________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૨૧-૨૪]
૧૫
“મલ્લિનાથ–ચરિત્ર (વિ. સં. ૧૨૮૬)-આના કર્તા “ચન્દ્ર' ગચ્છના વિનયચન્દ્ર છે. તેઓ રવિપ્રભના કે પછી રત્નસિંહસૂરિના શિષ્ય થાય છે. એમણે મુનિસુવ્રતસ્વામિચરિત્ર તેમજ પાર્શ્વનાથચરિત્ર રચ્યાં છે. કેટલાકને મતે વિ. સં. ૧૨૫૦ના અરસામાં વીસ પ્રબંધો રચનારા અને કવિશિક્ષાના પ્રણેતા તે જ આ જ વિનયચન્દ્ર છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૩)માં તો આ વિનયચન્દ્રને દેવાનન્દના શિષ્ય રત્નપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય કહ્યા છે. વિશેષમાં અહીં કહ્યું છે કે આ વિનયચન્દ્ર તે પાર્શ્વનાથચરિત્ર અને મુનિસુવ્રતચરિત્ર તેમ જ વિ. સં. ૧૪૭૪માં આદિનાથચરિત્ર રચનારા વિનયચન્દ્ર હોવાનો ઘણો સંભવ છે. પ્રસ્તુત P ૨૪ વિનયચન્દ્ર નિમ્નલિખિત કૃતિઓ રચી છે – કલ્પનિરુક્ત, કાલકાચાર્યકથા, દીપાલિકાકલ્પ તેમ જ તેમનાથચતુષ્પાદિકા અને
ઉપદેશમાલાકથાનકછપ્પય. વિનયચન્દ્ર આ કાવ્ય નાયાધમ્મકહાને આધારે યોજ્યાનું કહ્યું છે. આ વિનય અંકથી અંકિત અને પ્રદ્યુમ્નસૂરિ દ્વારા સંશોધિત કાવ્યમાં આઠ સર્ગ છે. એમાં અનુક્રમે શ્લોકોની સંખ્યા નીચે મુજબ છે :પ૭૬, ૬૭૦, ૨૫૬, ૨૦૭, ૩૩૨, પ૬૧, ૧૧૫૮ અને ૫૮૩. આ કૃતિમાં દવદન્તીનું અર્થાત્ નળ રાજાની પત્ની દમયન્તીનું જીવનચરિત્ર આલેખાયું છે. સમાનનામક કૃતિઓ – મલ્લિનાથચરિત્ર નામની કૃતિ નિમ્નલિખિત વ્યક્તિઓએ પણ રચી છે :કવિ પંપ, દિ, ભટ્ટારક પ્રભાચન્દ્ર, વિજયસૂરિ, ‘શુભવર્ધન અને દિ. “સકલકીર્તિ. આ પૈકી પંપ, પ્રભાચન્દ્ર અને સકલકીર્તિની કૃતિઓને મલ્લિનાથ–પુરાણ પણ કહે છે.
નાગચન્દ્ર પણ મલ્લિનાથ–પુરાણ રચ્યું છે. ૧. આ ચરિત્ર “ય. જે. ઝં.”માં વીરસંવત્ ૨૪૩૮માં પ્રસિદ્ધ કરાયું છે. આ ચરિત્રની એક હાથપોથી વિ.
સં. ૧૪૯૧માં લખાયેલી મળે છે. [જિનશાસન આરાધના ટ્રસ્ટ ક્ર. ૧૮માં પ્રસિદ્ધ.] ૨. કર્તાએ આપેલી પ્રશસ્તિમાં તો રચના–વર્ષ અપાયેલું નથી પરંતુ જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૯૪)માં આ
પ્રમણના ઉલ્લેખ છે. ૩. જુઓ પ્રશસ્તિ (શ્લો. ૧૦). ૪. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧. પૃ. ૧૫૪–૧૫૫, ૧૭૨ અને ૩૦૪). પ-૬, આ બન્ને ગુજરાતી કૃતિઓ છે. ૭. જુઓ મુનિસુવ્રતસ્વામિચરિતનું પ્રાસ્તાવિક (પત્ર ૪ આ). ૮. એમની કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૩૦માં છપાવાઈ છે. ૯. એમની કૃતિ કલકત્તાથી વિ. સં. ૧૯૭૯માં [જિનવાણી પ્રચારક કાર્યાલય દ્વારા] પ્રકાશિત થઈ છે. એની
એક હાથપોથી વિ. સં. ૧૫૧પમાં લખાયેલી મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org