________________
૩૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫
રઘુવંશનાં સોળ વિવરણો (૧) શિશહિદ્વિષિણી (વિક્રમની ૧૬મી સદી)- ખરતરમ્ ગચ્છના જિનપ્રભસૂરિનાં સંતાનીયા P પ૩૭ કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવધૂને વિક્રમની સોળમી સદીમાં આ વૃત્તિ “શ્રીમાલ' સાલિગના પુત્ર
અરડક્કમલ્લની અભ્યર્થનાથી રચી છે. આમાં અનેક ગ્રંથો અને ગ્રંથકારોનો ઉલ્લેખ છે. એની સૂચી એસ. પી. પંડિતની ઈ. સ. ૧૮૭૨ની આવૃત્તિમાં ત્રીજા પરિશિષ્ટરૂપે અપાઈ છે.
(૨) વિશેષાર્થબોધિકા (વિ. સં. ૧૬૪૬)- ખરતર' ગચ્છના ઉપાધ્યાય જયસોમના શિષ્ય *ગુણવિનયે આ વૃત્તિ વિ. સં. ૧૬૪૬માં વિક્રમનગરમાં રચી છે. એમણે દિનકર, 'વલ્લભ, ઉપર્યુક્ત ચારિત્રવર્ધન અને જનાર્દનની રઘુવંશ ઉપરની ટીકાઓનો લાભ લીધો છે. એમણે આ ટીકામાં જે ગ્રંથો અને ગ્રંથકારોનો નિર્દેશ કર્યો છે તેની એક કામચલાઉ સૂચી D c G C M (Vol. XIII, pt. 2, pp. 218-219)માં અપાઈ છે.
(૩) વૃત્તિ (લ. વિ. સં. ૧૬૫૦)– આના કર્તા અમરકીર્તિ છે. વિ. સં. ૧૬૫૦ની આસપાસની આ રચના છે.
(૪) સુબોધિની (વિ. સં. ૧૬૬૭)- આ લઘુ ટીકા “વાદી' ગુણરત્નમણિએ વિ. સં. ૧૬૬૭માં જોધપુરમાં રચી છે.
(૫) વૃત્તિ (લ. વિ. સં. ૧૬૭૪)– ‘તપા' ગચ્છના શાન્તિચન્દ્રગણિના શિષ્ય રત્નચન્દ્રગણિએ નૈષધચરિતની ટીકા રચ્યા બાદ વિ. સં. ૧૬૭૪ની લગભગમાં આ રચી છે. P. પ૩૮
(૬) સુબોધિકા (લ. વિ. સં. ૧૬૮૫)- ‘તપા' ગચ્છના રામવિજય-ગણિના શિષ્ય શ્રીવિજયગણિએ વિ. સં. ૧૬૭૨થી વિ. સં. ૧૬૯૬ના ગાળામાં ૮૦૦૦ શ્લોક જેવડી આ રચી છે.
(૭) અર્થાલાપનિકા (વિ. સં. ૧૬૯૨)- ખરતર' ગચ્છના સકલચન્દ્રના શિષ્ય ઉપાધ્યાય સમયસુન્દરગણિએ આ વૃત્તિ વિ. સં. ૧૬૯૨માં રચી છે.
(૮) સુગમાવયપ્રબોધિકા કિંવા સુગમપ્રબોધિકા- ખરતરમ્ ગચ્છના વિનયમના શિષ્ય સુમતિવિજયે ૧૩૦૦૦ શ્લોક જેવડી આ વૃત્તિ ઈ.સ.ની ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં રચી
૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૫)માં એમને જિનભદ્રસૂરિના શિષ્ય કહ્યા છે. A B o RI (Vol XV,
pp. 109-111)માં ચારિત્રવર્ધનનાં સમય અને એમની ટીકાઓ વિષે નિર્દેશ છે. આ ચારિત્રવર્ધને સિજૂરપ્રકર ઉપર વિ. સં. ૧૫૦૫માં ટીકા રચી છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૪૮) વળી એમણે વિ. સં. ૧૫૧૧માં નૈષધચરિત ઉપર અને કોઈક સમયે મેઘદૂત, શિશુપાલવધ તથા કુમારસંભવ ઉપર તેમ જ રાઘવપાંડવીય ઉપર પણ એકેક ટીકા રચી છે. ૨. જૈ. ગ્રં. (પૃ. ૩૫)માં ગુણવિજય નામ છે તે ભૂલ છે. ૩. એમની માતાનું નામ કમલા અને પિતાનું નામ ધર્મમંગલ છે. ૪. રઘુપંજિકાના કર્તા આ વલ્લભ હેમાદ્રિ, મલ્લિનાથ અને ચારિત્રવર્ધન કરતાં પ્રાચીન જણાય છે. ડૉ. એસ.
કે. ડે. એ વલ્લભનો સમય ઇ. સ. ની દસમી સદીના પૂર્વાર્ધ સૂચવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org