________________
પ્રકરણ ૧૯ : (અ) બૃહત્ પદ્યાત્મક કાવ્યો : જિનચરિત્રો (ચાલુ) મે ૨૦ [૧૬] શાન્તિનાથ-ચરિત્ર (લ. વિ. સં. ૧૨૫૦) – આના કર્તા ‘રાજ' ગચ્છના માણિજ્યચન્દ્રસૂરિ
છે. એમણે કાવ્યપ્રકાશ ઉપર 'સંકેત નામની ટીકા રચી છે તેમ જ વિ. સં. ૧૨૭૬માં પાર્શ્વનાથચરિત્ર રચ્યું છે, એમણે પ્રસ્તુત કૃતિમાં જૈનોના સોળમા તીર્થકર અને એ જ ભવમાં ('પાંચમા) ચક્રવર્તી થયેલા મહાપુરુષ શાન્તિનાથનું જીવનચરિત્ર આલેખ્યું છે. [અદ્યાવધિ અપ્રગટ આ ગ્રંથનું અનેક હસ્તલિખિત પ્રતિઓના આધારે સંશોધન, સંપાદન સા.શ્રીહેમગુણાશ્રી, સા.
દિવ્યગુણાશ્રીએ કર્યું છે. આનું પ્રકાશન “આ.કેંકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરત દ્વારા વિ.સં.૨૦૫૮માં આ વિજયભદ્રસૂરીશ્વરજી દીક્ષાશતાબ્દી પ્રસંગે થયું છે.].
શાન્તિનાથ–ચરિત્ર (વિ. સં. ૧૩૦૭)–આના કર્તા અજિતપ્રભસૂરિ છે. એઓ પૌર્ણમિક ગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય થાય છે. આ ચરિત્ર છ સર્ગમાં વિ. સં. ૧૩૦૭માં લગભગ ૫૦૦૦ શ્લોકમાં રચાયું છે. શાન્તિનાથ–ચરિત્ર (વિ. સં. ૧૩૨૨) – આ મદનચન્દ્રસૂરિના શિષ્ય મુનિદેવસૂરિની રચના છે. એમણે આ ચરિત્ર “પૂર્ણતલ ગચ્છના દેવચન્દ્રસૂરિની કૃતિ નામે સન્તિનાહચરિયને આધારે પદ્યમાં વિ. સં. ૧૩૨ ૨માં રહ્યું છે. એનું સંશોધન પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. પશાન્તિનાથ–ચરિત્ર (વિ. સં. ૧૪૧૦) – આના કર્તા “બૃહદ્ ગચ્છના ગુણભદ્રસૂરિના શિષ્ય 2 ૨૧ મુનિભદ્રસૂરિ છે. એમણે ૧૯ સર્ગમાં લગભગ ૬૨૭૨ શ્લોક જેવડું શાન્તિનાથનું આ ચરિત્ર વિ. સં. ૧૪૧૦માં રચ્યું છે. એનો ૧૨મો સર્ગ યમકથી અલંકૃત છે. આ મહાકાવ્યરૂપ ચરિત્રની પ્રશસ્તિ (ગ્લો. ૯) ઉપરથી જાણી શકાય છે કે આ મુનિભદ્રસૂરિનું પેરોજ રાજાની સભામાં વજન પડતું હતું. પ્રશસ્તિના શ્લો. ૧૩માં એમણે કાલિદાસ, ભારવિ, માઘ અને શ્રીહર્ષનો ઉલ્લેખ કર્યો છે અને ગ્લો. ૧૪માં કહ્યું છે કે અજૈન પાંચ કાવ્ય શિખવાય છે તેની
જેમ આ શાન્તિનાથ-ચરિત્ર પણ શિખવાડવું ઘટે. ૧. આનો સંક્ષિપ્ત પરિચય મેં જૈ. સં. સાઈ. (ખંડ ૧, પૃ ૨૮૭–૨૮૮)માં આપ્યો છે. ૨. એમની પૂર્વે ચાર ચક્રવર્તી થયા છે : (૧) ભરત, (૨) સગર, (૩) મઘવા અને (૪) સનકુમાર. ૩. આ “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાયું છે. શ્રીવિજયેન્દ્રસૂરિ દ્વારા ત્યારબાદ સંપાદિત
કરાયેલું આ ચરિત્ર બિબ્લિઓથેકા ઈન્ડિકામાં છપાવાયું છે. ૪. આમાં દાક્ષિણ્યચિહ્નસૂરિએ ઉર્ફે ઉદ્યોતનસૂરિએ રચેલી કુવલયમાલાનો ઉલ્લેખ છે. [વિશેષ માટે જુઓ
ડો. દીક્ષિતનું “તેરહવી ચૌદહવી શતાબ્દી કે મહાકાવ્ય'] ૫. આ “ય. જૈ. ગ્રં.” વીરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત કરાયું છે. એની સંસ્કૃત પ્રસ્તાવના એના સંપાદકો પં.
હરગોવિંદદાસ ત્રિ. શેઠે અને પં. બેચરદાસ જી. દોશીએ લખી છે. એમાં પરિશિષ્ટપર્વની પ્રસ્તાવનામાં ડૉ.
યાકોબીએ “કલિ.’ હેમચન્દ્રસૂરિને અંગે વ્યાકરણાદિ પરત્વે જે આક્ષેપો કર્યા છે તેના રદિયા અપાયા છે. ૬. કર્તાએ પ્રત્યેક સર્ગના અંતમાં પ્રસ્તુત ચરિત્રનો “મહાકાવ્ય' તરીકે ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org