________________
|
P ૪૯૧
૨૯૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ (૭) આનન્દલેખ (વિ. સં. ૧૬૯૪)- આના કર્તા હૈમલઘુપ્રક્રિયા વગેરે પ્રણેતા ઉપાધ્યાય વિનયવિજયગણિ છે. એમણે ૨પર પદ્યોમાં ભિન્ન ભિન્ન છંદમાં આ કૃતિ રચી છે અને એ દ્વારા કેટલાંક ચિત્રકાવ્યો પૂરાં પાડ્યાં છે. સમગ્ર લેખ પાંચ અધિકારમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૫૧, પ૬, ૪૪, ૬૩ અને ૩૮ પદ્યો છે.
- અમદાવાદની પાસે આવેલા “બારેજા' ગામથી વિનયવિજયગણિએ ખંભાતમાં બિરાજતા વિજયાનન્દસૂરિને ઉદ્દેશીને આ વિજ્ઞપ્તિલેખ લખ્યો છે. આ વાત વિસ્તારથી વિચારીશું.
પ્રથમ અધિકાર “સ્વતિશ્રીમમુનિને પ્રાથ" એ પ્રથમ અવયવના વ્યાવર્ણનરૂપ છે અને એનું નામ “ચિત્તચમત્કાર” છે.
બીજા અધિકારનું નામ “અલંકાર-ચમત્કાર છે અને એ “શ્રીમતિ તત્ર'' એ અવયના વ્યાવર્ણનરૂપ છે. એમાં શ્લો. પરથી ૧૦૭માં ખંભાતનું વર્ણન છે.
ત્રીજો અધિકાર ઉતત્તબાવર્ણનરૂપ છે. એનું નામ પહેલા બે અધિકારની જેમ અપાયેલું નથી. એમાં ધારપુર એટલે કે બારેજા ગામનું કે જ્યાંથી લેખ મોકલાવાયો છે તેનું વર્ણન છે.
ચોથા અધિકારનું નામ “શેષચિત્રચમત્કાર' છે. એમાં “સૈસ્તીતઃ ' ને ઉદેશીને ગુરુવર્ણન છે. એમાં એ સમયના ગચ્છાધિપતિ વિજયાનન્દસૂરિનું પ્રશંસાત્મક વર્ણન છે અને એને અંગે ચિત્રકાવ્યો યોજાયાં છે.
પાંચમાં અધિકારનું નામ “દૃષ્ટાન્ત-ચમત્કાર” છે. એમાં લેખપ્રશંસા છે. એમાં લેખના સાત પ્રકારનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં સુજન-દુર્જનનું વ્યાવર્ણન છે.'
૧. આ નામથી આની કોઈ હાથપોથી જિ. ૨, કો. (વિ. ૧)માં નોંધાયેલી નથી. બાકી પૃ. ૩૦માં જે
આનન્દપ્રબદ્ધલેખનો ઉલ્લેખ છે તે આ જ કૃતિ હોવી જોઈએ. આ લેખ “દેશવિરતિધર્મારાધકસમાજ” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૩માં પ્રકાશિત “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન શ્રી પ્રશસ્તિસંગ્રહ (પૃ. ૯૬૧૧૯)માં છપાવાયો છે. એમાં ૧૫૯મું પદ્ય ખંડિત છે. આ કૃતિનો સારાંશ “જૈન યુગ' (પુ. ૫, એ ૪-૫, પૃ. ૧૬૫-૧૬૬)માં અપાયો છે. આ આનન્દલેખને “આનન્દલેખપ્રબન્ધ'ના નામથી વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૭૩-૮૮)માં સ્થાન અપાયું
છે. એમાં કોઈ પદ્ય ખંડિત નથી. ૨. જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૪૮)માં આ ૧૬૯૭ની સાલ છે. જ્યારે વિજ્ઞપ્તિત્રિવેણિની પ્રસ્તાવના (પૃ.
૨૬)માં તો ૧૬૯૪નો ઉલ્લેખ છે. મૂળ કૃતિમાં “વાર્ધિ-નિધાન-ચન્દ્રકલા” એવો પાઠ છે એટલે વાર્ષિથી સાત સમજવા કે ચાર એ પ્રશ્ન રહે છે. (વિ. લે. સં. ભા. ૧, પૃ. ૮૮)માં ૧૯૯૪નો કૌસમાં ઉલ્લેખ છે. ૩. આની નોંધ મેં I L D (હસો ૨, પૃ. ૧૨૭-૧૨૯)માં તેમ જ વિનયસૌરભ (પૃ. ૧૨૦-૧૨૧)માં
લીધી છે. ૪. વિશેષ માટે જુઓ વિનયસૌરભ (પૃ. ૧૭૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org