________________
૩૨૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૧) બાલાવબોધિની (વિક્રમની ૧૫મી સદી)- આ ટીકા જિનભદ્રસૂરિએ વિક્રમની પંદરમી સદીમાં રચી છે.
(૨) ટીકા- “ખરતર' ગચ્છના જિનપ્રભસૂરિએ આ રચી છે.
(૩) ટીકા (વિ. સં. ૧૭૨૧)- ખરતર' ગચ્છના લક્ષ્મીવલ્લભે સુરતમાં વિ. સં. ૧૭૨૧માં પોતાના શિષ્ય નામે લક્ષ્મીસમુદ્રની અભ્યર્થનાથી આ ટીકા રચી છે.
(૪) વૃત્તિ- આના કર્તા જિનચન્દ્રસૂરિ છે. (૫) વૃત્તિ- આના કર્તા કલ્યાણસાગર છે. એ ૨૧૦૦ શ્લોક જેવડી છે. (૬) ટીકા– આ કુમારસેનની રચના છે. (૭) પયા- આ કલ્યાણહંસગણિની રચના છે. (૮) વૃત્તિ- બૃ. ટિ. પ્રમાણે આના કર્તા દિ. ધર્મકીર્તિ છે. (૯) અવચૂરિ– આના કર્તાનું નામ જાણવામાં નથી.
(૧૦) ટીકા- “ખરતર' ગચ્છના જિનભદ્રસૂરિના અનુગામી જિનચન્દ્રસૂરિના પટ્ટાલંકાર જિનસમુદ્રસૂરિએ સાત સર્ગ સુધીની અને ૨૭૨૮ શ્લોક જેવડી આ ટીકા રચી છે.
(૧૧) અવસૂરિ (વિ. સં. ૧૫૭૪)– “ઉપકેશ' ગચ્છના ક્ષમામેરુના શિષ્ય 'મતિરને સાત સર્ગ સુધીની આ અવસૂરિ વિ. સં. ૧૫૭૪માં રચી છે.
(૧૨) સુબોધિકા (લ. વિ. સં. ૧૬૮૫)- “તપા' ગચ્છના રામવિજયગણિના શિષ્ય અને રઘુવંશના ટીકાકાર શ્રીવિજયગણિએ વિ. સં. ૧૬૭૬થી વિ. સં. ૧૬૯૬ના ગાળામાં સાત સર્ગ પૂરતી અને ૧૨૦૦ શ્લોક જેવડી આ કૃતિ રચી છે. એની એક હાથપોથી વિ. સં. ૧૭૧૩માં લખાયેલી છે.
(૧૩) કુમારતાત્પર્ય, તાત્પર્ય-દીપિકા કિવા શિશુહિૌષિણી (વિક્રમની ૧૬મી સદી)- આના કર્તા રઘુવંશના ટીકાકાર ખરતરમ્ ગચ્છના ચારિત્રવર્ધન છે. એમણે છ સર્ગો પૂરતી આ ટીકા રચી છે.
આ પૈકી જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૩-૯૪)માં ૧૧ની નોંધ છે. બીજી (ટીકા) અને સાતમી (પર્યાય)ની નોંધ નથી. વિશેષમાં જિનસમુદ્રસૂરિકૃત ટીકા તે જ જિનચન્દ્રસૂરિની તેમ જ જિનભદ્રસૂરિની ટીકા હોય એમ લાગે છે એમ અહીં કહ્યું છે.
P ૫૪૧
૧. આ પછીના સર્ગોની અવચૂરિ નથી તે શું એ સર્ગોને પ્રક્ષિપ્ત ગણી જતી કરાઈ છે કે આઠમા સર્ગને અશ્લીલ
માની તેમ કરાયું છે કે આ અવસૂરિ અપૂર્ણ છે ? મલ્લિનાથની પણ આઠ જ સર્ગ સુધીની ટીકા મળે છે. ૨. જુઓ પૃ. ૫૩૮-૫૪પ ૩. આ સંબંધમાં જુઓ ટિ. ૧. ૪. એમની અન્ય ગ્રંથોની ટીકાઓ માટે જુઓ પૃ. ૫૩૬ ટિ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org