________________
P. C
P ૧૦
૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
આદિનાથ-ચરિત્ર–આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે.
આદિનાથ–પુરાણ—ચન્દ્રકીર્તિ, [ધર્મકીર્તિ] શાન્તિદાસ, 'સકલકીર્તિ અને હસ્તિમલ્લ એ ચારેનું એકેક પુરાણ મળે છે.૨ [શ્રીદેવેન્દ્રમુનિ શાસ્ત્રીના ભ. ઋષભદેવ એક અનુશીલ નં માં અનેક ચરિત્રોનો ઉપયોગ થયો છે.]
[૨] અજિતનાથ—ચરિત્ર–આ વિષયની સ્વતંત્ર કૃતિ તરીકે તો કોઈ અજ્ઞાતકર્તૃક રચના હોય તો હોય; બાકી અરુણમણિનું વિ. સં. ૧૭૧૬માં [જહાનાબાદ, બિહારમાં] રચાયેલુ અજિતનાથપુરાણ છે. એમાં જૈનોના દ્વિતીય તીર્થંકર અજિતનાથનો જીવનવૃત્તાન્ત આલેખાયો છે. દિવાનન્દસૂરિકૃત અજિતનાથચરિત્રની નકલ પ્રાકૃતટેક્ષ્ટ સો. અમદાવાદમાં છે.] [૩] સંભવનાથ—ચરિત્ર (વિ. સં. ૧૩૦૦)– આના કર્તા તેજપાલ છે. શું એઓ વસ્તુપાલના ભાઈ થાય છે ? આ તેજપાલે આ દ્વારા જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથનું ચરિત્ર આલેખ્યું છે. આ કૃતિની એક હાથપોથી ભાં. પ્રા. સં. મં. મા છે.
સંભવનાથ-ચરિત્ર (વિ.સં. ૧૪૧૩) આ મેરુતંગસૂરિની રચના છે.
સંભવનાથ—ચરિત્ર–આ અજ્ઞાતકર્તક ચરિત્રની એક તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં છે. આ ચિરત્રની નોંધ બૃ. ટિ. માં છે.
[૪] અભિનન્દનસ્વામિ-ચરિત્ર–‰. ટિ.માં આ નામનું એક સંસ્કૃત ચરિત્ર છે. એમાં જૈનોના ચોથા તીર્થંક૨ અભિનન્દનસ્વામીનું ચરિત્ર આલેખાયું છે.
[૫] 'સુમતિનાથ—ચરિત્ર–પૃ. ટિ.માં આ નામની એક કૃતિ નોંધાયેલી છે. વળી જેસલમેરના ભંડારમાં આ નામની એક અજ્ઞાતકર્તૃક કૃતિની તાડપત્રીય પ્રતિ છે. આ બંનેમાં જૈનોના પાંચમા તીર્થંકર સુમતિનાથનું ચરિત્ર આલેખાયું છે.
[૬] પદ્મપ્રભ-ચરિત્ર (વિ. સં. ૧૨૫૪) – આના કર્તા ‘જાલિહર’ ગચ્છના દેવસૂરિ છે. એઓ ધર્મઘોષસૂરિના શિષ્ય અને સર્વાનન્દસૂરિના પ્રશિષ્ય થાય છે. આ દેવસૂરિએ વિ. સં. ૧૨૫૪માં રચેલા ચરિત્રમાં છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભનાથનો વૃત્તાન્ત રજૂ કર્યો છે. વિશેષમાં એમણે અહીં ત્રણ વાત કહી છે :
(૧) ‘જાલિહર’ અને ‘કાસદ્રહ' એ બે ગચ્છો ‘કોટિક’ ગણની ‘વિદ્યાધર' શાખામાંથી એકસાથે નીકળ્યા છે. [પઉમપહસામિય. (જાલીહરગચ્છીય)ની નકલ પ્રા.ટે.સો. અમદાવાદમાં છે.] (૨) ગ્રંથકારના પ્રગુરુ સર્વાનન્દસૂરિએ પાર્શ્વનાથરિત્ર રચ્યું છે.
૧. એમણે રચેલા પુરાણને પુરુદેવ-પુરાણ પણ કહે છે કેમકે ‘પુરુદેવ’નો અર્થ ‘ઋષભદેવ’ થાય છે. [જિનવાણી પ્ર. કાર્યાલય કલકત્તાથી ૧૯૩૭માં આ પ્રકાશિત થયેલ છે.]
Jain Education International
૨. જુઓ મહાપુરાણ (ભા. ૧)ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૨૦)
૩. કોઈકે પાઈયમાં પણ આ તીર્થંકરનું ચરિત્ર રચ્યું છે. એનું નામ અભિનન્દણસામિચરિય છે.
૪. વિ. સં. ૧૨૪૧માં કુમારવાલચરિય રચનારા સોમપ્રભસૂરિએ જ. મ.-માં સુમઈનાહ-ચરિય રચ્યું છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૮). [સંપા.૨મણીક શાહ પ્ર. પ્રાકૃતગ્રંથ પરિષદ્]
For Personal & Private Use Only
www.jainelibrary.org