________________
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો ઃ જિનચરિત્રો : [પ્ર. આ. પ-૮]
છે. એ મહાકાવ્ય તીર્થકરોની સ્તુતિઓ રચનારા કવિ પદ્મ મંત્રીની અભ્યર્થનાથી યોજાયેલું હોવાથી P ૭ એના નામમાં ‘પા' શબ્દ ગૂંથી લેવાયો છે. આની પ્રશસ્તિ (ગ્લો. ૪૯)માં વિ. સં. ૧૨૯૪માં ગાદીએ આવનારા વીસલદેવ (વિશ્વલદેવ)નું નામ છે એટલે આ મહાકાવ્ય વિ. સં. ૧૨૯૪ થી ૧૨૯૭ના ગાળામાં રચાયું છે. આનો પ્રારંભ જોતાં એમ જણાય છે કે કર્તાની અભિલાષા “કૌશલિક' ઋષભદેવ વગેરે ચોવીસે તીર્થકરોનું વિસ્તૃત ચરિત્ર રચવાની હતી. એ ફળીભૂત થઈ હોય તો પણ આજે તો આપણને ઋષભદેવનું જ ચરિત્ર મળે છે. તેમ છતાં એ આનંદનો વિષય છે કે એમણે ચોવીસે જિનેશ્વરોનું સંક્ષેપમાં રચેલું ચરિત્ર તો મળે જ છે. એ પદ્માનન્દ-મહાકાવ્યને હિસાબે લગભગ ત્રીજે ભાગે છે કેમકે એમાં ૧૮૦૨ પદ્યો છે. આ સંક્ષિપ્ત ચરિતમાં વિસ્તૃત ચરિત રચવાની અભિલાષા દર્શાવાઈ છે.
પવાનન્દ–મહાકાવ્ય એ હૈમ ત્રિષષ્ટિ. (પદ્યાત્મક)ને સામે રાખીને યોજાયું છે. એમાં જાતજાતના છન્દ અને અલંકારોનો ઉપયોગ કરાયો છે. સ. ૧૪માં શ્લો. ૭૫-૮૨ ત્રિવર્ગ-પરિહારનાં ઉદાહરણરૂપ ણ ૮ છે. એમાં ક-વર્ગ, ચ-વર્ગ અને ટ-વર્ગના અક્ષરોનો ઉપયોગ કરાયો નથી. એવી રીતે આ સર્ગના શ્લો. ૧૦૫-૧૯૫ “કુ' થી “મ્' સુધીના પચ્ચીસ અક્ષરોથી રહિત છે અને આમ એ પંચવર્ગ પરિહારના ઉદાહરણરૂપ છે. નિરીક્ય અર્થાત્ ઐક્ય અક્ષર વિનાની પ્રાચીન કૃતિ તે દંડીએ રચેલા દશકુમારચરિતનો સાતમો ઉચ્છવાસ છે. મરાઠી કવિ મોરોપંતે નિરોષ્ટ-રામાયણ રચ્યું છે.
વૃત્તિ-આ મહાકાવ્ય ઉપર કોઈકની ૬૨૮૧ શ્લોક જેવડી વૃત્તિ છે. ટિપ્પણ–આ જિનવર્ધમાન (? જિનવર્ધન)ના શિષ્ય હર્ષવર્ધનની રચના છે.
ભાષાંતર-પ્રસ્તુત મહાકાવ્યનું ગુજરાતીમાં ભાષાન્તર થયેલું છે. એ ભાષાન્તરકારનું નામ અપાયા વિના છપાવાયું છે. [૧] ઋષભદેવ–ચરિત્ર (લ. વિ. સં. ૧૩૨૫)–આ ચરિત્ર નેમિકુમારના પુત્ર વામ્ભટે રચ્યું છે
અને એનો ઉલ્લેખ એમણે પોતે પોતાની કૃતિ નામે કાવ્યાનુશાસનમાં કર્યો છે પણ એની એકે હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. આનો વિષય જૈનોના આદ્ય તીર્થકર ઋષભદેવનો જીવનવૃત્તાંત છે. ભાગવત (સ્કંધ ૫, અ. ૨-૬)માં ઋષભદેવનું જીવનચરિત્ર વૈદિક હિન્દુઓની માન્યતા મુજબ અપાયું છે.
આદિનાથ-ચરિત્ર (વિ. સં. ૧૪૭૪)–આ વિનયચન્દ્ર વિ. સં. ૧૪૭૪માં રચ્યું છે. ૧. આમાં પદ્મ મંત્રીનો એમના પૂર્વજ મંત્રી વાસુપૂજ્યથી માંડીને પરિચય અપાયો છે. ૨. આનું નામ “ચતુવિંશતિ–જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિત” છે અને એ “ગા. પી. ગ્રં.” માં ઇ.સ. ૧૯૩૨માં
પ્રકાશિત છે. જુઓ પૃ. ૪. ટિ. ૧. આનો ગુજરાતી અનુવાદ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૯૩માં
છપાવાયો છે. [આ. સુશીલસૂરિકૃત તીર્થકરચરિત્ર “લા.જ્ઞાન મં.” બોટાદથી સં. ૨૦૩૦માં છપાયું છે.] ૩. જુઓ પધાનન્દ-મહાકાવ્યની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ ૮-૧૦). ૪. અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ જ. મ. માં વિ. સં. ૧૧૬૦ માં આદિનાહચરિય રચ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org