________________
ઉપોદ્ધાત
[43] ૪૩ પ્રકાર પાડી “પ્રેક્ષ્ય'ના “પાઠ્ય” અને “ગેય’ એમ બે ઉપપ્રકારો અપાયા છે. પાક્યના નાટક, પ્રકરણ ઇત્યાદિ બાર ભેદો દર્શાવાયા છે. એવી રીતે “ગેય કાવ્યના ડોમ્બિકા, ભાણ વગેરે ભેદો દર્શાવાયા છે. “શ્રવ્ય” કાવ્યના (૧) મહાકાવ્ય, (૨) આખ્યાયિકા, (૩) કથા, (૪) ચંપૂ અને (૫) અનિબદ્ધ એમ પાંચ ભેદો દર્શાવાયા છે. અનિબદ્ધના મુક્તક વગેરે ઉપભેદો ગણાવાયા છે. કથાના આખ્યાન, નિદર્શન, પ્રવહ્નિકા, મળ્યુલ્લિકા મણિકુલ્યા, પરિકથા, સકલકથા, ખંડકથા અને બૃહજ્જા એમ વિવિધ પ્રકારો નોંધાયા છે.
| ગુજરાતી પદ્યાત્મક કૃતિને “કવિતા” કહે છે. આ કવિતાઓના-કાવ્યોના પ્રકાર અને ઉપપ્રકારની ચર્ચા શ્રી. રામનારાયણ પાઠકે અર્વાચીન કવિતા સાહિત્યનાં વહેણોમાં– ખાસ કરીને એના પાંચમાં (અંતિમ) વ્યાખ્યાનમાં કરી છે. અહીં એમણે મહાકાવ્ય, આખ્યાન-કાવ્ય અને ખંડકાવ્યના સ્વરૂપ આલેખ્યા છે. મહાકાવ્ય એ કદમાં ઘણું મોટું હોય છે અને એમાં માનવજાતિના વિવિધ જીવન પ્રસંગોને સ્થાન અપાયેલું હોય છે. આખ્યાન-કાવ્ય એ મહાકાવ્યનાં લક્ષણોથી લક્ષિત હોય છે ખરું પરંતુ એ એના કરતાં કદમાં નાનું અને એ રીતે ઊતરતું કિન્તુ સુશ્લિષ્ટતાની બાબતમાં ચડિયાતું હોય છે. ખંડકાવ્ય સમસ્ત જીવન ઉપર પ્રકાશ પાડતું નથી પરંતુ એ તો એના કોઈ એક વિશિષ્ટ પ્રસંગનું સુરેખ, સમરેખ અને સચોટ નિરૂપણ પૂરું પાડે છે. એ આખ્યાન-કાવ્ય કરતાં યે નાનું હોય છે કિન્ત અધિક પ્રમાણમાં સુશ્લિષ્ટ હોય છે.
P ૨૫ | ઊર્મિકાવ્યોના વર્ણનાત્મક અને નાટ્યાત્મક એમ બે વર્ગો ઉપર્યુક્ત પુસ્તકમાં સૂચવાયા છે. એમાં છંદની દૃષ્ટિએ સંસ્કૃત વૃત્તમાં રચાયેલાં ઊર્મિ-કાવ્યો, સૉનેટ (sonnet), ગરબી, ભજન, ગઝલ અને સંગીતપ્રધાન પદ એમ ઉપપ્રકારોનો અહીં ઉલ્લેખ છે.
- મુક્તક એ એક સુંદર મનોભાવને અખંડ અશેષ વ્યક્ત કરનારો આખો પ્રસંગ એક જ પદ્યમાં રજૂ કરે છે. સુભાષિતો, અન્યોક્તિઓ વગેરે મુક્તકો ગણાય.
ચોથા વ્યાખ્યાનમાં ભક્તિ-કાવ્ય, પ્રકૃતિ-કાવ્ય, ચિન્તન-કાવ્ય, દાંપત્ય-સ્નેહનાં કાવ્ય, વાત્સલ્યનાં ગીત, બાલ-કાવ્ય અને દેશભક્તિના કાવ્યનો વિચાર કરાયો છે. આગળ જતાં હાસ્ય-કાવ્યના એક પ્રકારરૂપે ‘પ્રતિકાવ્ય (parody)નો વિચાર કરાયો છે. હું ભૂલતો ન હોઉં તો પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં તો આ પ્રકાર જોવાતો નથી. જૈન સંસ્કૃત સાહિત્યમાં તો એ નથી અને એનું કારણ ઉપહાસ અને પ્રતિકારથી P અલિપ્ત રહેવાની શ્રમણવૃત્તિ કારણરૂપ હશે. વળી એની ખૂબી મૂળ કૃતિમાં થોડામાં થોડો ફેરફાર કરી વધારેમાં વધારે ભિન્ન અર્થ નિષ્પન્ન કરવામાં રહેલી છે એટલે એ પ્રકારનું કૌશલ પણ જોઇએ. ૧. ગુજરાતીમાં એક મહાકાવ્ય આ વૈજ્ઞાનિક યુગમાં તો હજી સુધી રચાયું નથી. ૨. પારસી કવિ ખબરદારકૃતિ પ્રભાતનો તપસ્વી એ કવિ ન્હાનાલાલના ગુજરાતનો તપસ્વીનું પ્રતિકાવ્ય છે.
એમનું બીજું પ્રતિકાવ્ય તે કુક્કુટદીક્ષા છે. એ હાનાલાલકૃત બ્રહ્મદીક્ષાને ઉદેશીને રચાયેલું છે. ૩. ગુજરાતી સાહિત્યની રૂપરેખાની પ્રથમ આવૃત્તિ (પૃ. ૨૮૦)માં આ માટે “વિડંબન કાવ્ય' એવો પ્રયોગ પણ
કરાયો છે. ૪. આ સાહિત્યમાં વક્રોક્તિનાં ઉદાહરણો મળે છે. એ એક રીતે પ્રતિકાવ્યની પ્રાથમિક ભૂમિ ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org