________________
૧૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
|
આ ઉપરાંત પાઈયમાં પણ ચાર અને અપભ્રંશમાં એક એમ પાંચ કૃતિઓ છે.' એ તમામ
માટે હું મલ્લિનાચરિય એવું નામ યોજું છે. P ૨૫ [૨૦] મુનિસુવ્રત-ચરિત્ર (લ. વિ. સં. ૧૨૪૦) – આના કર્તા મુનિરત્નસૂરિ છે. એઓ વિ. સં.
૧૧૪૯માં “પૉર્ણમિક ગચ્છ સ્થાપનારા ચન્દ્રપ્રભસૂરિના પટ્ટધર ધર્મઘોષસૂરિના શિષ્ય સમુદ્રઘોષસૂરિના શિષ્ય થાય છે. એમણે અમમસ્વામિચરિત્ર તેમજ અંબડચરિત્ર રચ્યું છે. એમણે આ ચરિત્ર ૨૩ સર્ગમાં ૬૮૦૬ શ્લોક જેવડું રચી એ દ્વારા જૈનોના વીસમાં તીર્થકર મુનિસુવ્રતસ્વામીના જીવન ઉપર પ્રકાશ પાડ્યો છે. ‘મુનિસુવ્રત’ને બદલે “સુવ્રત' એવો પણ પ્રયોગ જોવાય છે. “મુનિસુવ્રત-ચરિત્ર–આ ચરિત્રના કર્તા વિનયચન્દ્ર છે. આ વિનયથી અંકિત અને સુભાષિતોથી
મંડિત મહાકાવ્ય આઠ સર્ગમાં વિભક્ત છે. એમાં પદ્યની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :P ૨૬ ૫૩૭, ૧૧૦૬, ૪૦૮, ૬૮૫, ૨૬૩, ૬૮૩, ૪૫૫ અને ૩૯૪.
આમ એકંદર ૪૫૩૧ શ્લોક છે. એનો મોટો ભાગ “અનુષ્ટ્રભુ'માં છે કેમકે લગભગ પ્રત્યેક સર્ગના અંતમાં જ છંદ બદલાયો છે. પ્રથમ સર્ગમાં મુનિસુવ્રતસ્વામીના ચાર ભવ અને દ્વિતીય સર્ગમાં બીજા ચાર ભવ અને બાકીના સર્ગોમાં એમના નવમા ભવનું વર્ણન છે. તેમાં ત્રીજા સર્ગમાં મુનિસુવ્રતસ્વામીનાં જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન વિષે, ચોથામાં દેશના, પાંચમામાં સમવસરણ, છઠ્ઠામાં ઉપદેશ (2) સાતમામાં “અશ્વાવબોધ' તીર્થની ઉત્પત્તિ અને આઠમામાં નિર્વાણ વિષે નિરૂપણ છે. બીજા સર્ગમાં અગડદત્ત, યુગબાહુ અને આરામશોભાની કથા, ત્રીજામાં હરિવંશની ઉત્પત્તિ, ચોથામાં મંગલ, સુભદ્રા, અગટ ભૂપતિ અને ઈલાપુત્રનાં ચરિત્ર, પાંચમામાં વંકચૂલની કથા, છઠ્ઠામાં ચંપકમાલા, ધનપાલ, જિતશત્રુ નૃપ, ધર્મદેવ, ઋષિદત્તા અને તિલક મંત્રીની કથા,
સાતમામાં પોત્તર નૃપ, વિષ્ણુકુમાર મહર્ષિ, મહાપદ્મ ચક્રવર્તી, સુનન્દ અને દામન્નકની કથા ૧. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૧-૩૦૩). ૨. “માલધારી હર્ષપુરીય' ગચ્છના હેમચન્દ્રસૂરિના શિષ્ય શ્રીચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૯૩માં ૧૦૯૯૪ ગાથામાં
મુણિસુવ્યયચરિય રચ્યું છે. ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૧) પ્રમાણે આ સૂરિને અમમસ્વામિચરિત્રના પ્રણેતાથી અભિન્ન હશે. ૪. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૮૧). આ અમ્બડ-ચરિત્ર દ્વારા આ અમ્બડ ક્ષત્રિયની તેમ જ એની બત્રીસ
પુત્રીઓની ઉત્પત્તિ કેમ થઈ તે દર્શાવાયું છે. [અંબડચ. હર્ષપુષ્યામૃતગ્રં. માં સં. ૨૦૩૯માં પ્રસિદ્ધ.] ૫. આ ચરિત્ર “લ. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૫૭માં છપાવાયું છે. એના સંપાદન અને સંશોધનનું કાર્ય પં.
વિક્રમવિજયગણિ અને મુનિશ્રી ભાસ્કરવિજયજીએ કર્યું છે. ૬. આના પ્રથમ સર્ગના સાતમા પદ્યમાં કહ્યું છે કે સ્વામી મલ્લિનું ચરિત્ર આલેખી સુવ્રતનું ક્રમ પ્રાપ્ત ચરિત્ર
આલેખું છું. આથી એમ લાગે છે કે ઋષભદેવથી માંડીને ક્રમશઃ મહાવીરસ્વામી સુધીના તમામ તીર્થકરોનાં અને તેમ નહિ તો મુનિસુવ્રતસ્વામી સુધીનાં ચરિત્રો વિનયચન્દ્ર રચ્યાં છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org