________________
૪૦ [40].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ચાર ઉપખંડ– પ્રથમ ખંડના ઉપોદઘાત (પૃ. ૧૯)માં સૂચવાયા મુજબ મેં દ્વિતીય ખંડના નીચે મુજબ ચાર ઉપખંડ પાડ્યા છે :
(૧) લલિત સાહિત્ય, (૨) દાર્શનિક સાહિત્ય, (૩) અનુષ્ઠાનાત્મક સાહિત્ય અને (૪) અવશિષ્ટ સાહિત્ય.
આ પૈકી પ્રથમ ઉપખંડને આ દ્વિતીય વિભાગમાં અને બાકીનાને તૃતીય વિભાગમાં મેં સ્થાન આપ્યું છે. પ્રથમ ઉપખંડ રસપ્રધાન ગ્રન્થોને લગતો છે; દ્વિતીય ઉપખંડ વિચારપ્રધાન-તત્ત્વજ્ઞાનને P ૧૯ અંગેનો છે. તૃતીય ઉપખંડનો વિષય ક્રિયાકાંડ છે, અને ચતુર્થ ઉપખંડમાં પ્રથમ ત્રણ ખંડની પેઠે કેવળ ગ્રન્થસ્થ અવશિષ્ટ સાહિત્યનો જ નહિ પણ ઉત્કીર્ણ કૃતિઓનો પણ વિચાર કરાયો છે.
પ્રથમ ઉપખંડમાંના ગ્રન્થોના મેં મુખ્ય બે વર્ગ પાડ્યા છે.
(૧) જૈન કાવ્યો અને એનાં વિવરણો તથા (૨) અજૈન લલિત સાહિત્યનાં જૈન વિવરણો. તેમાં જૈન કાવ્યોના (૧) શ્રવ્ય કાવ્યો અને (૨) દશ્ય કાવ્યો કિવા મુખ્યતયા નાટકો એમ બે પેટાવર્ગ પાડી એ વિષે માહિતી આપી છે. શ્રવ્ય કાવ્યોની પ્રચુરતાને લઈને મેં એને નીચે મુજબના પાંચ વિભાગમાં વિભક્ત કર્યા છે :(૧) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : જિનચરિત્રો (૨) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : પુરાણો (૩) અવશિષ્ટ પદ્યાત્મક બૃહત્કાવ્યો. અહીં મેં સામાન્ય રીતે ઓછામાં ઓછા લગભગ હજાર
જેટલા ગ્રંથાકવાળાં કાવ્યોને સ્થાન આપ્યું છે જ્યારે એથી ઓછા પરિણામવાળાં કાવ્યોને લઘુકાવ્યો” ગણી તેની પૃથક રજૂઆત કરી છે. આ વિભાગમાં અંતમાં મેં કયાશ્રય-કાવ્યો, અનેક-સન્ધાન-કાવ્યો અને સંપૂઓને સ્થાન આપ્યું છે. બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો. આ ગ્રન્થોનું પરિમાણ ત્રીજા ઉપવર્ગમાં સૂચવાયા મુજબ છે. લઘુપદ્યાત્મક કૃતિઓ. એમાં મેં પ્રથમ લઘુચરિત્રનો, ત્યારબાદ સ્તુતિ-સ્તોત્રોનો અને છેવટે પાદપૂર્તિરૂપ કાવ્યો, અનેકાર્થી પડ્યો અને વિજ્ઞપ્તિપત્રોનો વિચાર કર્યો છે. કાવ્યોના નિરૂપણ અંગે ચાર પ્રશ્નો અને એનો ઉકેલ
કાવ્યોની યોજના– કાવ્યોના નિરૂપણને પ્રસંગે નીચે મુજબના ચાર પ્રશ્ન મને સ્ફર્યા હતા :P ૨૦ (૧) જે કાવ્યોનો વિષય એક જ હોય (દા. ત. એક જ વ્યક્તિના ચરિત્રનું આલેખન હોય) તેની ગદ્યાત્મક અને પદ્યાત્મક એવા સામાન્ય પ્રસંગે પડાતા બે ભેદોને અનુસરીને વહેંચણી કરવી કે કેમ ?
(૨) ઉપર્યુક્ત સ્વરૂપનાં કાવ્યોનો કાલાનુક્રમ ઈતર કાવ્યોની દૃષ્ટિએ વિચારતાં જે જણાય તેને લક્ષીને તે તે ભિન્ન ભિન્ન શતાબ્દી જેવામાં એને સ્થાન આપવું કે એ બધાં કાવ્યોને એકસામટાં-એકજ સ્થળે રજૂ કરવાં ? ૧. એમાં જે પ્રકરણોને સ્થાન અપાયું છે તેના ક્રમાંક તેમ જ તે પ્રકરણોનાં નામ આ ઉપોદ્ધાતના અંતમાં
મેં દર્શાવ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org