SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ જ્ઞાનર્ણવ (સં. ૧૮)માં ગ્લો. ૩૭ એ ભગવદ્ગીતાનો “યા નિશા સર્વભૂતાના''થી શરૂ થતું પદ્ય છે. જ્ઞાનાર્ણવની રચના અમુક અંશે શિથિલ છે. એ ઉપદેશપ્રધાન ગ્રંથ છે એટલે એમાં ઉમેરા કરવાનું કાર્ય શક્ય છે અને તેવા ઉમેરા થયા પણ હશે. જ્ઞાનર્ણવની ભાષા અને શૈલી હૃદયંગમ છે. એ પણ એને સાર્વજનીન બનાવવામાં સહાયક થઈ પડે તેમ છે. સમય-“કલિ.’ હેમચન્દ્રસૂરિ કરતાં શુભચન્દ્રાચાર્ય સિત્તેરેક વર્ષ પૂર્વે થયાનું અને પ્રસ્તુત જ્ઞાનાર્ણવની રચના હૈમ યોગશાસ્ત્ર અને એની સ્વીપજ્ઞ વૃત્તિની પહેલાં થયાનું કેટલાક માને છે પરંતુ એ બાબત વિચારવા જેવી છે. આવી પરિસ્થિતિમાં એમની આ કૃતિમાંથી ઈષ્ટોપદેશની વૃત્તિમાં દિ, આશાધરે (લ.વિ. સં. ૧૨૯૦) કેટલાંક પદ્યો ઉદ્ધત કર્યા છે એ દષ્ટિએ વિચારતાં એઓ વિક્રમની તેરમી સદીના લગભગ મધ્યમાં થયા હશે એમ લાગે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૦)માં જ્ઞાનાર્ણવની એક હાથપોથી P ૧૫૯ વિ. સં. ૧૨૮૪માં લખાયેલાનો ઉલ્લેખ છે. બીજી બાજુ શુભચન્દ્રાચાર્ય દિ. જિનસેન અને દિ, અકલંકનો ઉલ્લેખ કર્યો છે એટલે એમના પછી એઓ થયા છે એ વાત ફલિત થાય છે. સંતુલન–જ્ઞાનાર્ણવ અને હૈમ યોગશાસ્ત્રના સામ્યાદિનો વિચાર શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલે યોગશાસ્ત્રના ઉપોદઘાતમાં કર્યો છે. એનો ઉપયોગ મેં અહીં જ્ઞાનાર્ણવનો પરિચય આપવા માટે કર્યો છે કેમ કે મને મૂળ કૃતિ મળી શકી નથી. જ્ઞાનાર્ણવ ઉપર નીચે મુજબની ત્રણ ટીકા છે. (૧)તત્ત્વત્રયપ્રકાશિની-આજ્ઞાનાર્ણવની દિધૃતસાગરે પોતાના ગુરુભાઇસિંહનન્દિની અભ્યર્થનાથી રચેલી ટીકા છે. આ શ્રુતસાગર તે દિ. દેવેન્દ્રકીર્તિના અનુગામી વિદ્યાનદિના શિષ્ય થાય છે. (૨) ટીકા-આના કર્તા નવવિલાસ છે. (૩) ટીકા-આના કર્તાનું નામ જાણવામાં નથી. પ્રશ્ન-જે અજ્ઞાતકર્તૃક જ્ઞાનાર્ણવ સારોદ્ધારની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૫૦)માં છે તે શું શુભચંદ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવના સંક્ષેપરૂપ છે કે યશોવિજયગણિકૃત જ્ઞાનાર્ણવના કે એ કોઈ અન્ય જ કૃતિના સંક્ષપરૂપ છે ? P ૧૬૦ ધ્યાનદીપિકા (વિ. સં. ૧૭૬૬)-આ ગુજરાતી કૃતિ શુભચન્દ્રાચાર્યકૃત સંસ્કૃત જ્ઞાનાર્ણવનો ૧. દિ. કુમુદચંદ્રનો વાદી દેવસૂરિને હાથે વિ. સં. ૧૧૮૧માં પરાજય થતાં દિગંબરી ગુજરાત છોડી ગયા એ બાબત સ્વીકારનાર એમ કહી શકે કે યોગશાસ્ત્રનો કુમારપાલને હાથે જે પુષ્કળ પ્રચાર થયો તેને લઇને એ કૃતિ શુભચના જોવામાં આવી હશે. 2. ABORI (V or XIII, p. 38). ૩. આ કૃતિ શ્રીમદ્ દેવચન્દ્ર (ભાગ-૨)ની “અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડલ” તરફથી ઇ. સ. ૧૯૨૯માં પ્રકાશિત દ્વિતીય આવૃત્તિમાં પૃ. ૧-૧૨૩માં ધ્યાનદીપિકાચતુષ્પદીના નામથી અપાઇ છે. ગ્રંથકારે તો અંતમાં આ કૃતિનું નામ ધ્યાનદીપિકા સ્પષ્ટપણે જણાવ્યું છે એટલે મેં એ નામ રાખ્યું છે. પ્રત્યેક ખંડના અંતમાંથી ખ્રિકામાં ધ્યાનદીપિકાચતુષ્પદી' નામ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy