________________
ઉપોદ્યાત
[41] ૪૧ (૩) જૈનોનાં જે રૂપકો-નાટકો અત્યાર સુધીમાં મળ્યાં છે તે બધાં ભાષિક જ છે તો એને આ પુસ્તકમાં સ્થાન આપવું કે કેમ ?
(૪) કાવ્યોના ‘શ્રવ્ય' અને “દશ્ય' એવા બે પ્રકારો પડાય છે તેમાં ક્યા પ્રકારનું પ્રથમ સ્થાન આપવું અને એના ઉપપ્રકારો કયા ક્રમે રજૂ કરવા ?
પહેલા બે પ્રશ્નનો તોડ મેં એવો કાઢ્યો છે કે જ્યારે ઇતિહાસ રચવાનો એક મુખ્ય ઉદેશ વિષયના વિકાસ ઉપર પાડવાનો છે તો એના એ આંતરિક સ્વરૂપને પ્રાધાન્ય આપવું એટલે કે એક જ વિષયનાં કાવ્યોને એકસામટાં (અને તે પણ તે તે કાવ્યોનાં કાલાનુક્રમે ) રજૂ કરવા અને તેમ કરતી વેળા ગદ્યાત્મક અને પદ્યાત્મક રચનાઓને લઈને ઊભા થતા ભેદને જતો કરવો.
ત્રીજા પ્રશ્નનો તોડ કાઢતી વેળા બે બાબત મેં ધ્યાનમાં લીધી છે. કેટલાયે વિદ્વાનોએ “સંસ્કૃત નાટકો” એવો પ્રયોગ કર્યો છે અને એમ કરવું ઉચિત ન હોવા છતાં હજી યે કેટલાક તેમ જ કરે છે. આવા જનો તો આ પુસ્તકમાં નાટકોની આશા રાખે જ ને ? આને લઇને તેમ જ પાય (પ્રાકૃત) ૨૧ ભાષા અને સાહિત્ય નામના મારા પુસ્તકમાં મેં દ્વભાષિક નાટકોની વાત જતી કરી છે અને અહીં પણ તેમ જ કરું તો હવે પછી મને ગુજરાતી સાહિત્યને અંગે કોઈ પુસ્તક રચી એ સંબંધમાં વિચાર કરવાનો સુયોગ સાંપડે તો પણ તેમાં અનુવાદિત તેમ જ અનનુવાદિત એમ બંને પ્રકારના અર્થાત્ સમસ્ત નાટકોની રૂપરેખા આલેખવાનું બને નહિ એટલે પણ મેં એને અહીં સ્થાન આપ્યું છે.
ચોથા પ્રશ્નનો તોડ મેં “શ્રવ્ય' કાવ્યોથી શરૂઆત કરીને કાઢ્યો છે. આનાં મુખ્ય કારણ એ છે કે એક પણ જૈન દશ્ય' કાવ્ય સર્વથા સંસ્કૃતમાં મળતું હોય એમ જણાતું નથી. જે દેશ્ય કાવ્યો મળે છે તેમાં સંસ્કૃતનો હિસ્સો પાઇય ભાષાને હિસાબે બહુ થોડો છે અને આ પુસ્તક તો સંસ્કૃત સાહિત્ય અંગેનું છે વળી દશ્ય' કાવ્યની સંખ્યા “શ્રવ્ય' કાવ્યની અપેક્ષાએ ઘણી અલ્પ છે અને ઉપલબ્ધ “દશ્ય કાવ્યો” “શ્રવ્ય' કાવ્યોનું ક્ષેત્ર ખેડાયા બાદ રચાયાં લાગે છે.
‘શ્રવ્ય' કાવ્યના ઉપપ્રકારો માટે પદ્યાત્મક બૃહ-કાવ્યથી મેં શરૂઆત કરી છે કેમકે એ કાવ્યો વિસ્તૃત છે. દશ્ય કાવ્યો માટે અમુક જ ક્રમ રાખવાની જરૂર જણાઈ નથી કારણકે એની સંખ્યા ઘણી અલ્પ છે એટલે એને અંગે તો ઉપપ્રકારોને લક્ષીને વર્ગો પાડવા જેવું રહેતું નથી.
વિજ્ઞપ્તિપત્રોનું સ્થાન- આ પુસ્તકની યોજના વિચારતી વેળા વિજ્ઞપ્તિપત્રોને કયાં સ્થાન આપવું જોઈએ એ પ્રશ્ન પણ મારી સામે ઉપસ્થિત થયો હતો. એનો મેં જે તોડ કાઢ્યો છે તેની પશ્ચાદ્ભૂમિકા હું અહીં રજૂ કરું છું કે જેથી એને અહીં અપાયેલું સ્થાન કેવી રીતે સંગત છે તેનો ખ્યાલ વાચકવૃંદને સહેલાઈથી આવી શકે.
જે વિજ્ઞપ્તિપત્રો મારા જોવા-જાણવામાં આવ્યાં છે તેમાં તાડપત્ર ઉપર લખાયેલાં વિજ્ઞપ્તિપત્રનો જે એક અંશ છે તે ગદ્યમાં લખાયેલા છે.' ઇન્દુદૂત વગેરે વિજ્ઞપ્તિ-પત્રો કેવળ પદ્યમાં છે જ્યારે ૨૨ વિજ્ઞપ્તિ-ત્રિવેણી નામનું વિજ્ઞપ્તિપત્ર ઉભયાત્મક છે. ગદ્યાત્મક લખાણવાળું વિજ્ઞપ્તિપત્ર પ્રાચીનતમ ૧. જુઓ પૃ. ૪૭૫ ૨. જુઓ પૃ. ૪૯૯
૩. જુઓ પૃ. ૪૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org