________________
૬૬ [66]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ અંશે કરાતી જોવાય છે. આમ જૈન જગત્ પૂરતું તો આ પ્રકારના સાહિત્યનું ક્ષેત્ર બારેક સૈકા થયા તો જૂનાધિક પ્રમાણમાં ખેડાતું રહ્યું છે. ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યો સૌથી વધુ પ્રમાણમાં રચાયાં છે.
અનેકાર્થક સાહિત્ય જૈન સાહિત્યના બે વર્ગ પાડી શકાય : (૧) એકાર્થક અને (૨) અનેકાર્થક જૈન આગમો પાઈયમાં રચાયેલાં છે. એનાં સૂત્રો અનેકાર્થક છે. એ ચારે અનુયોગના સૂચક ગણાય છે. આનું એક ઉદાહરણ જિનપ્રભસૂરિએ આવસ્મયની નિજ્વત્તિની ૩૩૬મી ગાથાના નિરૂપણ દ્વારા પૂરું પાડ્યું છે. અનાગમિક સાહિત્યગત કેટલીક કૃતિઓ અનેકાર્થક છે અહી હું “અનેકાર્થક' શબ્દ વ્યાપક અર્થમાં વાપરું છું અને એથી તો નીચે મુજબની રચનાઓને અનેકાર્થક ગણું છું -
(૧) કયાશ્રયકાવ્યો. (૨) અનેકસન્ધાનકાવ્યો. (૩) પાદપૂર્તિરૂપકાવો. (૪) અનેકાર્થી કૃતિઓ.
યાશ્રય કાવ્યો બે ભિન્ન ભિન્ન વિષયને એકસાથે રજૂ કરે છે. અનેક સન્યાન-કાવ્યો પ્રાયઃ ચરિત્રાત્મક છે. એ એક કરતાં વધારે વ્યક્તિઓનાં ચરિત્રો પૂરાં પાડે છે. પાદપૂર્તિરૂપ કાવ્યો પૈકી કેટલાં P ૬૩યે એવાં છે કે જેમાં જે ચરણની એ પૂર્તિરૂપ હોય તે ચરણનો ચાલુ અર્થમાં ઉપયોગ ન કરતાં અન્ય
અર્થનો દ્યોતક બનાવાયો હોય છે અનેકાર્થી કૃતિઓ એક જ પદ્ય જેવાના જાતજાતના અર્થોથી અલંકૃત હોય છે.
જયસુન્દરે કોઈક પદ્યની શતાર્થો રચી છે અને એ પદ્યમાં નિમ્નલિખિત અંશો હશે એમ અર્થરત્નાવલી (પૃ. ૭, ૯ અને ૧૧)માંના ઉલ્લેખો જોતાં જણાય છે –
जयवृषभावः, नमतांसदावी भने तरांतस्य ।
આ પુસ્તકમાં માનસાગરીય શતાથ વિશે સંક્ષિપ્ત માહિતી છપાઈ ગયા બાદ “આગમોદ્ધારક ગ્રન્થમાલા”માં ૨૧મા રત્ન તરીકે વિ. સં. ૨૦૧૯માં “શતાર્થવિવરણ”ના નામથી પ્રકાશિત આ શતાથ મારા જોવામાં આવી છે એટલે કેટલીક બાબતો એમાં ઉમેરું છું. આનાં આદ્ય ૧૦૬ પડ્યો યોગશાસ્ત્ર (પ્ર. ૨, શ્લો. ૧૦)ના ૧૦૬ અર્થો પૂરાં પાડે છે. એનો વિષય વિગેરે નીચે મુજબ છે :વિષય
અર્થસંખ્યા વિષય અર્થસંખ્યા -ઋષભદેવાદિ ૨૪ તીર્થકરો
જિનવાણી સર્વ જિન
શાસનદેવી
૧૩૪
૧. ૨ + ૩ + ૨ + ૧ + ૨ + ૧ + ૨ + ૧ + ૧ + ૨ + ૨ + ૧ + ૧ + ૧ + ૧ + ૨ +
૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૨ અર્થાત્ બીજા તીર્થકર અંગે ૩ તથા ૧, ૩, ૫, ૭, ૧૦, ૧૧, ૧૫ અને ૨૪ એ ક્રમાંકવાળા તીર્થંકર પરત્વે બબ્બે અને બાકીના પંદર માટે એકેક અર્થ કરાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org