SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ ત્રણ ભિન્ન રીતે આલેખ્યો છે. યો. દ. સ.માં જે મિત્રા, તારા ઇત્યાદિ આઠ દૃષ્ટિનો અધિકાર છે તે ઉપલબ્ધ સાહિત્ય જોતાં એમની પૂર્વેની કોઈ પણ જૈન કે અજૈન કૃતિમાં જણાતો નથી એટલે અત્યારે તો P ૧૩૭ એના આદ્ય પ્રરૂપક એઓ જ ગણાય. આ આઠ યોગદષ્ટિઓનો વિભાગ આઠ યોગાંગને આધારે કરાયો છે. આધ્યાત્મિક વિકાસની સંસારી આત્માની સ્થિતિને અહીં “ઓઘદૃષ્ટિ કહી છે. આ ૨૨૬ પદ્યની કૃતિમાં આઠ દૃષ્ટિનું નિરૂપણ કરવા પૂર્વે ઇચ્છાયોગ ઇત્યાદિ ત્રણ યોગોની બાબત વિચારાઈ છે. આ અંગેની વિશેષ માહિતી મેં શ્રીહરિભદ્રસૂરિ (પૃ. ૧૭૧)માં આપી છે જ્યારે અવતરણો અને ઉલ્લેખની નોંધ મેં એના પૃ. ૧૩૩માં લીધી છે. ‘સ્વપજ્ઞ વ્યાખ્યા-આ ૧૧૭૫ શ્લોક જેવડી છે. ટીકા- આ ૪૫૦ શ્લોક જેવડી ટીકા સોમસુદરસૂરિના શિષ્ય સાધુરાજગણિએ રચી છે. અનુવાદ અને વિવેચન– આ બંને ગુજરાતીમાં શ્રી ભગવાનદાસ મ. મહેતાએ તૈયાર કર્યા છે. P ૧૩૮ સાથે સાથે સ્વપજ્ઞ વ્યાખ્યાનો ગુજરાતીમાં શબ્દાર્થ આપ્યો છે. વિશેષ માટે જુઓ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૩૪) ડૉ. કે. કે. દીક્ષિતે મૂળ કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. [૫. મુક્તિદર્શન વિ. નું વિવેચન યોગદષ્ટિના અજવાળાં' ભા. ૧-૨-૩નામે પ્રગટ થયું છે. આ. શ્રી. ભુવનભાનુસૂરિજી અને આ. જયસુન્દરસૂરિનું ૩ ભાગમાં વિવેચન પ્રગટ થયું છે. “આ. હરિભદ્ર અને તેમનો યો.દ.ગ્રંથ' અનુસંધાન ૧૮] યોગદૃષ્ટિસમુચ્ચયપીઠિકા–આ કૃતિ પં. શ્રી ભાનુવિજયગણિએ રચી છે અને એ પ્રકાશિત છે. યોગબિન્દુ (લ. વિ. સં. ૭૮૦) – અનાદિ અનંત સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરનારને આધ્યાત્મિક વિકાસ સાધવાનો વિચાર ક્યારે સૌથી પ્રથમ સ્કુરે એ પ્રશ્નનો ઉત્તર આ પ૨૭ ૧. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આ આઠ દૃષ્ટિનો વિષય દ્વાત્રિશદ્વાર્નાિશિકામાં ૨૧-૨૪ એમ ચાર દ્વાáિશિકામાં સંસ્કૃતમાં તેમ જ ગુજરાતીમાં આઠદષ્ટિઓની સજઝાયમાં મનોરમ રીતે આલેખ્યો છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૨)માં યોગદૃષ્ટિ-સ્વાધ્યાય-સૂત્રની નોંધ છે તે શું આ સજઝાય તો નથી?) સ્વ. મોતીચંદ ગિ. કાપડીઆકૃત જૈનદષ્ટિએ યોગ (ભા. ૧)માં આઠ દૃષ્ટિઓનું તેમજ મૈત્રી વગેરે ચાર અને અનિત્ય વગેરે બાર ભાવના, ધ્યાન-યોગ, સમતા-યોગ, ધર્મ-સંન્યાસ, યોગ-સંન્યાસ, કુળ-યોગી, પ્રવૃત્તચક્રયોગી અને યોગના આઠ અંગોનું નિરૂપણ છે. આ પુસ્તક “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ થયું છે. એનો બીજો ભાગ ત્યાર પછી લખાયો હોય તો પણ આજ દિન સુધી તો છપાયેલો જણાતો નથી. ૨. આ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી પ્રકાશિત છે. ૩-૪. આ બંને મૂળ સહિત ઇ. સં. ૧૯૫૦માં મનસુખલાલ તારાચંદે છપાવ્યાં છે. વિવેચનનું નામ “સુમનનન્ટિની બૃહત્ ટીકા” રખાયું છે. ૫. આનો કર્નલ જેરેથ (jareth) દ્વારા અંગ્રેજીમાં અનુવાદ કરાયેલો છે અને એ “એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ” તરફથી પ્રસિદ્ધ કરાયેલો છે. ૬. આ કૃતિ “શ્રુતજ્ઞાનઅમીધારા” (પૃ. ૨૫-૨૭)માં ઈ.સ. ૧૩૬૧માં પ્રસિદ્ધ કરાઈ છે. આ “શ્રીહરિભદ્રસૂરિવિરચિત યોગદષ્ટિસમુચ્ચય-યોગવિંશિકા” નામના પુસ્તકમાં ઇ.સ. ૧૯૭૦માં છપાવાયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy