________________
P. ૫૩૯
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૩૬-૫૪૦] ૩૨૧ છે.' આમાં એમણે જે ગ્રંથો અને ગ્રંથકારોનાં નામો આપ્યાં છે તેની સૂચી D c G c M. (Vol. XIIl pt. 2, p. 236)માં અપાઈ છે.
(૯) વૃત્તિ- મુનિરભે આ વૃત્તિ રચી છે.
(૧૦) વૃત્તિ– (ઉ. વિ. સં. ૧૭૪૮)- મુનિપ્રભગણિના શિષ્ય ધર્મમેરુએ આ એક અવસૂરિ જેવીવૃત્તિ રચી છે. આની એક હાથપોથી વિ. સં. ૧૭૪૮માં લખાયેલી છે.
(૧૧) વૃત્તિ- આના કર્તા ક્ષેમહંસ છે. શું મેઘદૂતના ટીકાકાર ક્ષેમહંસગણિ તે જ આ છે ? (૧૨) વૃત્તિ- આ ભાગ્યહંસ અને એમના શિષ્યના સંયુક્ત પરિશ્રમનું ફળ છે. (૧૩) વૃત્તિ- આ સમુદ્રસૂરિની રચના છે. (૧૪) વૃત્તિ- આ હેમસૂરિની કૃતિ છે. (૧૫) ટીકા- આના કર્તા મલયસુન્દરસૂરિ છે. એ ૩૧૨૦ શ્લોક જેવડી છે. (૧૬) પંજિકા– આના કર્તાનું નામ જાણવામાં નથી.'
આ પૈકી જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૫-૩૨૬)માં દસની જ નોંધ છે. જે છનો ઉલ્લેખ નથી તેના ક્રમાંક ૩, ૪, ૯, ૧૧, ૧૨ અને ૧૩ છે.
(૨) કુમારસંભવ (ઉ. ઈ. સ.ની પાંચમી સદી)- આ પણ ઉપમા માટે સુવિખ્યાત અને રઘુવંશના કર્તા કાલિદાસની કૃતિ છે. એ પણ એક “મહાકાવ્ય' ગણાય છે. એમાં ૧૭ સર્ગ છે. પરંતુ કેટલાક સમીક્ષકોનું એમ કહેવું છે કે ઉમાના પરમેશ્વર સાથે–મહાદેવ સાથે સમાગમના વર્ણનની પૂર્ણાહૂતિ તો આઠમા સર્ગમાં થાય છે એટલે એટલો જ ભાગ કાલિદાસનો રચેલો છે. કુમારનો અર્થાત્ કાર્તિકેયનો જન્મ એ જ આ અર્થસૂચક મહાકાવ્યનું મુખ્ય ધ્યેય છે. એથી એ સફળ થયા બાદ કાર્તિકેયને–સેનાનીને હાથે તારકાસુરનો વધ થાય ત્યાં સુધી આ મહાકાવ્યને લંબાવવાની જરૂર રહેતી નથી. વળી આઠમા સર્ગના પછીના સર્ગોની શૈલી શિથિલ છે. એ કાલિદાસની જણાતી નથી.
રઘુવંશ કરતાં સુગમ ગણાતા અને પ્રસંગાનુસાર નાટ્યકળાનું અને સંગીતનું વાતાવરણ ખડું કરનારા આ મહાકાવ્યમાંનો “રતિ-વિલાપ” રઘુવંશગત “અજવિલાપ”નું સ્મરણ કરાવે છે. આ મહાકાવ્યને અંગે નિમ્નલિખિત તેર જૈન ટીકાઓ રચાઈ છે :૧. જુઓ ABORI (Vol. XII, pp. 341-343) ૨. રઘુવંશની એક વૃત્તિ ઉદયાકરે રચી છે પણ એ ઉદયાકર તો મેવાડના કોઈ અજૈન પંડિત હોય એમ લાગે છે. ૩. આનાં વિવિધ પ્રકાશનોની નોંધ D c G C M Vol. XIII, pt. I, p. 148)માં અપાઈ છે. ૪. આ નામનું ૧૧ સર્ગનું કાવ્ય જયશેખરસૂરિએ રચ્યું છે. જુઓ પૃ. ૧૬૩-૧૬૫. ૫. “અજનું આક્રન્દ” એ નામથી આનો મારો પદ્યાત્મક અનુવાદ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૨૨૧૧-૪૨ના અંકમાં છપાયો છે.
ર ૫૪૦
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org