________________
P ૨૩
૪૨ [42]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ છે. એ બહુ મોટું નહિ હોય એમ માનીએ તો એનું સ્થાન સ્વાભાવિક રીતે ‘‘લઘુ ગદ્યાત્મક શ્રવ્ય કાવ્ય''માં હોય. આ જાતના વિભાગ માટે અહીં અવકાશ નહિ હોવાથી એને તેમ જ એ વિષયના અન્ય વિજ્ઞપ્તિપત્રોને ‘‘લઘુ પદ્યાત્મક શ્રવ્ય કાવ્ય”ના અંતમાં સ્થાન અપાવું રહ્યું.
વિવિધ ચિત્રોથી-દશ્યોથી શણગારાયેલાં વિજ્ઞપ્તિપત્રો પણ જોવાય છે. એમાંના કોઇ કોઇ ચિત્રો તો કેવળ સુશોભનાર્થે જ યોજાયાં નથી પરંતુ મુખ્ય વિષયનો તાદૃશ ચિતાર ખડો કરવા માટે એ હાથ ધરાયા છે. આમ આમાં એક પ્રકારના દૃશ્યોને સ્થાન છે એટલે એ દૃષ્ટિએ શ્રવ્ય કાવ્યોને અને દૃશ્ય કાવ્યોને જોડનારી સાંકળ તરીકે એનો નિર્દેશ થઇ શકે અને એ હિસાબે અને ‘શ્રવ્ય’ કાવ્યના અંતમાં સ્થાન અપાવું ઘટે અને અહીં તેમ જ કરાયું છે. કેટલાંક વિજ્ઞપ્તિપત્રો ‘આકાર-ચિત્ર’થી અલંકૃત હોઇ વિવિધ બંધોનાં ઉદાહરણો પૂરાં પાડે છે અને એને અંગેનાં ચિત્રો પણ રજૂ કરે છે. ઉદાહરણાર્થે હું ઉપાધ્યાય જયસાગરે વિ.સં. ૧૪૮૪માં રચેલ 'વિજ્ઞપ્તિત્રિવેણીનો અને ઉદયવિજયે વિ. સં. ૧૬૯૯માં રચેલા 'વિજ્ઞપ્તિપત્રનો હું ઉલ્લેખ કરું છું.
આ તો વિજ્ઞપ્તિપત્રોના બાહ્ય સ્વરૂપની વાત થઇ. હવે એના આંતરિક સ્વરૂપને લક્ષીને હું થોડુંક કહીશ. વિજ્ઞપ્તિપત્રનો મુખ્ય વિષય ગુરુ કે એના સમાન પૂજ્ય વ્યક્તિ કે ગચ્છાધિપતિ પ્રત્યેની ભક્તિનું પ્રદર્શન છે. આમ આ ભક્તિપ્રધાન રચના છે એટલે એક રીતે એની ગણના ‘સ્તુતિસ્તોત્ર’’માં કરાય. જિનેશ્વરો એ વિશ્વોપકારક હોઇ એમનાં સ્તુતિ-સ્તોત્રોને આદ્ય સ્થાન આપી એમના પછી એમનાથી જ્ઞાનાદિની અપેક્ષાએ ઊતરતી કક્ષાના મુનિવરોને સ્થાન અપાય એ ક્રમ સમુચિત જણાય છે. આ દૃષ્ટિએ ત્રીસમું પ્રકરણ પૂર્ણ થતાં વિજ્ઞપ્તિપત્રોને સ્થાન આપવું જોઇતું હતું પરંતુ પ્રારંભિક પાદ-પૂર્તિરૂપ કાવ્યનો વિષય જિનેશ્વરોના ગુણોત્કીર્તનનો હોવાથી એના પછી વિજ્ઞપ્તિપત્રોને સ્થાન આપવું ઉચિત લેખાય. તેમ પણ અહીં કરાયું નથી અને અનેકાર્થી સાહિત્યને એ સ્થાન અપાયું છે પણ એ યોજના અર્થના અનુસંધાનની દૃષ્ટિએ અનેકાર્થી સાહિત્યનો પાદપૂર્તિરૂપ કાવ્યો સાથે જે સંબંધ તેને આભારી છે.
પધાત્મક કાવ્યના પ્રકારો અને ઉપપ્રકારો
જૈન કવિઓએ જાતજાતની પદ્યાત્મક કૃતિઓ રચી છે એમ આપણે જે જૈન સાહિત્ય સંસ્કૃત, પાઇય, ગુજરાતી વગેરે ભાષામાં ગુંથાયેલું આજે મળે છે એ ઉપરથી કહી શકીએ. આ પદ્યાત્મક કૃતિઓનો-કાવ્યોનો વિચાર વિષય, રસ, ભાવ, રજૂઆત ઇત્યાદિ વિવિધ દૃષ્ટિકોણ અનુસાર થઇ શકે. તેમ થતાં એ કૃતિઓ કઇ કઇ બાબતમાં કેટલી અને કેવી સમૃદ્ધ છે તેનો ક્યાસ કાઢી શકાય. આવો પ્રયાસ વ્યવસ્થિત અને વ્યાપક સ્વરૂપે થાય તે માટે હું અહીં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી પદ્યાત્મક કૃતિઓના જે પ્રકારો અને ઉપપ્રકારો યોજાયા છે તેની સંક્ષિપ્ત નોંધ લઉં છું.
P ૨૪ સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં ગદ્યાત્મક, પદ્યાત્મક તેમ જ ઉભયાત્મક એમ કાવ્યના ત્રણ પ્રકારો દર્શાવાયા છે. દા. ત. હૈમ કાવ્યાનુશાસન (અ.૮)માં કાવ્યના ‘પ્રેક્ષ્ય’ અને ‘શ્રવ્ય' એવા બે મુખ્ય ૧-૨. જુઓ મારો લેખ નામે ‘Illustrations of Letter-diagrams''નો બીજો હપ્તો. આ મુંબઇ વિદ્યાપીઠના સામયિક (Arts No. 30)માં પ્રસિદ્ધ કરાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org