SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૫૮-૧૬૨] લાભ નહિ લઇ શકનારાઓને ઉદેશીને “ખરતર’ ગચ્છના દેવચન્દ્ર વિ. સં. ૧૭૬૬માં એના સારરૂપે રચી છે. એઓ દીપચન્દ્રના શિષ્ય થાય છે. પ્રસ્તુત કૃતિ છ અધિકારમાં વિભક્ત કરાઈ છે. એમાં પ્રથમ અધિકારમાં અનિત્યતાદિ બાર ભાવનાનું નિરૂપણ છે. દ્વિતીય અધિકારમાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રય અને જૈન શ્રમણોના પાંચ મહાવ્રતો ઉપર પ્રકાશ પડાયો છે. તૃતીય અધિકારમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને મોહ ઉપર વિજય એમ વિવિધ વિષયોને સ્થાન અપાયું છે. ચતુર્થ અધિકારમાં ધ્યાન અને ધ્યેયની પ્રરૂપણા છે. પંચમ અધિકારમાં ધર્મ ધ્યાન, શુકુલ ધ્યાન, પિંડસ્થાદિ ચાર ધ્યાનો અને મંત્રો વિષે વિચાર કરાયો છે. છઠ્ઠા-અંતિમ અધિકારમાં સ્યાદ્વાદનું સ્વરૂપ આલેખાયું છે. પ્રત્યેક અધિકારને અંતેની પુષ્યિકામાં અધિકારને બદલે “ખંડ' શબ્દ છે. આ છ ખંડોમાં ભિન્નભિન્ન દેશીઓમાં રચાયેલી ચૂનાધિક પ્રમાણમાં ઢાલ છે. એકંદર ૫૮ ઢાલ છે. દોહા પછી ઢાલ એ ક્રમે સમગ્ર કૃતિ રચાઈ છે. અંતમાં રચનાવર્ષ, રાજહંસ ગુરુના પ્રસાદ અને કુંભકરણ મિત્રના સંગનો ઉલ્લેખ છે. યોગસાર (પૂ. વિક્રમની બારમી સદી)-આ સુગમ સંસ્કૃતમાં રચાયેલી અજ્ઞાતકર્તક કૃતિ પાંચ ૧૬૧ પ્રસ્તાવમાં વિભક્ત કરાઈ છે. એમાં અનુક્રમે ૪૬, ૩૮, ૩૧, ૪૨ અને ૪૯ પદ્યો છે. આમ આમાં કુલ્લે ૨૦૬ પદ્યો છે. પ્રત્યેક પ્રસ્તાવનું નામ સાન્વર્થક છે. પાંચેનાં નામો નીચે મુજબ છે : (૧) યથાવસ્થિતદેવસ્વરૂપોપદેશક, (૨) તત્ત્વસારધર્મોપદેશક, (૩) સામ્યોપદેશ, (૪) સત્ત્વોપદેશ અને (૫) ભાવશુદ્ધિજનકોપદેશ. સંસારી આત્મા પરમાત્મા કેવી રીતે બને એ વાત આ કૃતિમાં મુખ્યતયા વિચારાઈ છે. આ કૃતિ સંગ્રહાત્મક હોય એમ લાગે છે. એના પ્રથમ પ્રકાશના ૪૨મા પદ્યમાં ઇલિકા-ભ્રમરી' ન્યાયનું સૂચન છે. આ કૃતિમાં પ્રસંગોપાત્ત કેટલીક વ્યક્તિઓનો ઉલ્લેખ છે. જેમકે અભય, ઈલાપુત્ર, કાલશૌકરિક, કૂરગડુક, ગૌતમ, ચિલાતીપુત્ર, બુદ્ધ, અને ભરત. દેવો તરીકે ઇશ્વર, ધાતુ (બ્રહ્મા), વિષ્ણુ અને વીરનાં નામો જોવાય છે. પ્ર. ૪, શ્લો. ૩રમાં કૌલિકોનો નિર્દેશ છે. પ્ર. ૨, શ્લો. ૨૪માં અંચલ અને પૂર્ણિમા ગચ્છના અનુયાયીઓના મતો વિષે તેમજ શ્રાવકોએ કરેલી પ્રતિષ્ઠાની યોગ્યતા-અયોગ્યતા વિષે નોંધ છે. આ ઉપરથી આ કૃતિ વિક્રમની ૧૨મી સદી પૂર્વેની નથી એમ ફલિત થાય છે. ભાષાંતર–પં. હરગોવિંદદાસ ત્રિ. શેઠે ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે. એ પ્રકાશિત છે. જુઓ P ૧૬૨ પૃ. ૧૬૧. [આ.ભ. કલાપૂર્ણસૂરિ મ.એ કરેલ અનુવાદ પણ પ્રસિદ્ધ છે.] યોગસાર–આ શ્વેતાંબર કૃતિ હૈમ યોગશાસ્ત્રના આધારે રચાઈ છે એમ પં. સુખલાલનું કહેવું છે. શું આ જ કૃતિ તે પૃ. ૧૬૧ ગત કૃતિ છે? ૧. આ કૃતિ “જૈન વિધિ સાહિત્ય શાસ્ત્રમાલામાં સ્વ. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠના ગુજરાતી ભાષાંતર સહિત વિ. સં. ૧૯૭૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એ દુષ્માપ્ય બનતાં “જૈ. સા. વિ. મંડળે” ગુજરાતી અનુવાદ તથા પદ્યોની વર્ણાનુક્રમે સૂચીરૂપ એક પરિશિષ્ટ સહિત આ જ કૃતિ ઇ. સ. ૧૯૬૭માં પ્રકાશિત કરી છે. એમાં પાઠાન્તરો અપાયાં છે. વિશેષમાં પ્રસ્તાવદીઠ પ્રત્યેકનો સંક્ષિપ્ત પરિચય પ્રાકકથનમાં અપાયો છે. ૨. જુઓ યોગદર્શન તથા યોગવિંશિકાની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૩૪-૩૫). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy