SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ P ૧૪૩ P ૧૪૪. આના પ્રણેતા “કલિ.” હેમચન્દ્રસૂરિ છે. આ રચના એમનાથી ચાર વર્ષે નાના અને યોગોપાસનાના અભિલાષી રાજા કુમારપાલની અભ્યર્થનાનું ફળ છે. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને સ્વાનુભવને આધારે યોજાયેલો અને ગૃહસ્થોને પણ યોગની નીસરણીએ ચડાવનારો તેમજ અમુમુક્ષુઓને માટે ‘વજકવચ' જેવો આ ગ્રંથ બાર પ્રકાશમાં વિભક્ત છે. એમાં ૧૦૦૯ પદ્યો છે. પ્રકાશદીઠ પદ્યોની સંખ્યા નીચે મુજબ છે :- ૫૬, ૧૧૫, ૧૫૬, ૧૩૬, ૨૭૩, ૮, ૨૮, ૮૧, ૧૬, ૨૪, ૬૧ અને પપ. P ૧૪૫ ભારિલે ટિપ્પણો સહિત કર્યો છે તે શ્રી ઋષભચન્દ્ર જૌહરીએ અને શ્રી કિશનલાલ જૈને ઇ. સ. ૧૯૬૩માં “યોગશાસ્ત્ર”ના નામથી પ્રસિદ્ધ કર્યો છે. “શ્રી મહાવીર જૈન વિદ્યાલયે” મૂળના ચાર પ્રકાશોની એના ગુજરાતી અનુવાદ અને દષ્ટાંતોના સાર સહિતની પ્રથમ આવૃત્તિ ઇ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરી હતી. એમાં પ્ર. ૧-૪ ગત પદ્યોની અકારાદિ ક્રમે સૂચી અપાઈ હતી. દ્વિતીય આવૃત્તિ ઇ. સ. ૧૯૪૯માં પ્રકાશિત કરાઈ છે. એના સંપાદક અને મૂળના અનુવાદ શ્રી ખુશાલદાસ છે. એમાં હેમચન્દ્રસૂરિના જીવન અને કૃતિકલાપની ઝાંખી કરાવાઈ છે. ત્યાર બાદ યોગને અંગે કેટલીક માહિતી અપાઇ છે. પછી ચારે પ્રકાશનો વિષયાનુક્રમ છે. અંતમાં ત્રણ પરિશિષ્ટો છે : દૃષ્ટાંતોનો ટૂંકસાર, પદ્યાનુક્રમ અને વિશિષ્ટ શબ્દોની સૂચિ. પૃ. ૩૧માં કહ્યું છે કે પ્ર.૨-નો શ્લો. ૩૯ અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા (શ્લો. ૧૧) ઉપરની સ્યાદ્વાદમંજરીમાં અપાયો છે. મૂળનો વિવેચનપૂર્વક ગુજરાતી અનુવાદ કેસરવિજયજીએ કર્યો છે. એની પાંચમી આવૃત્તિ બાલચંદ શાહે “યોગશાસ્ત્ર-ભાષાંતર'ના નામથી વિ. સં. ૨૦૧૫માં પ્રકાશિત કરી છે. પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૬૩માં બહાર પડાઈ હતી. હિરાલાલ વિ. હંસરાજે સંપૂર્ણ મૂળનો જે અર્થ (અનુવાદ) તેમજ સ્વપજ્ઞ વિવરણનો જે ભાવાર્થ કર્યો હતો તે બંને પૂરેપૂરા મૂળ સહિત ભીમસિંહ માણેકે ઇ. . ૧૮૯૯માં એક જ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા હતા. એમાં વિષયસૂચી “અનુક્રમણિકા'રૂપે ગુજરાતીમાં અપાઈ છે. મૂળ કૃતિનો ગુજરાતી છાયાત્મક અનુવાદ શ્રી ગોપાલદાસ પટેલે કર્યો છે અને એને અંગે ઉપોદઘાત લખ્યો છે. એ “પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા”માં ઇ.સ. ૧૯૩૮માં “યોગશાસ્ત્ર”ના નામથી છપાયો છે. એમાં વિષયોની અનુક્રમણિકા વિવિધ ટિપ્પણો છે અને પારિભાષિક આદિ શબ્દોની સૂચિ છે. વિશેષમાં સુભાષિતો તરીકે મૂળ પદ્યો અને એનો ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. મૂળ કૃતિનો ગુજરાતી છાયાત્મક અનુવાદ શ્રી ગોપાલદાસ પટેલે કર્યો છે અને એને અંગે ઉપોદઘાત લખ્યો છે. એ “પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા”માં ઇ.સ. ૧૯૩૮માં “યોગશાસ્ત્ર”ના નામથી છવાયો છે. એમાં વિષયોની અનુક્રમણિકા વિવિધ ટિપ્પણો છે અને પારિભાષિક આદિ શબ્દોની સૂચિ છે. વિશેષમાં સુભાષિતો તરીકે મૂળ પદ્યો અને એનો ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. ૧. આવી બીજી રચના તે વીતરાગસ્તોત્ર છે. ૨. જુઓ પ્ર. ૧૨ શ્લો. ૫૫. આ શ્લો. પ્ર. ૧, શ્લો. ૪ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૧૦૮)માં પણ જોવાય છે. ૩-૪. જુઓ પ્ર. ૧૨, શ્લો. ૫૫ પ. જુઓ મોહરાજપરાજય (અંક-૫). ૬. આની સાથે વીતરાગસ્તોત્રના વીસ પ્રકાશનો પાઠ કુમારપાલ ભૂપાલ દાંતની શુદ્ધિને અર્થે કરતા હતા એમ તે કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy