________________
૪૪ [44]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ઑલ્લેડ એચ. અપરામ (Upham)કૃત “The Typical Forms of English Literature”માં કાવ્યના નીચે મુજબના પ્રકારો વિચારાયા છે :
Popular ballad, lyric, epic, personal essay, novel, short story and drama.
આમ પ્રાચીન તેમ જ અર્વાચીન દષ્ટિ અનુસાર કાવ્યના જે વિવિધ પ્રકારો અને ઉપપ્રકારો પડે છે તેનાં નામો એમાંના કેટલાકના સંક્ષિપ્ત પરિચયપૂર્વક મેં અહીં નોંધ્યા છે. એનાં બે કારણ છે :
(૧) આજકાલ ઘણા-ખરા જૈનોને આ જાતની માહિતી નથી એમ જણાય છે તો તેમને આ વિષયનો કંઈક ખ્યાલ આથી મળે.
(૨) જૈન કાવ્યોનું એના પ્રકારો અને ઉપપ્રકારોને લક્ષીને વિશિષ્ટ અને વ્યાપક સ્વરૂપે વર્ગીકરણ કરાયેલું જોવાતું નથી તો એ દિશામાં સબળ પ્રયાસ કરવાને કોઈક કુશલ કાવ્યરસિક તૈયાર થાય તો આ ક્ષેત્ર વધુ વખત અણખેડાયેલું ન રહે.
આ પુસ્તકનો સંબંધ સંસ્કૃત પૂરતો જ છે તેમ છતાં મેં સમસ્ત સંસ્કૃત કાવ્યોનો ઊંડો અભ્યાસ કર્યો નથી કે જેથી એના વર્ગીકરણ જેવા ગહન વિષયને હું યોગ્ય ન્યાય આપી શકું આવી પરિસ્થિતિમાં હું આનું અલ્પ-સ્વલ્પ-જેવું તેવું દિગ્દર્શન કરાવું તો તે ક્ષેતવ્ય ગણાશે.
મહાકાવ્ય- ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં પહેમચરિય એ સૌથી પહેલું મહાકાવ્ય છે P ૨૭ અને એના ભાવાનુવાદરૂપ પદ્મપુરાણ એ સંસ્કૃત સાહિત્ય પૂરતું તો પ્રાયઃ પ્રથમ મહાકાવ્ય છે.
ગુરુ-શિષ્ય રચેલું મહાપુરાણ, હૈમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, નલાયન પધાનન્દ-મહાકાવ્ય, શાન્તિનાથ-ચરિત્ર, હીરસૌભાગ્ય વગેરે જૈનોનાં મહાકાવ્ય છે. બૃહ-કાવ્યો ઘણાં છે પણ એ બધાં કંઈ મહાકાવ્ય નથી.
આખ્યાન- મૃગાવત્યાખ્યાન. ઐતિહાસિક કાવ્ય- સુકૃતસંકીર્તન, જગડુચરિત, હમ્મીરમદમર્દન ઇત્યાદિ. ખંડ-કાવ્ય- શીલદૂત, ઈન્દુત, રાજમતીવિપ્રલંભ ઇત્યાદિ.
ઊર્મિકાવ્ય- ભક્તિ-રસથી ઓતપ્રોત સ્તુતિ-સ્તોત્રો એ ધાર્મિક ઊર્મિ-કાવ્યો (religious lyrical poetry)ના નમૂનારૂપ છે. એના ઉદાહરણ મેં પ્રકરણ ૨૭-૩૦માં વિચાર્યા છે.
પ્રબન્ધ– ચતુર્વિશંતિપ્રબન્ધ ઇત્યાદિ.
રૂપક– ઉપમિતિભવપ્રપંચાકથા ઈત્યાદિ ૧. અંગ્રેજી સાહિત્યનાં વિશિષ્ટ સ્વરૂપો. ૨. દિ. જિનસેન પહેલા અને એમના શિષ્ય ગુણભદ્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org