SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૦ : યોગ : પ્રિ. આ. ૧૩૬-૧૩૯] ૭૫ પદ્યમાં રચાયેલા યોગબિન્દુમાં એમ અપાયો છે કે આત્મા ઉપર મોહનું પ્રભુત્વ ઘટવા માંડે કે આધ્યાત્મિક વિકાસના શ્રીગણેશ મંડાય અને પછી એક પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં એ મુમુક્ષુ મોક્ષે સિધાવે. મોહનું જોર જેમ જેમ ઘટતું જાય અને એના ઉપર આત્માનું વર્ચસ્ જેમ જેમ સ્થપાતું જાય તેમ તેમ આધ્યાત્મિક વિકાસ સધાતો જાય. આ બાબત યોગમાર્ગની પાંચ ભૂમિકા નામે અધ્યાત્મક, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય દ્વારા સમજાવાઈ છે. હા. ન. (અર ૩)ની ન્યાયાગમાનુસારિણી વૃત્તિ (વિ. ૧, પૃ. ૩૩૨)માં યોગનાં છ અંગ દર્શાવતું નીચે મુજબનું પદ્ય છે : "प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।। तर्कः समाधिरित्येष षडङ्गो योग उच्यते ॥" આ પદ્ય પાઠભેદપૂર્વક અમૃતનાદ ઉપનિષદ્ અને અત્રિસ્મૃતિમાં જોવાય છે. સાથે સાથે બૌદ્ધ દર્શનની અને પાતંજલ યોગદર્શનની પરિભાષાઓની સાથે જૈન પરિભાષાઓનો મેળ મેળવાયો છે. શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૩૪-૧૩૬)માં મેં યોગબિન્દુના વિષય, એનું યો. દ. સ. સાથેનું સંતુલન ઉલ્લેખ, સમાનતા, ઉદ્ધરણ અને પૌર્વાપર્ય એમ વિવિધ બાબતો રજૂ કરી છે. વૃત્તિ–આ અજ્ઞાતકર્તૃક વૃત્તિ છે, નહિ કે સ્વોપજ્ઞ. આના સમર્થનાળું એટલું જ કહીશ કે ૧૩૯ યોગબિન્દુના નિમ્નલિખિત પઘગત “સમાધિરાજ'નો અર્થ કરવામાં વૃત્તિકારની ભૂલ થઈ છે – "समाधिराज एतत् तत् तदेतत् तत्त्वदर्शनम् । आग्रहछेदकार्ये तत् तदेतदमृतं परम् ॥४५९॥" વાત એમ છે કે સમાધિરાજ એ તો એક બૌદ્ધ ગ્રન્થનું નામ છે જ્યારે વૃત્તિકાર સમથરાને'ને બદલે “સમથરાવ:' પાઠ સમજી એનો અર્થ એમણે “ઉત્તમ સમાધિ' કર્યો છે. યોગબિંદુના શ્લો. ૪૩૯-૪૪૨ પ્રમાણવાર્તિકમાંથી ઉદ્ભૂત કરાયાં છે. ટીકાકારે એ મીમાંસક કુમારિલના સમજી તે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે તે ભ્રાન્ત છે. ટીકા સ્વપજ્ઞ નથી એમ આથી પણ પૂરવાર થાય છે. મેં ટીકા સ્વપજ્ઞ નથી સિદ્ધ કરવા માટે જે કારણ દર્શાવેલ છે તેને બદલે અન્ય ચાર કારણો મુનિશ્રી જંબૂવિજયજીએ “યોગબિંદુના ટીકાકાર કોણ ?” નામના પોતાના લેખમાં આપ્યાં છે. આ લેખ “શ્રીમહાવીર જૈન વિદ્યાલય” તરફથી પ્રકાશિત “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ (ભા. ૧, પૃ. ૬૮-૭૧)માં છપાયો છે.” છે. એ પુસ્તકમાં યોગદષ્ટિસમુચ્ચય, એનો અંગ્રેજી અનુવાદ, બે પરિશિષ્ટો તેમ જ જોગવીસિયા અને એના અંગ્રેજીમાં અનુવાદ સહિત એની છાયા, એ બંને કૃતિ અંગેની અંગ્રેજી પ્રસ્તાવના, યોગદષ્ટિસમુચ્ચય તથા જોગવીસિયાનાં પદ્યની સૂચી તેમજ યોગદષ્ટિમાં આવતા વિશિષ્ટ શબ્દોની સૂચી અપાયાં છે. આ કૃતિ ડો. કૃષ્ણકુમાર દીક્ષિતનાં અંગ્રેજી અનુવાદ, ટિપ્પણો અને પ્રસ્તાવના સહિત લા. દ. વિદ્યામંદિર તરફથી ઇ.સ. ૧૯૬૮માં પ્રકાશિત કરાઇ છે. [‘યોગબિન્દુ કે પરિપ્રેક્ષ્ય મેં જૈનયોગસાધના' ડૉ. સુવ્રતમુનિ] ૧. આ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી પ્રકાશિત છે. ૨. આનો સંક્ષિપ્ત પરિચય મેં “આ. પ્ર.” (પૃ. ૬૬, અં. ૩)માં છપાયેલા મારા નિમ્નલિખિત લેખમાં આપ્યો છે : સમાધિરાજ અને જૈન કૃતિઓ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy