેવે આ રચેલ છે. યોગાવતારાવિંશિકા–આ ૩૨ પદ્યની કૃતિ હશે. યોગીન્દ્રપૂજા–ધર્મભૂષણ ભટ્ટારકે તેમજ અન્ય કોઇએ આ નામની એકેક કૃતિ રચી છે. ૧૬૫ હઠયોગ-યોગવાસિષ્ઠ જેવી વૈદિક કૃતિમાં હઠયોગની વિરુદ્ધ પ્રરૂપણા કરાઇ છે છતાં આ હઠયોગને લક્ષીને અનેક ગ્રંથો વૈદિક હિંદુઓએ રચ્યા છે અને એના માર્ગો પણ યોજ્યા છે. બૌદ્ધોની જેમ જૈનોએ પણ હઠયોગોનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. આ વાતની આવસ્મયની નિષુત્તિ (ગા. ૧૫૨૦), હૈમ યોગશાસ્ત્ર (પ્ર. ૫), તેમજ પાતંજલ યોગદર્શન (૧-૩૪) ઉપરની ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત વ્યાખ્યા (પૃ.૧૧) સાક્ષી પૂરે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૧-૩૨૫)માં “યોગથી શરૂ થતી કૃતિઓની નોંધ છે. તે પૈકી હર્ષકીર્તિકૃત યોગચિત્તામણિ એ તો વૈદ્યકની કૃતિ છે અને એને વૈદ્યસારસંગ્રહ તેમજ વૈદ્યસારોદ્વાર પણ કહે છે. એવી રીતે નયનશેખરે વિ. સં. ૧૭૩૬માં રચેલો યોગરત્નાકર તેમજ વિદગ્ધ વૈદ્યક (વરરુચિ)કૃત યોગશત વૈદ્યકને લગતી કૃતિ છે. નાગાર્જુને રચેલી યોગરત્નમાલા માટે પણ એમજ સમજી લેવું. ડિ. P ૧૬૬ અર્હદાસનું “જૈનયોગકા આલોચનાત્મક અધ્યયન” વારાણસી પાર્શ્વનાથવિદ્યાપીઠથી પ્રસિદ્ધ થયું છે.] ૧. અર્થાત્ ઉચ્છવાસને એ ન રોકે. ૨. જુઓ. જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૧૨૦ ૨૩૦ અને ૩૧૦). ૩. એજન, પૃ.૨૯૭. ૪. એજન, પૃ. ૨૯૭. ૫. આ નામની બીજી બે કૃતિઓનો વિષય જાણવો બાકી રહે છે. ૬. આની વૃત્તિની નોંધ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૨૯ અને ૨૯૭)માં મેં લીધી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy