________________
૧ ૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
P. ૨૨
શાન્તિનાથ-પુરાણ-આ નામનું એકેક પુરાણ નિમ્નલિખિત સાત દિ. વ્યક્તિઓએ રચ્યું છે – (૧) અસગ, (૨) ગુણસેન, (૩) બ્રહ્મ-જયસાગર, (૪) બ્રહ્મદેવ, (૫) શાન્તિકીર્તિ, (૬) શ્રીભૂષણ અને (૭) સકલકીર્તિ.
આ સાતનાં પુરાણો ઉપરાંત એક અજ્ઞાતકર્તૃક પુરાણ પણ છે." [૧૭] કુન્થનાથ–ચરિત્ર–આ ૫૫૫૫ શ્લોક જેવડા ચરિત્રની નોંધ બૃ. ટિમાં છે. એના કર્તા
વિબુધપ્રભસૂરિ છે. [આની અપૂર્ણ નકલ પ્રાકૃત ટેસ્ટ સી.માં છે.] એમણે તથા કોઈ કે સંસ્કૃતમાં તો કોઈ કે પાઈયમાં કુન્થનાથનું–જૈનોના સત્તરમા તીર્થંકરનું અને એ જ ભવમાં (છઠ્ઠા) ચક્રવર્તી તરીકે જીવન જીવનારનું ચરિત્ર રચ્યું છે. પાઠય કૃતિ માટે હું કુન્થનાહચરિય
એવું નામ યોજું છું. [૧૮] અરનાથ–સ્તવ (લ. વિ. સં. ૧૬૭૫) – આના કર્તા “ખરતરમ્ ગચ્છના ઉપાધ્યાય જ્ઞાનવિમલના
શિષ્ય પાઠક શ્રીવલ્લભ છે. એમણે અભિ. ચિં. ઉપર દુર્ગાદપ્રબોધ નામની ટીકા, શેષનામમાલાની ટીકા તેમ જ નિઘંટુ-શેષ ઉપર ટીકા રચી છે. એમણે જિનમાણિકયસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના રાજ્યમાં આ ચરિત્ર રચી એને સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યું છે. આ અરનાથનું–જૈનોના અઢારમા તીર્થંકરનું ચરિત્ર છે. આ તીર્થંકર પણ એમના પૂર્વના બે તીર્થકરોની પેઠે એ જ ભવમાં (સાતમા) ચક્રવર્તી પણ હતા. [શુભશીલકૃત અરનાથ ચ. પ્રા.ટે.માં છે.] કોઈકે સંસ્કૃતમાં અરનાથચરિત્ર રચ્યું છે અને કોઈકે પાઈયમાં તેમ કર્યું છે. એ પાઈય કૃતિ
માટે હું અપનાહચરિય એવું નામ યોજું છું. [૧૯] મલ્લિનાથચરિત્ર-મલ્લિનાથ એ જૈનોના ૧૯મા તીર્થંકર છે. એઓ સ્ત્રી હતા કે પુરુષ એ
બાબતમાં જૈનોમાં મતભેદ છે. શ્વેતાંબરો તો એ સ્ત્રી જ હતા એમ બેધડક માને છે અને એ માટે નાયાધમ્મકહા (સુય. ૧, અ. ૮) વગેરેનો પુરાવા તરીકે નિર્દેશ પણ કરે છે. મુક્તિ મેળવવામાં સ્ત્રીનો દેહ આડે આવતો નથી–સ્ત્રી પણ પુરુષની જેમ મુક્તિની અધિકારી છે એમ શ્વેતાંબરોની સાથે સાથે યાપનીયો પણ માને છે. વળી સર્વે દિગંબરોને માન્ય એવા કેટલાક પ્રાચીન ગ્રંથકારો પણ સ્ત્રીની મુક્તિ સ્વીકારે છે એટલે એમના ગ્રંથોને પ્રમાણભૂત માનનારા દિગંબરોને પણ મલ્લિનાથ જો “સ્ત્રી' જ તરીકે મુક્તિએ ગયા હોય તો એ માનવામાં વાંધો રહેતો નથી, બાકી “ચુસ્ત દિગંબર” તરીકે પોતાની જાતને ઓળખાવવામાં રાચનારા દિગંબરોને તો મલ્લિનાથને “સ્ત્રી' માનવાનું તો પરવડે જ નહિ એટલે એઓ તો મલ્લિનાથ સ્ત્રી હોય તો
પણ એમને પુરુષ જ માને. ગમે તેમ પણ સમસ્ત જૈનો એમને “તીર્થકર’ તો માને છે જ. ૧. “શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ”ના દ્વિતીય વિભાગની પ્રસ્તાવના (પૂ. ૪૩-૪૪)માં મેં
શાન્તિનાથને અંગેનાં બાર ચરિત્રોની સંક્ષેપમાં નોંધ લીધી છે. ૨. જુઓ જૈ સં. સા. ઈ (ખંડ ૧)નું પૃ. ૯૫. ૩. એજન, પૃ. ૧૧૭. ૪. એજન, પૃ. ૧૨૬. ૫. જુઓ છખંડાગમ (સૂ. ૯૯)ની ટીકા નામે ધવલા (ભા. ૧) માં વપરાયેલો “સંજદ' શબ્દ તેમ જ ગોમ્મદસાર.
P ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org