________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. પ૪૦-૫૪૩] ૩૨૩
(૨)
P ૫૪૨
(૩)
P ૫૪૩
આ ઉપરથી ચાર બાબત તારવી શકાય છે :(૧) કુમારસંભવ ઉપર મુખ્યતયા શ્વેતાંબરોની ટીકાઓ છે.
વિક્રમની સોળમી સદીની પૂર્વે કોઈ જૈન ટીકા રચાઈ લાગતી નથી.
એક ટીકા તો છ સર્ગ પૂરતી જ છે અને બે સાત પૂરતી છે. (૪) સામાન્ય રીતે દિગંબર ગ્રન્થકારોએ શ્વેતાંબરીય ગ્રન્થો ઉપર પણ ભાગ્યે જ વિવરણ રચ્યું છે
ત્યારે દિ. ધર્મકીર્તિએ તો અજૈન કાવ્ય ઉપર વૃત્તિ રચી એ આશ્ચર્યજનક ઘટના ગણાય.
(૩) મેઘદૂત કિવા મેઘસદેશ (ઉ. ઇ. સ.ની પાંચમી સદી)- આ પણ રઘુવંશાદિના પ્રણેતા કવિવર કાલિદાસની મદાક્રાન્તમાં રચાયેલી અને બે સર્ગ પૂરતી નાનકડી પરંતુ મનમોહક રચના છે. નિર્વાસિત યક્ષ પોતાની પત્નીને મેઘ દ્વારા સજેશ મોકલે છે એ આ કાવ્યનો વિષય છે. આ કાવ્યમાં પ્રસંગવશાત્ ‘રામગિરિથી “અલકા સુધીના માર્ગનું વર્ણન છે. રામચન્દ્ર સીતાને હનુમાન મારફતે સર્દેશો મોકલ્યો હતો. આમ રામાયણમાં આ પ્રસંગ યોજાયો છે ખરો પરંતુ એને એક ખંડ-કાવ્યનો વિષય બનાવનાર તરીકે તો કાલિદાસ અગ્ર સ્થાન ભોગવે છે. ડૉ. રવીન્દ્રનાથ ટાગોર તો એમ કહેવા લલચાયા છે કે ઉજ્જૈનના રાજદરબારમાં ગોંધાઈ રહેલા કાલિદાસ પોતાના વતનને અરણ્યવાસને ઝંખે છે.'
સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં આ ઉત્તમ ઊર્મિકાવ્યરૂપ મેઘદૂતનાં જૈન તેમ જ અજૈન લેખકોને હાથે જેટલાં અનુકરણો થયાં છે એટલાં કોઈ અન્ય કાવ્યનાં થયેલાં જણાતાં નથી. વળી એની પાદપૂર્તિરૂપ કાવ્યો પણ જૈનોએ તેમ જ અજૈનોએ મોટા પ્રમાણમાં રચ્યાં છે. આવી પરિસ્થિતિમાં આ કાવ્ય ઉપર જૈન ટીકાઓ મળે એમાં શી નવાઈ ? એ સંસ્કૃત સોળ ટીકાઓ નીચે મુજબ છે :
(૧) વૃત્તિ (વિક્રમની તેરમી સદી)– વિ.સં. ૧૨૪૮માં વિવેગમંજરી રચનારા અને ભિલ્લમાલ” કુળના શ્રાવક આસડે આ વૃત્તિ રચી છે એમ વિવેગમંજરીની બાલચન્દ્રકૃત ટીકાની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે.
(૨) શિષ્યહિતૈિષિણી (વિ. સં. ૧૪૫૮)– “વૃદ્ધ' ગચ્છના રત્નપ્રભસૂરિના શિષ્ય લક્ષ્મીનિવાસે આ વૃત્તિ રચી છે. આઉફેટે Catalogus Catalogorum (Vol. I, p. 539)માં કહ્યું છે કે આ ટીકા રત્નપ્રભસૂરિના શિષ્ય શ્રીરંગના પુત્ર લક્ષ્મીનિવાસે વિ. સં. ૧૪૫૮માં રચી છે.' ૧. આ કાવ્ય ઘણે સ્થળેથી પ્રકાશિત થયું છે. કેટલાંક પ્રકાશનની નોંધ D c G C M (Vol. XIII, pt. 2,
pp. 141-142)માં લેવાઈ છે. આનો ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ શ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરીએ કર્યો છે અને એ “બુદ્ધિપ્રકાશ” (પુ. અં.)માં ઈ. સ. ૧૯૫૮માં છપાયો છે. ૨. મેરૂતુંગસૂરિએ તેમ જ વિક્રમે આ નામનું એકેક કાવ્ય રચ્યું છે. જુઓ અનુક્રમે પૃ. ૨૪૯-૨૫૦ અને પૃ. ૪૪૮. ૩. આથી તો આને કેટલાક મેઘસદ્ધેશ કહે છે. જુઓ "Sanskrit Literature" (P. E. N., p. 139) ૪. જુઓ s L (પૃ. ૧૪૦)
૫. જૈન પાદપૂર્તિઓ માટે જુઓ પૃ. ૪૪૭-૪૫૩ ૬. શ્રી અગરચંદ નાહટાએ વિ. સં. ૧૬૪૮ એવો ઉલ્લેખ પ્રશ્નાર્થક ચિહ્ન સાથે કર્યો છે. એમણે પૃ. ૨૮૨માં લક્ષ્મીનિવાસનો સમય વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધ અને એમણે રચેલી વૃંદાવનની ટીકાનો સમય “વિ. સં. ૧૪૯૬ (?)” એમ દર્શાવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org