SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૫ર-૧૫૫] આશ્રવણેને અંગે પદ્યો છે તે દેવેન્દ્રસૂરિએ કમ્મવિવાગ (ગા. ૫૦-૫૭)ની સ્વપજ્ઞ ટીકામાં કટકે કટકે અવતરણરૂપે આપ્યાં છે. રચના–સમય-આ વૃત્તિ એ લગભગ અંતિમ કૃતિ હોય એમ ભાસે છે કેમકે એમાં હેમચન્દ્રસૂરિની વિવિધ કૃતિઓનો એક યા બીજા સ્વરૂપે ઉલ્લેખ જોવાય છે. આ યોગશાસ્ત્ર ઉપર સ્વપજ્ઞ વૃત્તિ ઉપરાંત નીચે મુજબનું સ્પષ્ટીકરણરૂપ સાહિત્ય રચાયું છે – P ૧૫૪ (૧) યોગિરમા-આ ટીકાની એક હાથપોથી કારંજા (અકોલા)ના શાસ્ત્રભંડારમાં છે. એનો શ્રી જુગલકિશોર મુખ્તારે નિમ્નલિખિત લેખમાં વિસ્તૃત પરિચય આપ્યો છે – "आचार्य हेमचन्द्र के योगशास्त्र पर एक प्राचीन दिगंबर टीका ॥" એ ઉપરથી હું સંક્ષેપમાં કેટલીક વિગતો અત્ર આપું - પ્રસ્તુત ટીકા દિ. ઇન્દ્રન્ટિએ ચન્દ્રમતી માટે શકસંવત્ ૧૧૮૦માં રચી છે. એઓ દિ. અમરકીર્તિના શિષ્ય થાય છે. પ્રારંભમાં ત્રણ પદ્યો છે અને અંતમાં પરિશિષ્ટ તરીકે એક પદ્ય છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. ટીકાકારે યોગશાસ્ત્રના પ્રણેતા હેમચન્દ્રસૂરિને વિદ્રવિશિષ્ટ' તેમજ પરમયોગીશ્વર' કહ્યા છે. એમણે પોતાના ગુરુનો “ચતુર્ભાગમવેદી' ઇત્યાદિરૂપે નિર્દેશ કર્યો છે. એમણે આ ટીકાનું ‘યોગિરમા' નામ રાખ્યું છે. યોગશાસ્ત્રને આ ટીકાકારે નવ અધિકારોમાં વિભક્ત કરી પ્રથમ અધિકારનું નામ “ગર્ભોત્પત્તિ' રાખ્યું છે. એ અધિકાર તેમજ અન્ય અધિકારોગત કેટલાંક પદ્ય સ્વપજ્ઞ વૃત્તિ સહિત પ્રકાશિત યોગશાસ્ત્રમાં નથી. કેટલીક વાર પાઠભેદો પણ નજરે પડે છે. પ્રથમના ચાર પ્રકાશોને સ્થાને ઉપયુક્ત પ્રથમ અધિકાર છે જ્યારે પ્ર પ-૧૨ માટે એકેક અધિકાર છે. યોગશાસ્ત્રની સ્વપજ્ઞ વૃત્તિમાં પ્ર. ૫-૧૨ વિષે બહુ થોડી માહિતી અપાઈ છે જયારે આ યોગિરમાં એ દિશામાં પુષ્કળ પ્રકાશ પાડે છે. એમાં કેટલાંક નવીન યંત્રો અને મંત્રો પણ અપાયાં છે. સ્વપજ્ઞ = ૧૫૫ વૃત્તિગત કેટલાંક આન્તર શ્લોકોનો મૂળ તરીકે આ ટીકાકારે ઉલ્લેખ કર્યો છે. (૨) વાર્તિક–આની રચના ઇસૌભાગ્યગણિએ કરી છે. (૩) વૃત્તિ-પદ્મપ્રભસૂરિના શિષ્ય અમરપ્રભૂસૂરિએ આ રચી છે. આની એક હાથપોથી વિ સં. ૧૬૧૯માં લખાએલી છે. (૪) અવચૂરિ (વૃત્તિ?)–આના કર્તા વિષે ખબર નથી. [સોમસુન્દરસૂરિકૃત અવસૂરિ યોગશાસ્ત્ર ભા. ૩ (સંપા. જંબૂવિ. મ)માં પ્રસિદ્ધ છે.] (૫) ટીકા-ટિપ્પન-આના કર્તાનું નામ જાણવામાં નથી. (૬) બાલાવબોધ-આ ગુજરાતીમાં છે અને એના કર્તા સોમસુન્દરસૂરિ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૦૮માં લખાયેલી છે. ૧. આ લેખ “શ્રમણ' (વ. ૧૮, અ. ૧૧)માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આમાં ૫૮ પદ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy