SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૪૩-૧૪૭] ૭૯ વિષય-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ યોગ એ ચાર પુરુષાર્થોમાં શ્રેષ્ઠ એવા મોક્ષનું કારણ છે એમ શ્લો.૧૫માં કહી એનું સ્વરૂપ આ યોગશાસ્ત્રમાં આલેખાયું છે. શ્લો. ૧૯-૪૬ શ્રમણ-ધર્મનું સ્વરૂપ રજૂ કરે છે, બાકી આ ગ્રંથનો મોટો ભાગ ગૃહસ્વધર્મને લાગતો છે. એને અંગે ૨૮૨ પદ્યો છે. આ સમગ્ર ગ્રંથને બે ખંડમાં વિભક્ત કરી શકાય. પ્ર. ૧-૪ સુધીનો ખંડ ગૃહસ્થોને ઉપયોગી થાય એવા ધર્મનું સ્વરૂપ સમજાવે છે તો બાકીના પ્રકાશરૂપ બીજો ખંડ પ્રાણાયામાદિ યોગના વિષયને વ્યક્ત કરે છે. પ્રથમ પ્રકાશમાં પ્રસંગવશાત્ માર્ગાનુસારીના ૩૫ ગુણો સમજાવાયા છે. આ બાબત આ પૂર્વે ધર્મબિન્દુ (અ, ૧)માં સૂ. ૩-૩૩ રૂપે અપાઈ છે. દ્વિતીય પ્રકાશમાં સમ્યકત્વ અને મિથ્યાત્વનો તેમજ શ્રાવકનાં બાર વ્રતો પૈકી પહેલાં પાંચઅણુવ્રતોનો અધિકાર છે. પ્ર. ૩, શ્લો. ૪૧ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૧૬૫ આ)માં નિમ્નલિખિત પદ્ય છે – “ મા વિવાદે તુ રાસમાસ્તત્ર ગાયના: (?l:) | पर स्परं प्रशंसन्ति अहो रूपमहो ध्वनिः ॥" તૃતીય પ્રકાશમાં બાકીનાં સાત વ્રતોનું તેમ જ બારે વ્રતોના અતિચારોનું નિરૂપણ છે. વળી = ૧૪૬ મહાશ્રાવકની દિનચર્યા અને શ્રાવકના મનોરથો અહીં વિચારાયાં છે. ચતુર્થ પ્રકાશમાં આત્માની રત્નત્રય સાથે એકતા, બાર ભાવના, ચાર પ્રકારનાં ધ્યાન અને આસનો વિષે માહિતી અપાઈ છે. પાંચમાં પ્રકાશમાં પ્રાણાયામના પ્રકારોનું વર્ણન અને કાલજ્ઞાનનું એટલે મૃત્યુની આગાહીનું સ્વરૂપ છે. છઠ્ઠા પ્રકાશમાં પાતંજલ યોગસૂત્રમાં નિર્દેશાયેલી પરકાયપ્રવેશની હકીક્ત અપાઇ છે. સાતમો પ્રકાશ ધ્યાતા, ધ્યેય, ધારણા અને ધ્યાનનું સ્વરૂપ પૂરું પાડે છે. આઠમા પ્રકાશમાં ‘પદસ્થ ધ્યાન અને નવમામાં “રૂપસ્થિ” ધ્યાનનો વિષય ચર્ચાયો છે. દસમામાં ‘રૂપાતીત' ધ્યાનનું અને અગિયારમામાં “શુકલ ધ્યાનનું નિરૂપણ છે. બારમો પ્રકાશ યોગની સિદ્ધિ તેમજ આ ગ્રંથની રચનાના હેતુ ઉપર પ્રકાશ પાડે છે. અહીં R ૧૪૭ રાજયોગની ભલામણ કરાઈ છે. આ પ્રકાશના ૧૨મા પદ્યમાં સિદ્ધરસનો ઉલ્લેખ છે. ચતુર્થ પ્રકાશના ૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૩)માં આ ગ્રન્થનું નામ યોગશાસ્ત્રપ્રકાશ' અપાયું છે. એ નામ ચિન્ય જણાય છે. આ નામકરણ સાચું જ હોય તો તે માટે તપાસ થવી ઘટે. ૨. જ્ઞાનાર્ણવમાં આને અંગે ૨૯૦ પદ્યો છે જ્યારે અહીં વૃત્તિમાં ૩૦૦ કરતાં અધિક છે. જુઓ હમસમીક્ષા (પૃ. ૨૬૪-૫). આમ પ્રાણાયામાદિનું જે વિસ્તૃત નિરૂપણ કરાયું છે તેમજ કાલજ્ઞાનને અંગે શકન, જ્યોતિષ વગેરે વાતો જ્ઞાનાર્ણવમાં નથી તે ઉમેરાઈ છે તે અનુચિત છે એમ શ્રી ગોપાલદાસ પટેલે ઉપોદ્દાત (પૃ. ૩૭)માં કહ્યું છે, પણ એનો રદિયો આપવા માટે આ સ્થળ નથી. વળી એ કાર્ય તો હોમચન્દ્રસૂરિએ સ્વોપજ્ઞ વૃત્તિમાં કરેલો ઉલ્લેખ વિચારનારને સુગમ છે. ૩. આ સંબંધમાં મેં “સિદ્ધરસ અને રસકૂપ” નામના મારા લેખમાં કેટલીક બાબતો લખી છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૪, અં.૭)માં છપાયો છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy