________________
ઉધોવાત
"यो योगे योगयोगे युगयुगयुगने योगने योगयोगे
P ૧૭ चो चोचे चोचचोचे चुचचुचचुचने चोचने चोचचोचे । भा भावे भावभावे भवभवभवने भावने भावभावे.
तं वन्दे पार्श्वनाथं पटुपटुपटुतः पातु वः श्रीजिनेन्द्रः ॥" [વિભાજન, યોજના, દ્વિતીય ખંડના ચાર ઉપખંડોનું રેખાદર્શન, શ્રવ્ય કાવ્યોના ચાર વિભાગો, કાવ્યોના નિરૂપણ અંગે ચાર પ્રશ્નો અને એનો ઉકેલ, દશ્ય કાવ્યોના વર્ગો નહિ પાડવાનું કારણ, વિજ્ઞપ્તિપત્રોનું સ્થાન અને એનું સ્વરૂપ પદ્યાત્મક કાવ્યોના પ્રકારો અને ઉપપ્રકાર, જિનચરિત્રો, પુરાણો અને ચંપૂ, કુમારપાલ સંબંધી સાહિત્ય, “ગેય કાવ્યો, સ્તુતિ-સ્તોત્રોનું દિગ્દર્શનપૂર્વકનું પરિશીલન, પાદપૂર્તિરૂપ કાવ્યો, અનેકાર્થી સાહિત્ય, વિજ્ઞપ્તિપત્રો, દશ્ય કાવ્યો (રૂપકો) અને અજેને “લલિત' સાહત્યિનાં જૈન વિવરણો.]
વિભાજન- જૈન સાહિત્યના મુખ્ય બે પ્રકારો છે : (૧) સાર્વજનીન અને (૨) સાંપ્રદાયિક. સાર્વજનીન એટલે સાર્વજનિક ઉપરાંત સર્વોપયોગી અને વિશેષતઃ સૌને હિતકારી સાંપ્રદાયિક સાહિત્ય જૈન ધર્મના રંગે રંગાયેલું છે. પછી ભલેને એમાં આ રંગની માત્રામાં વધઘટ હોય. આને માટે ધાર્મિક સાહિત્ય' એવી સંજ્ઞા મેં યોજી છે. આ ઉભય પ્રકારનું સાહિત્ય અને ખાસ કરીને ધાર્મિક સાહિત્ય અનેકવિધ ભાષાઓમાં રચાયેલું છે. એ પૈકી અત્ર સંસ્કૃત ભાષા અભિપ્રેત છે. જૈન સંસ્કૃત સાહિત્યમાં સાર્વજનીન સાહિત્યનું પરિમાણ ધાર્મિક સાહિત્યને મુકાબલે ઓછું છે. આથી એનું સળંગ પ્રકાશન કરાયું છે. જ્યારે અવશિષ્ટ સાહિત્ય બે કટકે પ્રકાશિત કરવાનું નક્કી કરાયું છે. આમ હોઈ જૈન સંસ્કૃત ટ ૧૮ સાહિત્યના ઇતિહાસના ત્રણ વિભાગ પડે છે જો કે સાહિત્યના પ્રકારની દૃષ્ટિએ તો બે જ ખંડ છે. પ્રથમ વિભાગ પ્રથમ ખંડરૂપે અખંડિત સ્વરૂપે ઇ. સ. ૧૯૫૬માં છપાવાયો છે. બાકીના બે વિભાગરૂપ દ્વિતીય ખંડને તદ્ગત વિષર્યને લક્ષીને ચાર ઉપખંડોમાં વિભક્ત કરાયો છે. એમાંનો પ્રથમ ઉપખંડ અત્ર ઉપસ્થિત કરાયો છે. .
યોજના- પ્રથમ ખંડના ઉપાદ્યાત (પૃ. ૧૩)માં મેં ઉપોદ્ધાતના “નિવેદન” અને “મૂલ્યાંકન” એ બે અંશોનો વિચાર કર્યો છે. તેમ કરતીવેળામાં આ પુસ્તકનું કાર્ય કઈ પરિસ્થિતિમાં મેં સ્વીકાર્યું એ વિષે પૃ. ૧૫-૧૬માં અને આ પુસ્તકના ત્રણ વિભાગને અંગેના ઋણસ્વીકાર પરત્વે મેં પૃ. ૭૨૭૪માં ઉલ્લેખ કર્યો છે એટલે અહીં તો હું “નિવેદન”ને અંગે આ વિભાગમાં નિરૂપાયેલાં કાવ્યોની યોજના વિષે થોડુંક કહીશ અને ત્યાર બાદ “મૂલ્યાંકન”નો વિષય હાથ ધરીશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org