________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ પ્રકરણ ૧૮
જૈન સાહિત્યનો ઉદ્ભવ એ કંઈ સાહિત્યની જ રચનાની આકાંક્ષાને આભારી નથી પરંતુ મોટે ભાગે તો જૈન ધર્મના સ્વરૂપને સમજાવવાની ભાવનાને આભારી છે. આમ હોવાથી એ સ્વરૂપને યથાર્થ રીતે રજૂ કરનારા જૈન તીર્થકરોનાં ચરિત્રોથી કાવ્યના શ્રીગણેશ માંડવા હું લલચાઉં છું.
આપણા આ દેશમાં–“ભારતવર્ષમાં ચાલુ “હુંડા' અવસર્પિણી કાળમાં “કૌશલિક' ઋષભદેવથી માંડીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. એ પ્રત્યેકનાં છૂટાં છૂટાં
એટલે કે સ્વતંત્ર તેમ જ એકસામટાં પરંતુ ક્રમશઃ ચોવીસેનાં એમ બે રીતે ચરિત્રો મળે છે. આ ઉપરાંત ૨ ૬ ચોવીસેનું કે અમુક અમુક તીર્થંકરનું ચરિત્ર અન્ય મહાપુરુષોના ચરિત્ર સાથે સંકલિત કરાયેલું પણ મળે
છે. તેમાં દરેક તીર્થંકરના સ્વતંત્ર ચરિત્રથી હું શરૂઆત કરીશ. તેમ કરતી વેળા ‘પુરાણ' તરીકે નિર્દેશાયેલાં ચરિત્રોની પણ સાથે સાથે સંક્ષિપ્ત નોંધ લઈશ.
ભ. મહાવીર સ્વામી અને એમના પુરોગામી પુરુષાદાનીય’ પાર્શ્વનાથ સિવાયના તીર્થંકરો તેમ જ રામચન્દ્ર, હનુમાન, વાસુદેવ કૃષ્ણ, પાંડવો, પુણ્યશ્લોક નળ વગેરે મહાપુરુષો પ્રાગુ-ઐતિહાસિક યુગમાં થયેલા છે એટલે એ પૌરાણિક મહાપુરુષ ગણાય. એમના ચરિત્રને અંગે “પુરાણ' શબ્દ પણ વપરાય છે. આ પુરાણો કોને કોને અંગે કેટલાં કેટલાં રચાયાં છે અને એ કઈ કઈ ભાષામાં રચાયાં છે, અજૈન પુરાણો સાથે એનું શું સામ્ય છે ઇત્યાદિ બાબતોનો એકસામટો ખ્યાલ આવે તે માટે હું પુરાણો” એવા શીર્ષકપૂર્વક એ કૃતિઓનો એક જુદો વર્ગ પાડીને પણ વિચાર કરીશ.
પદ્માનન્દ-મહાકાવ્ય યાને જિનેન્દ્રચરિત (લ. વિ. સં. ૧૨૯૫)-આના કર્તા ‘વેણીકૃપાણ” શીઘ્ર કવિ અમરચન્દ્રસૂરિ છે. એઓ ‘વાયડ' ગચ્છના અને વિવેકવિલાસના પ્રણેતા જિનદત્તસૂરિના શિષ્ય થાય છે. એ કવિએ “વીર” અંકથી અંકિત આ મહાકાવ્ય '૧૯ સર્ગમાં ૫૪૭૬૫ પદ્યમાં રચ્યું ૧. આ શબ્દથી હું ‘અકસંધાન' કાવ્યોનો વર્ગ પૃથક છે એ વાત સૂચવું છું કેમકે નાભેય-નેમિ જેવા દ્વિસંધાન
કાવ્યમાં ઋષભદેવ અને નેમિનાથ એ બેના અને સપ્તસંધાન જેવા કાવ્યમાં એ બે ઉપરાંત શાન્તિનાથ, પાર્શ્વનાથ ને મહાવીર સ્વામી એ ત્રણેના એમ એકંદર પાંચ તીર્થકરોનાં તેમ જ કૃષ્ણ અને રામચન્દ્રનાં
ચરિત્રો રજૂ કરાયેલાં છે તેનો અત્રે સમાવેશ થતો નથી. ૨. આ મહાકાવ્ય એને અંગેનાં મારાં અંગ્રેજી સારાંશ (digest), સંસ્કૃત અને અંગ્રેજી ભૂમિકા તથા પદ્યાનુક્રમણિકા ઇત્યાદિ સહિત તેમ જ આ કવિકૃત ચતુર્વિશતિજિનેન્દ્ર સંક્ષિપ્તચરિત્રપૂર્વક “ગા. પી. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૨માં છપાવાયું છે અને એ મેં સંપાદિત કર્યું છે. આની વિ. સં. ૧૨૯૭માં લખાયેલી એક હાથપોથી ખંભાતના એક ભંડારમાં છે આ મહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૯૯માં “શ્રીઆદિનાથપ્રભુચરિત” ના નામથી પ્રકાશિત કરાયું છે. એની પ્રસ્તાવનામાં તમામ સર્ગોનો સારાંશ ગુજરાતીમાં અપાયો છે. સુરેન્દ્રસૂરિ ત. પાઠશાળા અમદા.થી આ આ. જગચંદ્રસૂરિના સંપાદન પૂર્વક ૨૦૧૨માં છપાયો છે. વિશેષ માટે જુઓ “તેરહવી ચૌદહવી શતાબ્દી કે જૈન સંસ્કૃત કાવ્ય”
ડો. શ્યામશંકર દીક્ષિત.] ૩. એમનો પરિચય મેં જૈ. સં સા. ઈ (ખંડ ૧, પૃ. ૯૮ અને ૩૨૪)માં આપ્યો છે. ૪. આ પૈકી ૧૯મો સર્ગ ‘પ્રશસ્તિ-સર્ગ છે. ૫. ૧૩૩, ૩૨૭, ૨૪૧, ૨૪૭, ૧૪૨, ૨૬૨, ૬૯૫, ૧૭૪, ૧૨૫, ૧૨૯, ૮૯, ૧૬૭, ૪૭૧, ૩૧૩,
૨૭૨, ૨૮૩, ૪૦૯, ૩૨૩ અને ૬૩ એમ ૧૯ સર્ગમાં પદ્યોની અનુક્રમે સંખ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org